________________
પણ પ્રાપ્ત કરી શકાતું નથી. જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્તિ એ જેની પાસે છે તેને તેનું ગૌરવ મળે છે. આડંબરથી નહીં. ભડકાવનારાં વસ્ત્રો આસુરિક શક્તિઓના શિકાર પણ બનાવે છે. પાશ્ચાત્ય સભ્યતાનું આ એક સામાજિક દૂષણ છે. સભ્યતા સંસ્કૃતિને અનુરૂપ બને તો જ સંસ્કૃતિનું રક્ષણ સંભવ છે.
6. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનો વાંધો નથી પરંતુ તે મનનો કાયમી સોબત
જ બની જાય તે નિષિદ્ધ છે. ખોરાક પણ એક ભોગ્ય પદાર્થ ગણાય છે. માટે ભોગ ભોગવાની ટેવ રોગનું કારણ ન બની જાય તેની કાળજી એજ સંયમ ગણાય છે. સંયમથી જ શરીરબળ અને આત્મબળની વૃદ્ધિ થાય છે તે સુત્રની સમજ કેળવો. સંયમનું સુત્ર આ લોક તેમજ પરલોક બંનેના સુધારનું સાધન છે. યોગમાર્ગનું પ્રથમ પગથિયું જ યમ છે. સમ્યક દૃષ્ટિથી ભોગ ભોગવવા તેનેજ સંયમ કહે છે. સંયમથી યમ સઘાય છે. જેથી શરીરને જે બળ મળે છે તેનાથી યમરાજા પણ જીતાય છે. યમરાજાને જીતવા એ આલોકનું લક્ષ્ય છે. અને સંયમના આધારથી ચાલેલી જીવન નૌકાં જીવને મૃત્યુ બાદ પરલોકમાં યમલોકમાં પહોંચાડતી પણ નથી. તેથી તે પરલોક સુધારવાનું પણ સાધન મનાય છે. સંયમથી રોગ પણ દૂર રહે છે. કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર જેવા શત્રુઓ સંયમ કેળવવાથી શરીરમાં બળવાન બનતા નથી. આ શત્રુઓ બળવાન બને તો જ અધ:પતનનો માર્ગ ખુલ્લો થાય છે. સંયમપૂર્વકના આચરણથી આ શત્રુઓ પાંગરતા નથી. પુષ્ટ થતા નથી. સંયમ સિદ્ધિ અપાવનાર છે અને સદ્ વિચારોના અંકુશ વિનાનું નિરંકુશ માનસ નિષિદ્ધ મનાયેલું છે.
2. સમાજ સાથે હળવું મળવું જરૂરી છે પરંતુ કુસંગનો સંગ નિષિદ્ધ છે. સમાજમાં બધાજ પ્રકારના લોકો હોય છે. પ્રત્યેક વર્ગથી સવ્યવહાર જરૂરી છે. સત્સંગ સિવાયનો સંગ રંગ ન લગાડે એવો મર્યાદિત હોવો શ્રેયસ્કર છે. પ્રત્યેક વર્ગ સાથે સદ્ભાવ અને સર્વ્યવહાર કેળવવાથી જીવન નૌકા વાયરાઓના તોફાનથી ડગમગતી નથી. સદ્ વ્યવહારના કાર્યોની ટીકા-ચર્ચા લાભદાયક છે પણ દુર્વ્યવહારના કૃત્યોની ટીકા-ચર્ચા મનને દુષિત બનાવે છે. દુર્જનોની પણ ચર્ચા નિંદા નિષિદ્ધ કર્મમાં આવે છે. સંગનો મહિમા અવર્ણનીય છે. કહેવત છે કે છાણનો પોદલો ધૂળના પોપડા સાથે જ ઉપડે છે. ખૂની કે ચોર વિગેરેના હાથ વિગેરાના સ્પર્શથી પદાર્થો પર પણ જે અસ૨ ઉપજે છે તેની મદદથી ગુનેગારો પણ શોધી કાઢવાનુ જ્ઞાન આજે વિકસેલું છે. હલકા પ્રકારના સંગવાળા લોકોના દર્શન માત્રથી મન તેમના ગુણોનું સ્મરણ કરે છે. સંગતિથી દોષોના ધબ્બા આપણા મન પર જામતા જાય છે. ધીરે ધીરે દોષો ગ્રહણ કરતા જવાથી આ દોષોના ડુંગરા બને છે. બીજ નાનું હોય છે પણ તેને પાંગરવા જો ભૂમિ મળે તો તેમાંથી તોતીંગ વૃક્ષ પણ સર્જાય છે. માટે સંયમના શસ્ત્રથી ભોગ્ય પદાર્થોનો નિસંગ કેળવો. જે જરૂર છે તેના વિના ચાલે તેમ પણ નથી; પરંતુ આ જરૂરિયાત જીવનું બંધન ન બને તેવું માનસ કેળવવું એજ સંયમનું શિક્ષણ છે. આ શિક્ષણને સફળ બનાવવા નિષિદ્ધ આજ્ઞાઓના પાલનની ખાસ જરૂર રહે છે.
or