________________
વનસ્પતિ તેમજ જીવસૃષ્ટિને ઉપકારક બની; અન્ય સૃષ્ટિમાં પણ આડકતરી રીતે જન્મો લેતા હોય છે. જળ અને જળથી ઉત્પન્ન થયેલા અનેક પદાર્થોના સેવનથી જ વિવિધ સૃષ્ટિઓ સર્જાય છે. દા. ત. જળ અને તેનાથી ઉત્પન્ન ધનધાન્યથી મનુષ્યદેહનું પોષણ થાય છે અને તે પોષણથી જ નવાં શરીરો જન્મે છે. એમ આ જળ અનેક અવતાર ધારણ કરે છે. જે જળ તૂર્ત જ નાશ પામી બાષ્પિભવનની પ્રક્રિયાથી ઉર્ધ્વગમન થઈ મેઘ બને છે તે પણ પુન: જળરૂપે જ ભૂમિ પર અવતરિત થાય છે. વૃષ્ટિ અને જલના જન્મથી જ વિષ્ણુ સમસ્ત પૃથ્વીઓ (સૃષ્ટિ)નું પોષણ કાર્ય કરે છે. જળનો તે અધિપતિ દેવ છે. અને માટે જ જળમાં શયન કરે છે. ભગવાન શિવ મૂકુંડેશ્વરની આ સમસ્ત લીલા છે.
૨૩. મોક્ષેશ્વર તીર્થ
મૂકુંડેશ્વર પછી સરસ્વતી સાખિઓના જલ સાથે મોક્ષેશ્વર તીર્થમાં આવે છે. તમામ સૃષ્ટિના જીવોને મોક્ષ પ્રદાન કરનાર એક જ શક્તિ છે. જે શિવ છે. મોક્ષનો અર્થ મુક્તિ થાય છે. જ્યાં પણ જે સ્વરૂપમાં હોય તે સ્વરૂપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ફક્ત શિવ શક્તિ પાસે જ છે. શિવની ઉપાસનાથી પ્રાપ્ત કૃપા દ્વારા જીવ ભવબંધનથી જે મુક્તિ પામે છે તેને જ મોક્ષ કહે છે.
અહીં મોક્ષેશ્વરમાં સરસ્વતી સાક્ષાત જળ સ્વરૂપે છે. એવું કહેવાય છે પ્રેતપિશાચ જેવી યોનિ પ્રાપ્ત જીવાત્માની સદ્ગતિ થઈ મુક્તિ થવા માટે મોક્ષેશ્વર સમર્થ છે. પ્રેતાત્માઓની મુક્તિની પ્રાર્થના માટે આ સ્થાન સુપ્રસિદ્ધ છે. આ સ્થાનમાં કરવામાં આવેલા શ્રાદ્ધકર્મો અને પિતૃતર્પણની ક્રિયાઓથી ભયાનક પ્રેત-પિશાચ યોનિમાં ગયેલા મનુષ્ય જીવોની સગતિ થઈ તેમાંથી તેઓ નિવૃત્ત થાય છે.
અનેક સ્થાનો પરથી શ્રદ્ધાળુઓ અહીં આવી સરસ્વતીમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કાર્ય કરે છે. મોક્ષેશ્વર તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભીષ્મપંચક સમયે અહીં યાત્રાળુઓ આવાં કર્મકાંડ માટે પધારે છે. ભીષ્મપંચકમાં અહીં સ્નાન તર્પણ અને મોક્ષેશ્વરના દર્શનનું ઘણું જ માહાભ્ય છે.
૨૪. કેદાર સ્થાપન તીર્થ સરસ્વતીના માર્ગ પરનું એક પ્રાચીન તીર્થ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્તવાસ દરમ્યાન પાંડવોએ અહીં મૂકામ કરી કેદારેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે. માટે તે કેદારસ્થાપન તીર્થ તરીકે ઓળખાય છે.
૨૫. મદનેશ્વર તીર્થ સરસ્વતીના તીરે આવેલું એક તીર્થ છે. એવી લોકશ્રદ્ધા છે કે મદને અહીં
૧૭