________________
15. ધાત્રી રસાયન ભોજન : કાર્તિક સુદ એકાદશીથી કાર્તિક વદ અમાસ સુધી આમળાનું સેવન બતાવેલું છે. એક સમય ભોજન-સાથે આમળાં સેવનનું આ વ્રત છે.
16. ચાતુર્માસ વ્રત : આ વ્રત ભગવાન વિષ્ણુના શયનોત્સવ-પ્રબોધોત્સવનું છે. ભોગ પણ જીવનનો અવિચ્છિન્ન ભાગ હોઈ તેનાથી સંપૂર્ણ મુક્તિ તો મૃત્યુથી જ છે, પણ ટેક અને નિયમ રાખી નિરંકુશ ઉપભોગથી બચવા આ ચાર મહિનાનું વ્રત છે.
1. શ્રોતાચલન વ્રત : સૂર્ય, ચન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ વગેરે દેવો શરીરની અંદર અને આસપાસ સર્વત્ર વ્યાપ્ત છે. તેથી પિતૃકર્મમાં; રૂદન સમયે, પશુ-સ્પર્શ, છીંક, બગાસું, અઘોવાયુ છૂટે, બીજાની મશ્કરી-તિરસ્કાર ક્રોધ થઈ જાય ત્યારે “ઓમ વિષ્ણવે નમઃ” બોલી જમણા કાને હાથ અડાડવો.
૬૧. એકાદશી વ્રત મહિમા એકાદશીનું વ્રત તન અને મન બંનેના દોષોનું દહન કરનાર સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત ગણાયેલું છે. આ દિવસે જો શક્ય બને તો કેવળ જળ સાથે નિરાહાર વ્રત કરવું. ન ચાલે તો દુગ્ધપાન કરવું. તેથી પણ ન રહેવાય તો ક્ષારયુક્ત ફરાળ કે ફળાહાર લેવો. જે લેવું તે ફક્ત એક જ વાર લેવું. બીજી વાર જળ સિવાયની કોઈ પણ ચીજ મહોંમાં ન નાંખવી. આ રીતે એકાદશી એકાહારકત ગણાશે. વારંવાર ખાવાની ટેવ તો નિષિદ્ધ મનાયેલી છે પરંતુ આ વ્રતમાં ખૂબ નિષિદ્ધ છે.
યજુર્વેદમાં એવું માહાભ્ય છે કે મનુષ્ય જો કેવળ બે સમય જ અન્ન લે. તે સિવાય મ્હોંમાં કંઈપણ ન પધરાવે તો તેને કાયમી એકાદશી વ્રત પાલનનો લાભ મળે છે. અર્થ સિદ્ધિઓ તેની સન્મુખ રહે છે.
સ્વાધ્યાય ન કરવો, શક્ય એટલું યજન-પુજન, સત્સંગ કે કથા શ્રવણમાં સમય ગાળવો. ત્રિકાળ સ્નાનનું ઘણું જ મહત્ત્વ છે. સ્નાન પણ નદી, સરોવર, વાવમાં થાય તો ઉત્તમ ગણાય છે. અન્યથા ઠંડા જળથી સ્નાન આવશ્યક છે. નામ સંકીર્તન, ધૂન કે કથા-ભજન શ્રવણ સાથેનું રાત્રી જાગરણ અત્યંત પુણ્યદાયી છે. નિંદા અને નિદ્રા બંનેનો ત્યાગ બતાવેલો છે. તે દિવસ પૂરતી સંસારિક વાતોને ન કરવાનો જો સંકલ્પ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ સંકલ્પ તરીકે ઓળખાયેલો છે.
ઇન્દ્રિય નિગ્રહનું પાલન પરમ શૌચ છે. (પવિત્રતા) જીભ ઉપરનો સંયમ તેમાં આવે છે. સાંસારિક ચિંતન કે ચર્ચાઓની રજા રાખવી જરૂરી છે. બાર વર્ષ પર્યત અખંડ વ્રતપાલન એક તપ ગણાય છે. આ વ્રતથી તમામ મનોરથ સિદ્ધ થાય
છે.
- પ્રત્યેક માસમાં બે અલગ-અલગ સિદ્ધીદાતા એકાદશી - આવે છે.
છે.