________________
પતિસુખ પ્રાપ્ત કરાવનારાં ગણાયેલાં છે.
આ વટવૃક્ષના પત્રમાં બાલમુકુંદ શયન કરે છે. માટે જ ગવાયું છે કે
વટસ્ય પત્રસ્ય પુટે શયાન બાલ મુકુન્દ મનસા સ્મરામિ.” બાલમુકુંદના શયનથી આ વૃક્ષ હજારો વર્ષ પર્યત પોતાનું બાલસ્વરૂપ ટકાવી રાખે છે. હજારો વર્ષ વીતવા છતાંય આ વૃક્ષના બાલસ્વરૂપમાં ફેરફાર દેખાતો નથી. બાલ સ્વરૂપનો અર્થ થાય છે વિકાસમાન પ્રક્રિયા. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં Grouth કહે છે.
આ વૃક્ષની પૂજા, છાયા, સ્પર્શ અને તેના સર્વ અવયવ પરોપકારી છે. તેના રોગ પ્રતિકારક અને રોગનાશક ગુણો વર્ણનાતીત છે. તે સ્વયં જીવંત છે અને જીવન અર્પનાર ગણાયું છે. કહેવાય છે કે બીલી, પીપળો તેમજ વડના અવયવોનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરવાનું; તેનું પૂજન કરવાનું; જો શ્રદ્ધાપૂર્વક મન બનાવવામાં આવે તો ડૉક્ટરોના દવાખાનાની દોડધામ ઓછી થઈ આરોગ્ય પ્રાપ્તિ કરી શકાય. આયુષ્યમાન બની શકાય છે. સંપત્તિવાન બની આ લોક તેમજ પરલોકમાં સુખનું સાધન મેળવી શકાય છે.
આ રહ્યા તેના ચમત્કારિક પ્રભાવ :
પિત્ત, દાહ, જવર, મધુરો જવર, મુળવ્યાધિ, જવરમાં દાહ, તૃષા, ઉલટી, કફ, યોનિદોષ, નખદંતવિષ, વિછીનું વિષ, પ્રમેહ, ગર્ભધારણ, કૃમિ, ધાતુપુષ્ટિ, આંખના ફુલ, અતિસાર, રક્તપિત્ત, મુખરોગ, મળ-મુત્ર બંધાઈ ગયા હોય. (આર્યભિષક)
સુવિચાર પ્રકૃતિનો નિયમ : જ્યારે આદાનની ક્રિયા વધુ હોય અને વિસર્ગ ન્યૂન હોય ત્યારે વિકાસ વધે છે. આવક વધુ અને જાવક ઓછી હોય તો જેમ લક્ષ્મી વધે છે. તેમ જીવનીય તત્ત્વો ઉત્પન્ન થતાં હોય અને વપરાશ ન્યૂન હોય તે અવસ્થા બાલ્યાવસ્થા- યુવાવસ્થા કહે છે. આ તત્ત્વો ઉત્પન્ન ઓછાં થાય અને વપરાશ વધે ત્યારે જરાવસ્થા દેખાય છે. લક્ષ્મી આરોગ્ય-આયુષ્ય સુચવે છે. આ લક્ષ્મી શરીરમાં વિકસાવવા આદાન-વિસર્ગના નિયમો અનુસાર ઉદ્યમ કરવો જોઈએ.
૬૦. બિલ્વ વૃક્ષ (માહાભ્ય) સર્વેદના શ્રીસુક્તમાં એવું કહેવાયું છે કે આદિત્યવર્ણે તપસોધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોડથ બિલ્વ: તસ્ય ફલાનિ તપસાનુદન્તુ, મયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મી." આ સંબંધે પુરાણમાં પણ બિલ્ય વૃક્ષ સાથે શ્રીલક્ષ્મીજીનો સંબંધ દર્શાવતું દષ્ટાંત આવેલું છે. શ્રીલક્ષ્મીજી બિલ્લવૃક્ષના રસરૂપે સ્વયં તે વૃક્ષમાં સન્નિહિત છે. તેમાં સુવર્ણ કણો હોવાને કારણે શ્રી વૃક્ષને કહે છે. બિલ્વ વૃક્ષના પાન મહાદેવજીને
(૯૦)