________________
શકે છે. ઇન્દ્રિયોના વિષયો પાછળ દોડવું એ મનનો સ્વાભાવિક ગુણધર્મ છે. વિષયોના ઉપભોગ માટેના પદાર્થોનું ચિંતન-મનન કરવું તે આ ગુણધર્મનો સાર છે. પરંતુ સારાસારના વિવેકપૂર્વક મનને દોરવાથી ધ્યાનની સિદ્ધીનો માર્ગ સરળ બને છે. મંત્રો ધ્યાન માટે સહાયક છે. મંત્રોના અનુષ્ઠાનથી ધ્યાનમાં પારંગત બની શકાય છે.
ધારણા પ્રત્યાહાર તેમજ ધ્યાનની સિદ્ધીથી ધારણા શક્તિને સફળતા મળે છે. કોઈપણ વિષયના અનુસંધાનમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારી ધારણા સત્ય નીવડી. ધારણા શક્તિ ને સત્ય અને સફળ બનાવવા યોગના ઉપરોક્ત પગથિયાંઓની સિદ્ધિ સર કરવાની જરૂર રહે છે. એક એક પગથિયે ચઢતાં ચઢતાં જેમ ઉપર પહોંચી શકાય છે તેમ યોગના ઉપરોક્ત છ પગથિયાં ચઢ્યા વિના ધારણા-શક્તિની સફળતા સંભવિત નથી. ધારણા શક્તિની સિદ્ધિથી મન જેવું ધારે તેવું જ બને એવી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે.
સમાધિ
સમાધિ પણ મનની એક એવી સ્થિતિનું લક્ષણ છે જેમાં મન બાહ્ય આડંબરોના વાતાવરણથી મુક્ત બની ઇચ્છિત વાતાવરણનું દર્શન કરવા સમર્થ બને છે. ચર્મચક્ષુઓથી દર્શનનો જે આનંદ મળે છે તેવો જ અને તેટલો જ આનંદ ન જોયેલા વિષયોની બાબતમાં સમાધિ-દર્શનથી પ્રાપ્ત કરી શકાય છે. લક્ષ્ય સાથે સંકલિત અને અન્ય વિક્ષેપરહિત માનસિક અવસ્થાની તાલીમને સમાધિ દર્શન કહે છે. આ તાલીમથી મન સમસ્ત બ્રહ્માંડના અધિનાયક ઈશ્વર તત્ત્વ સાથે નાતો સ્થાપિત કરી . શકે છે અને બ્રહ્મચેતન્યનો રસાસ્વાદ માણી શકે છે.
૩૧. વૃક મુલિક તીર્થ '' આ તીર્થનું મહત્વ સરસ્વતીના જળ અને અશ્વત્થ (પીપળો) વૃક્ષના સંયોગથી પ્રાપ્ત મોક્ષના મહિમાનું છે શ્રીસ્થળમાં બનેલી એક પ્રાચીન ઘટનાનો ઇતિહાસ આ સાથે સંકળાએલો છે. અબુંદારણ્યમાં પાંડુરક નામે એક શિકારી રહેતો હતો. કુટુંબ નિર્વાહ માટે પ્રતિદિન તે અનેક પ્રાણિઓની હત્યા કરતો હતો. એક દિવસે તેણે દૂર જંગલમાં એક સુંદર વૃકી (મૃગલી) જોઈ. શિકાર માટે નિશાન તાકી બાણ છોડ્યું. સડસડાટ કરતું બાણ વૃકીના શરીરમાં ઊંડે ધૂસી ગયું. આહત વૃકી વેદનાની ચિચિયારીઓ પાડતી ભયથી બચવા ભાગવા માંડી. દોડતી વૃકીએ એક વિશાળ જળપ્રવાહ જોયો. વિહવલ વૃકી તેમાં કૂદી પડી. પ્રવાહમાં તણાતી તણાતી તે શ્રીસ્થળમાં આવી ચઢી. આ જળપ્રવાહ સરસ્વતીનો હતો. શ્રીસ્થળમાં એક અશ્વત્થ
o