________________
પ્રવીણતા કેળવવી તે આસનવિદ્યા છે. ભગવાન સામે નિત્ય નૃત્ય કરવું તે એક સર્વસામાન્ય આસન છે. જે તમામ ઉંમરના તેમજ અલ્પબળવાળા લોકોને પણ નૃત્ય દ્વારા આસનનો લાભ આપી શકે છે.
પ્રાણાયામ
કુંભક-રેચક અને પુરક એ ત્રણ અંગો પ્રાણાયામના છે. ભજનમાં ગવાયેલું છે કે ““કોણે બનાવ્યો આ પવન ચરખો” શરીરનો પ્રાણ એ જ પ્રાણવાયુ છે. ખુલ્લી શુદ્ધ હવામાં પ્રાણવાયુના તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં તરતાં હોય છે. શરીરના આંતરિક અવયવોના કાર્યોથી શરીરમાં સ્વાથ્યને હાનિકારક ઝેરી વાયુ (કાર્બન ડાયોકસાઈડ) સદાય ઉત્પન્ન થયા જ કરે છે. શ્વાસોશ્વાસ ક્રિયાથી પ્રાણવાયુ લેવાય પણ છે અને ઝેરી વાયુ બહાર છોડાય પણ છે. પરંતુ સ્વાથ્યવર્ધક ક્રિયા તરીકે આપણા પૂર્વજોએ પ્રાણાયામને નિત્ય નૈમિત્તિક કર્મોમાં સ્થાન આપી દીર્ઘ સમયસુચકતાનો ખ્યાલ આપ્યો છે. ત્રણે કાળની સંધ્યા સમયે પ્રાણાયામની વિધિ જો કરવામાં આવે તો વાતાવરણમાં પ્રકટ થતી જુદી-જુદી પ્રાણશક્તિઓ શરીરમાં પ્રવેશી સમગ્ર શરીરના ચેતનાતંત્રને અહર્નિશ નવીન પ્રાણ બક્ષે છે. ટૂંકમાં ઝેરી વાયુઓને બહાર કાઢવા તેમજ શુદ્ધ પ્રાણશક્તિને શરીરમાં પ્રવેશ કરાવવા પ્રાણાયામ એક પંપ તરીકે કામ કરે છે.
. પ્રત્યાહાર
વિવિધ ઇન્દ્રિયોના જે વિષયો છે તે વિષયો તે ઇન્દ્રિયોનો આહાર છે. જેમ આહારમાં મિતાહારનું મુલ્યાંકન શરીર માટે લાભદાયક મનાયેલું છે તેમ ઇન્દ્રિયોને વિષયોના આહાર પાછળ ન દોડાવતાં રોકવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહે છે. મનના સંકલ્પો વિકલ્પો ઇન્દ્રિયોના વિષયોના અનુસંધાનમાં ન કરતાં મનને શ્રેષ્ઠ વિચારોની દિશાઓમાં રોકવાથી પ્રત્યાહારની કેળવણી મળે છે. અનાયાસે પ્રાપ્ત પદાર્થોમાં સંતોષ તેમજ અપ્રાપ્ય પદાર્થોની લાલસા હટાવવી તે પ્રત્યાહાર સિદ્ધીનું પ્રમુખ લક્ષણ છે. પ્રત્યાહારની સિદ્ધિથી મન અ ભુત શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય મેળવે છે. મનની અશાંતિ, ઉદ્વેગ અને અસ્વસ્થતાનું મુખ્ય ધરણ જ અપ્રાપ્ય પદાર્થોની લાલસામાં રહેલું છે. પ્રત્યાહારની સમ્યક આદતથી મનની સ્વસ્થતા મેળવી શકાય છે. મનના સ્વાથ્ય માટે આ યૌગિક ક્રિયા જરૂરી છે.
ધ્યાન મનને નિર્વિષય બનાવવું અને તેને ઇચ્છીત લક્ષ્યમાં જોડવું તે ક્રિયાને ધ્યાન કહે છે. ધ્યાનના મહાવરાથી મન ધીરેધીરે જે શક્તિ પ્રાપ્ત કરે છે. તે ઉચ્ચતમ માનસિક અવસ્થાનો પરિચય કરાવે છે. ઇચ્છા મુજબના સંકલ્પોમાં મનને દોડાવવાની આ એક કસરત છે. આ કસરતથી મન અનેક અગોચર શક્તિઓનો સાક્ષાત્કાર કરી