________________
સૂકાવાથી તે નામમાત્રનાં બની રહે છે. જેટલા જળ પ્રવાહ ધરતી પર પ્રકટ દર્શન દે છે તેથી પણ વિશેષ ધરતીમાં સમાવિષ્ટ હોય છે. એવું પણ અનુભવવામાં આવે છે કે ધરતી પર વહેતા પ્રવાહો ધરતીની ભૂપૃષ્ઠ રચના તેમજ સમયે સમયે થતા ફેરફારોને કારણે ક્યાંક અંતર્ધાન પણ થઈ જતા હોય છે. અને અન્યત્ર મોકો મળે ધરતીની સપાટી પર પ્રસ્ફુરિત પણ થતા હોય છે.
વાસ્તવિકતા એ છે કે જળને ગળી જવું અને ઓકારવું તે ધરતીનો સ્વભાવ છે માત્ર જળ જ નહીં પણ વા અને અગ્નિ (વીજળી) જે આ બ્રહ્માન્ડના પ્રમુખ પરિબળો મનાય છે તે પણ આ નિયમમાં આવી જાય છે. જળ, વાયુ અને અગ્નિના તત્ત્વો ધરતીમાં પણ સંચારિત થતા હોય છે. બહાર પણ પ્રકટ થતા રહે છે. આપણે તેને ધરતીકંપ અને લાવારસના નામે ઓળખીએ છીએ.
સંક્ષેપમાં સમારોપ કરતાં જણાવવાનું કે સરસ્વતી નદીના વિષયને, વિષયને સ્પર્શના લોકમાનસના શ્રદ્ધ કેન્દ્રને એકદમ આંખો મીંચી એટલા માટે અમાન્ય કરવું કે તે ધરતી પર અખંડ વહેતી દેખાતી નથી; પુરાણોના મંતવ્યકારોને સરાસર અન્યાય કરવા જેવું થશે. પ્રકટ પ્રવાહ હોય એ જ નદી તે તર્ક ઉપલક દૃષ્ટિએ સાચો હશે પરંતુ તે તર્ક થોથા દૃષ્ટિકોણથી ભરેલો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સૂચક તો નથી જ. હકીકતમાં ભારતની ભૂમિ પરના નાના મોટા, પ્રકટ કે ભૂગર્ભ જળોનું આખરી ઉદ્ગમ કેન્દ્ર તો હિમાલય જ છે. એકમાત્ર હિમાલય મીઠા જળ ભંડાર માટે સુખ્યાત
છે.
ભારતનો વિશાળ સમુદ્ર કિનારો ખારા જળને સ્પર્શે છે. વર્ષાનાં જળ અને હિમાલય બંને મીઠાં જળ માટે આશીર્વાદ સમાન હોઈ હિમાલયને ભારતનું સ્વર્ગ કહે છે. ભારતનો વૈભવ હિમાલયના અસ્તિત્વ પર નિર્ભર છે.
જીવ સંપત્તિનો આધાર જળ છે. હિમાલય આ સંપત્તિનો પ્રમુખ નિયામક છે. ગંગા-યમુના કે બ્રહ્મપુત્રા જેવાં નામો ભલે ગમે તે અપાયાં હોય પણ તે તમામનાં જળ તો હિમાલયનાં છે. નદીયોના જળ પણ જમીનમાં શોષાતાં જ રહે છે. ભૂગર્ભમાં દૂર-દૂર તે પ્રસરતાં પણ છે. હોય છે. આ જળ જ્યારે બહાર દેખાવ દે છે ત્યારે નામાભિધાન શરૂ થાય છે.
આસેતુ હિમાલયથી પૂર્વ-પશ્ચિમ સુધી સમાન સંસ્કૃતિની એક સમાજ-ગંગા પણ અહીં વહે છે. આ સમાજ ગંગાને એકસૂત્રમાં સાંકળવાનો ભગી૨થ પ્રયાસ પુરાણકારોએ આદરેલો છે. ભારતના હજારો વર્ષના ઇતિહાસના પ્રેરણાદાયક પ્રસંગો એક યા બીજા નામે વિવિધ પુરાણોમાં સંકળાયેલા છે. આ ઐક્યના તત્ત્વને થોથા વિવાદો સર્જી નબળા બનાવી સામાજિક બંધનના તત્ત્વને શિથીલ બનાવવું તે એક રાષ્ટ્રીય અપરાધ છે.