________________
થયા. આ અર્ધનારીશ્વરના સ્વરૂપે પ્રકટ શિવે પોતાના સ્વરૂપ દર્શનથી સૃષ્ટિ રચનાની પ્રેરણા કરી.
આ અર્થનારીશ્વર શિવ સ્વરૂપનું ચિંતન કરતાં તપમાં લાગેલા બ્રહ્માજીનો દેહ એક પુરુષ અને સ્ત્રી એમ બે વિભાગમાં વહેંચાઈ ગયો. પુરુષ અને સ્ત્રીનું જોડું અસ્તિત્વમાં આવ્યું. આ પુરુષ તે સ્વયંભૂવ મનુ અને સ્ત્રી એ યોગમાયા શતરૂપાને નામે ઓળખાયા.
આ જોડાએ પાણિગ્રહણ સંસ્કારથી જોડાઈ ગૃહસ્થામનો પ્રારંભ કર્યો. આ રીતે જગતમાં પ્રથમવાર મૈથુન સૃષ્ટિ રચનાનું કાર્ય પાટા પર ચડ્યું. સ્વયંભૂવ મનુ અને શતરૂપાના સંસારથી બે પુત્રો અને ત્રણ પુત્રીઓએ જન્મ ધારણ કર્યો. બે પુત્રોમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તેમજ પુત્રીઓમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસુતિ નામ સૌપ્રથમ સંસારના સંતાનો તરીકે ઓળખાયાં.
આ સંતાનોના સંતાનોની પરમ્પરાથી સમસ્ત માનવજગત ઉત્પન્ન થયું છે. સ્વયંભૂવ મનુએ તીર્થયાત્રા કરતાં કરતાં શ્રીસ્થલમાં આવી શ્રીસ્થલનાં આદિ તપસ્વી રૂષિશ્રેષ્ઠ કદમ મહર્ષિને પોતાની કન્યા દેવહૂતિ સાથે પાણિગ્રહણ કરવા અનુરોધ
કર્યો.
સૃષ્ટિ રચનાના આદિ મહામાનવ કર્દમ રૂષિએ દેવહૂતિ સાથે વિવાહ કરી ગૃહસ્થાશ્રમ પ્રસ્થાપિત કર્યો. બંનેના સંસારથી ભગવાન વિષ્ણુએ તેમના અંશથી કપિલ નામે જન્મ ધર્યો.
આ ઇતિહાસ સૃષ્ટિ રચના સમયની ઘટનાના વૃત્તાંત પર પ્રકાશ પાડે છે અને પ્રાચીન તીર્થક્ષેત્ર તરીકેના સિદ્ધપુરના માહાભ્યને અનુમોદન આપે છે.
*
1
2
Jit
/
દેવહુતિ
પછે.