________________
શ્રીરથલ એક સિંહાવલોકન
સરસ્વતી
એક અસ્ખલિત વહેતા જળ-પ્રવાહ વાળી નદીના રૂપમાં સરસ્વતીનું દર્શન આજે અપ્રાપ્ય હોવા છતાંય વૈદિક કાળથી વર્ણવાયેલી સરસ્વતી નદી પ્રત્યેક હિન્દુના માનસમાં આજે પણ યથાવત અંકિત છે. દેશના કોઈપણ ખૂણે કોઈપણ સ્થળે કોઈપણ જળથી જ્યારે હિન્દુ સ્નાન કરે છે; ત્યારે દેશની પવિત્ર નદીઓના જળનું સ્મરણ અને આવાહન કરે છે, આ નદીઓમાં સરસ્વતી પણ એક છે. गंगे च यमुने चैव सरस्वती नर्मदे सिन्धुकावेरी जलेस्मिन सन्निधिम कुरु 11
गोदावरी
એક વાત સાચી છે કે ધરતી સ્તર પર અખંડ અને પ્રકટ પ્રવાહવાળી સરસ્વતી નદી ન વહેતી હોઈ આજે તે અનેક તર્ક વિતર્કનો વિષય બની સંશોધનની સુચિમાં સામેલ થઈ ગઈ છે. વેદો અને પુરાણોમાં તો આ નદીનું માહાત્મ્ય મુક્ત કંઠે ગવાયેલું છે. પૌરાણિક ગ્રંથોમાંથી પ્રાપ્ત થતા ઇતિહાસ મુજબ તો સમાજના માનસ પર આ નદી ઉદ્ગમથી અંત સુધીના વર્ણનનો ઇતિહાસ રજૂ કરે છે.
પરંતુ આ વર્ણનના અધ્યયનથી જે એક મહત્વનો વિચારણીય મુદ્દો સામે આવે છે તે તર્ક ઉપસ્થિત કરે છે કે આવા ત્રુટક પ્રવાહના અવયવો વાળી સરસ્વતીને એક નદી તરીકે માન્ય કરી લેવાની પૌરાણિક માન્યતાને કઈ યુક્તિથી ઉચિત ઠરાવી શકાય ?
પ્રશ્ન અવશ્ય મહત્ત્વપૂર્ણ છે પરંતુ સમાધાન કઠીન નથી. પુરાણ લેખકોનાં માનસ અને અભિપ્રાયનું સૂક્ષ્મતમ જ્ઞાન, જળપ્રવાહોનું પરિક્ષણ, સંસ્કૃતિના પુરાતત્ત્વીય અવશેષ, જે તે સમયની ભૂસ્તરીય રચના અને પરિસ્થિતિઓનું વિશ્લેષણ, પરમ્પરાગત સામાજિક વારસાના ખ્યાલો અને સામાજિક એકતાના બંધનને ટકાવનાર સાંસ્કૃતિક મુદ્દાઓનો યુક્તિસંગત અભ્યાસ કરી નિર્ણય ૫૨ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે તો રાષ્ટ્રીય હિતો માટે આવકારદાયક ગણાશે. જળ અને ભૂતલ જ્ઞાનનું રહસ્ય તો સ્વયં સ્પષ્ટ કરે છે કે જળ માત્રનું પ્રસ્ફુરણ તેના ભૂગર્ભ પ્રવાહોમાંથી ધરતી પર વહે છે. જળનો સંબંધ ભૂગર્ભ પ્રવાહો સાથે સંબંધિત છે. હા, વર્ષાના જળ અને બરફ પીગળવાના પ્રસંગે પ્રવાહો વિશેષ તગડા બનતા હોય છે. પણ તેનાં મૂળ સ્ત્રોત તો ભૂગર્ભમાં જ હોય છે. ધરતીની સપાટી ૫૨ વહેતી નદિયોના જળ પણ ભૂગર્ભમાં શોષાઈ ભૂગર્ભમાં પ્રસારિત થતા રહે છે. વિશાળકાય સરોવરો, નદિયો, કુવા-વાવ વગેરે તમામ જળ સંગ્રાહકોનાં મૂળ સ્રોતનો મૂલાધાર ભૂગર્ભ જળ જ હોય છે. અને મૂળ સ્રોતમાં કમી આવવાથી કે