________________
રોગ, વિસર્ષ, કૃમિ, કુષ્ઠ, વગદોષ, ખસ, દાદર, પ્રદર, રૂદયનારોગ, ફોડકીઓ, વાચાશુદ્ધિ, સ્તનરોગ, રક્તાતિસાર, ઢોરોના જખમ, રોકાયેલ અટકાવ લાવવા, મોઢું આવ્યું હોય,
1. બાળકોની હેડકી ઉપર : પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવી રામબાણ ઈલાજ છે.
2. ફોલ્લીઓ - પીપળાનું છોડીયું અને નવું રોડ એકત્ર મલમ જેવું ઘસી લેપ કરો. (6)
૩. ઉરૂમાં સંચય થયેલ લોહી શુદ્ધ થવા માટે : પીંપળાના પાન અને ડુંખોનો રસ કાઢી મધમાં ગાળી પાવો. (4)
4. દમ-ઉધરસ ઉપર : પીંપળાની લાખનું ચૂર્ણ ઘી-સાકરમાં આપવું. (26)
5. ક્ષય ઉપર : પીપળાના લાખનું ચૂર્ણ ઘી અને મધ વિષમ ભાગે લઈ તેમાં આપવું. (18) (આર્યભિષક)
૬. વટ-પૂજા (માહાભ્ય) હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જે ત્રણ વૃક્ષોને અતિ પવિત્ર માની ભગવાન સાથે સંબંધ જોડેલ છે તેમાં વટવૃક્ષ (વડ) પણ એક છે. આ વૃક્ષમાં વિષ્ણુતત્ત્વ એટલું બધું વ્યાપક અને અમાપ પ્રમાણમાં સંકળાયેલ છે જેનો અન્ય જોટો જડે તેમ નથી. આ સચરાચર જગતમાં તેના જેવું અને જેટલું ચૈતન્ય તત્ત્વ વિકસેલ જોવા મળતું નથી.
નર્મદા કિનારે આવેલ કબીર વડ વિશ્વવિખ્યાત છે, આ વૃક્ષ દૂરથી એક મોટા અરણ્ય જેવું લાગે છે. સાડા ત્રણસો ઉપરાંત વડવાઈઓ તેને છે. આ વડવાઈઓમાંથી પણ નવીન ડાળિયો ફૂટે છે. આ વડવાઈઓને જ ત્રણ હજારથી વધુ ડાળિયો ફુટેલી છે. આ પ્રમાણે તેમાંથી હજારો ડાળિયો અને ડાળિયોને વડવાઈઓ ફુટવાનો ક્રમ ઉત્પન્ન થયા જ કરે છે. લગભગ એક હજારથી વધુ વર્ષ પર્યત તે જીવે છે. ( પુરાણ મત મુજબ સુર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવિ સાવિત્રીનો સંબંધ આ વૃક્ષ સાથે સંકળાયેલો છે. સૂર્ય એજ વિષ્ણુ છે. સત્યવાનને યમ પાસેથી પરત મેળવવા અશ્વપતિની પુત્રી સાવિત્રીએ યમ સાથે જે સંવાદ કરેલો છે તેમાં યમે પતિસુખ, ધન-ધાન્ય અને મંગલ કામનાઓ પૂર્ણ કરવા વટમાં રહેલી સાવિત્રી દેવી માટે પૂજાઅર્ચનાનો મહિમા બતાવેલો છે. અને સાવિત્રીને સ્ત્રીઓની મંગલકામનાઓ પૂર્ણ કરવા કેટલાંક વ્રતો બતાવેલાં છે. તેમાં (1) જ્યેષ્ઠ સુદ ચૌદસથી સાવિત્રી-વ્રત (2) ભાદરવા સુદ આઠમે મહાલક્ષ્મી વ્રત (3) પ્રત્યેક મંગળવારે મંગળ ચંડિવ્રત (4) પ્રત્યેક માસની સુદ છઠે ષષ્ઠીદેવીનું વ્રત (5) અષાઢ માસની સંક્રાતિએ મનસાદેવીનું વ્રત (6) કાર્તિકી પુનમે રાધાદેવીનું વ્રત (7) પ્રત્યેક સુદ આઠમે દુર્ગાદેવીનું વ્રત. આ વ્રતો સ્ત્રીઓના અખંડ સૌભાગ્યનું રક્ષણ કર્તા અને તેમને ધન-ધાન્ય, પુત્ર-પૌત્ર અને