________________
જે નવા છોડ તૈયાર કરે છે તેમાંથી તુલસીનું સામર્થ્ય પ્રકટે છે. મનુષ્ય પણ સારાનરસાં કર્મોના બીજ છોડીને જ મૃત્યુ પામે છે. સારી ટેવોવાળા વ્યક્તિઓ સારાં બીજ મૂકી જાય છે.
૫૮. નિષિદ્ધ કર્મોને ઓળખો (દોષકારક)
1. ઇન્દ્રિય નિગ્રહ લાભદાયી છે પણ ઇન્દ્રિયોના વિષયોને બહેકાવે એવો વ્યવહાર નિષિદ્ધ છે.
2. ઇન્દ્રિય નિગ્રહ અનુકુળ એવાં દર્શન ઉપયોગી છે પરંતુ તેથી પ્રતિકુળ દર્શન નિષિદ્ધ છે. આંખેથી એવાં દશ્યો કે બનાવ જોવાં જ નહીં. દર્શનની ટેવથી મન પર સંસ્કાર પડે છે. માટે દર્શન સંસ્કાર મેળવવાનું સાધન ગણાય છે.
3. ભગવાન નામનું સંકીર્તન, ઇતિહાસ, પુરાણ, વેદ-ઉપનિષદના વિચારો તેમજ સંતોની વાણી દ્વારા મેળવાતું શ્રવણ (સાંભળવું) મનુષ્યને ઉચ્ચ ગતિ તરફ લઈ જાય છે પરંતુ અધોગતિ તરફ દોરતું; શ્રવણ; જેમાં નિંદા, વિષય; વિકારના વિષયો ખોટા માર્ગે ખેંચાઈ જવાય તેવાં વચનો-વાતોનું શ્રવણ નિષિદ્ધ મનાયેલું છે. આવું સાંભળવાથી હંમેશા દૂર રહો. આવું સંભળાવનારનો સંગ કુસંગમાં ગણાય છે.
4. સત્ય પણ પ્રિય વાણી જ બોલો. અશ્લિલતા કે અવિવેકના ઉચ્ચારણોવાળી વાણી નિષિદ્ધ મનાયેલી છે. ગુણ અને વયમાં શ્રેષ્ઠ એવા લોકો પ્રત્યે આદરભાવ સાથેની વાણી તેમજ વૈદિક સંસ્કૃતિને ગૌરવ અપાવે એવી વાણી દેવવાણી કહેવાય છે. રાક્ષસ તેમજ તમોગુણના વિચારો ધરાવતી વાણી; આસુરિક ભાવોની પ્રતિનિધિ રાક્ષસવાણી ગણાયેલી છે. તેનાથી દૂર રહો. સંયમના વિચારો વ્યક્ત કરતી વાણી વ્યક્તિત્વને શોભાવે છે એટલું જ નહિ તેનું ઘડતર પણ કરે છે. વાણીથી વ્યક્તિની ઓળખ પણ થાય છે. તેનું અંતર્ગત મન વાણીથી બહાર પ્રકટ થાય છે. પરંતુ વાણીથી કૃત્રિમ ઓળખ ઉત્પન્ન કરવા માટે દાંભિક ન બનો તેની ખાસ કાળજી રાખો. દંભ અને કપટયુક્ત વાણી અસુરોની છે. તે નિષિદ્ધ છે.
5. શરીર માટે વસ્ત્રો જરૂરી છે, વસ્ત્રોથી શરીર શોભે છે. પણ સ્વામી વિવેકાનંદના વિચારોને યાદ રાખો. પશ્ચિમના પ્રવાસમાં તેમણે કહેલું કે “in your Country a tailer makes a man perfect but in my country A caracter makes a man perfect." અર્થાત્ તમારા દેશમાં દરજી માણસને મોટો બનાવે છે જ્યારે મારા દેશમાં ચારિત્ર જ માણસને મોટો બનાવે છે. સાદા વસ્ત્રોમાં સજ્જ એવા વિવેકાનંદે ઉચ્ચ વિચારો; ઉચ્ચ અભિવ્યક્તિના માધ્યમથી વિશ્વના લોકોને ઘેલા બનાવ્યા હતા. વસ્ત્રોથી શરીરને સુંદર સર્જવું એ જરૂરી હશે પરંતુ વાસનાઓને ભડકાવે એવાં વસ્ત્રપરિધાન નિષિદ્ધ છે. યાદ રાખવાનું એટલું જ છે કે વ્યક્તિત્વના ઘડતરમાં વસ્ત્રો નહીં, વિચાર- વાણી અને વ્યવહાર જ મુખ્ય પરિબળો છે. કેવળ અભિનેતા કે અભિનેત્રી જેવા શણગારોથી તેમનું કૌશલ્ય
૬૯