________________
મદનકદન (શિવ)નું પુજન કરી તેમને પ્રસન્ન કર્યા હતા. તેથી આ શિવલિંગને મદનેશ્વર કહે છે. સરસ્વતીમાં સ્નાન અને મદનેશ્વરની પૂજા કરવાથી મદન એટલે મનની વાસનાઓનો ક્ષય થાય છે. ભાગ્યોદયનો યોગ સર્જાય છે.
૨૬. ભચહારક તીર્થ સરસ્વતી અને યોજની નદીનું સંગમ સ્થાન છે. અનેક પ્રકારના ભયોથી ગ્રસ્ત માનસમાં મૃત્યુનો ભય પણ સદા સતાવતો જ રહે છે. તમામ ભયોથી મુક્તિ મેળવવાનું સ્થાન હોઈ તેને ભયહારક તીર્થ કહે છે. મોક્ષના માર્ગમાં જો કોઈ અડચણરૂપ હોય તો તે ભવબંધનનો ભય છે. આ ભયથી મુક્તિ આપનાર તીર્થ છે. અહીં અસ્થિ વિસર્જનના કાર્યથી જીવાત્માને મુક્તિ મળે છે. એવું માહાસ્ય છે.
૨૦. કાલિંજર દેવતીર્થ એક પ્રાચીન ઇતિહાસ અનુસાર કાલિંજર નામના એક રાજાએ મોહમાયા અને મમતાના બંધનો ફગાવી જીવને શિવમાં જોડવા જે પુરુષાર્થ કરેલો અને શિવ સ્વરૂપ બની મુક્તિ પ્રાપ્ત કરેલી તેમની સ્મૃતિરૂપે આ તીર્થ કાલિંજરદેવ તીર્થ તરીકે ઓળખાય છે. સરસ્વતીના કિનારે આ પ્રસિદ્ધ સ્થાન છે.
૨૮. સિદ્ધેશ્વર તીર્થ સિદ્ધ મુનિ જનોના નિવાસને કારણે આ ક્ષેત્ર સિદ્ધેશ્વર તીર્થ નામે સુખ્યાત છે. પ્રત્યેક માસની શુક્લ પંચમીના દિવસે અહીંની સરસ્વતીમાં સ્નાન-દાન અને સિદ્ધેશ્વરના પુજનથી મનોવાંછિત ફળ મળે છે.
૨૯. અરવડેશ્વર તીર્થ આ તીર્થક્ષેત્ર શ્રીસ્થલથી નિકટ પૂર્વ દિશાએ આવેલું છે. અહીં સરસ્વતીના તીરે પ્રાચીન અવડેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવબાણ છે. કહેવાયું છે. કે અનેક સિદ્ધ રૂષિમુનિઓએ આ બાણની ઉપાસના કરી શિવ સાયુજ્ય મેળવેલું છે. સ્થાનનું વાતાવરણ તમામ પ્રાકૃતિક સંપત્તિઓથી ભરપૂર છે. નિર્જન છે. ઉપાસના માટે પ્રેરણાદાયક કેન્દ્ર છે.
વીસમી સદીમા અહીંના મૂર્ધન્ય તપસ્વી બ્રાહ્મણ દેવશંકરની (ગુરૂબાપા) પણ આ તપોભૂમિ છે. સ્વયંના દેહનું બ્રહ્માર્પણ કરી બ્રહ્મની ઉપાસનામાં નિત્ય-નૈમિત્તિક કર્મો માટે સદા પ્રેરણારૂપ આ ગુરૂદેવના દર્શનાર્થે દેશભરના સંતો-તપસ્વીઓ અહીં આવી આ ભૂમિને વંદન કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરૂજી અને નારેશ્વરના પ્રખર સંત અવધૂત શ્રીરંગ પણ આ ભૂમિ પર પધારી
૧૮