________________
માટે ભગવાનને કપાળમાં જે તિલક કરીયે છીએ તે કપાળની ખોપરીના હાડમાંસને નહીં પરંતુ અંદર બિરાજમાન ઉત્તમ તત્ત્વોને માટે હોય છે. અન્ય સમાજોની જેમ હાડમાંસના ઢેરની પૂજા હિન્દુસમાજમાં નથી. વિગ્રહ પૂજામાં (મૂર્તિ) પણ ધાતુપુજા નથી પરંતુ તે વિગ્રહ પાછળ જે પ્રતિમા રહેલી છે તેની પુજા છે. ઉપર શ્લોકમાં માઘવને યોગેશ-સિદ્ધ-કહ્યા છે. આ યોગવિધાને જાણવી અને તેની ઉપાસના દ્વારા સિદ્ધ બનવાનો પ્રયાસ કરવો એ જ માઘવની પૂજા છે. એ જ દર્શન છે. એ જ તેનું કિર્તન છે. ભગવાન સમક્ષ થતી નૃત્યકલા પણ યોગનો જ એક ભાગ છે. નૃત્યકલામાં પ્રવીણ હોવાને કારણે ભગવાનનું એક નામ નટવર પણ છે. યોગમાં કુશળ લોકોને નટરાજ કહે છે. નટરાજ શબ્દ મહાદેવજી માટે વપરાય છે. શ્રીકૃષ્ણને નટવર કહે છે.
યોગ-માર્ગ
યોગના આઠ અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ.
યમ (જુઓ ચાટ) ઇન્દ્રિયનિગ્રહ દ્વારા મનને જીતવું. મનના ગુલામ નહીં પણ મનને ગુલામ બનાવવું મન એક મુક્ત ઘોડા જેવું છે. ઘોડાને યથેચ્છ સ્થાને હાંકી જવા જેમ તેના પર લગામની જરૂર રહે છે તેમ યથેષ્ટ આદર્શો અનુસાર મનને ચલાવવા તેના પર લગામ લગાડવી જરૂરી બને છે. આ લગામને નિયમ કહે છે. યમનું શિક્ષણ દસ પ્રકારનું છે.
નિયમ (જૂઓ ચાટ) આચાર-વિચાર, ખાન-પાન, આહાર-વિહાર, મન, વાણી, બુદ્ધિ અને રહેણીકરણી જેવી તમામ બાબતોને સમ્યક દિશામાં વાળવા જે નિયમોની જરૂર છે તે નિયમોને શાસ્ત્રકારોએ પ્રયોજેલા છે. શું કરવું - શું ન કરવું તેની લક્ષ્મણ રેખા શાસ્ત્રકારોએ હિન્દુ જીવનદર્શન માટે દર્શાવેલી છે. આ લક્ષણ રેખાઓને સમજી તેના પાલનનો પુરુષાર્થ કરવો તે નિયમ પાલન ગણાય છે. નિયમ-પાલન એક વ્રત ગણેલું છે. નિયમો પણ દસ છે.
આસન શરીરના વિવિધ અંગ-પ્રત્યંગોના સુયોગ્ય હલન-ચલનથી તેને શક્તિ-સ્કૂર્તિર્મા સદૈવ જીવંત રાખવા આસનોની આવશ્યકતા છે. આસનોથી શરીરનું આંતરિક સંચાલન આંતરિક અવયવોને બળ અને સ્કૂર્તિના કણો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આસનોની પ્રક્રિયાથી મન પણ અનેકવિધ માર્ગે ગતિમાન બને છે. શરીરના વિવિધ બાહ્ય તેમજ આંતરિક અવયવોને શક્તિ-સ્કૂર્તિ પ્રદાન કરવા હજારો આસનો છે. શરીરના બલ અને સમય મુજબ યોગ્ય આસનો પસંદ કરી તેમાં શરીરની
૨૫