________________
ધનકેતુની આ પ્રબળ દાનવૃત્તિના દર્શનથી ધર્મરાજ અને ઇન્દ્રે મુખમાં આંગળાં નાંખ્યા. તેઓએ પોતાનું સ્વ-સ્વરૂપ પ્રકટ કર્યું. ઇન્દ્ર અને ધર્મરાજાને સમ્મુખ ઊભેલા જોઈ ધનકેતુ અર્ધાથી પાદપુજા કરવા લાગ્યો. આ કાર્ય ચાલુ જ હતું. એટલામાં તો કુશકેતુ અને તેનો રસાલો ત્યાં આવી પહોંચ્યો. પિતા અને વડીલ મંત્રીવર્ગને જોઈ ધનકેતુએ તેમનું પણ સ્વાગત-અર્ચન કર્યું.
પિતાએ સન્માનસહિત ધનકેતુને પુન: રાજ્યમાં તેડી જવાની વાત રજુ કરી. આ બાજુ ધર્મરાજા અને ઇન્દ્રે ધનકેતુને સદેહ સ્વર્ગમાં સાથે લઈ જવાનો દૃઢ નિરધાર વ્યક્ત કર્યો. ધનકેતુએ બંનેની વાત સાંભળી. ધર્મરાજાને જણાવ્યું કે પિતા અને પૂજ્ય મંત્રીઓ તેમજ સાથેના સમુદાયને અહીં પડતા મૂકી સ્વર્ગના સુખો માણવા એકલપંડે આવવાની ધનકેતુની તનિક પણ ઇચ્છા નથી. સ્વર્ગનાં સુખો ગમે તેવાં સોહામણાં હોય પણ સથવારો છોડીને એકલપેટે માણવાનો ધનકેતુ ને જરા પણ શોખ નથી. ધનકેતુના પ્રેરક વચનોથી વધુ પ્રભાવિત બનેલા ઇન્દ્ર અને ધર્મરાજે ઉપસ્થિત સર્વ મંડલી સાથે સ્વર્ગમાં આવવાનો આગ્રહ કર્યો ત્યારે સરસ્વતીના ઉત્તર ભાગથી જે રસ્તે સમસ્ત મંડલી સ્વર્ગ તરફ જવા નીકળી તે ભૂમિને એકદ્વા૨ તીર્થ તરીકે ઓળખાવાઈ છે.
દાનવૃત્તિની એક જ અડગ ટેક સાથે જે દ્વારથી સૌ સ્વર્ગમાં ગયા તેનો મહિમા દર્શાવતું આ એક ઐતિહાસિક ઉદાહરણ છે.
દાનથી દિલને જીતી શકાય છે. દિલને જીતવાથી સ્વર્ગનાં સુખો પણ ભોગવાય છે. દાનથી સંસારનાં પદાર્થો ઉ૫૨નું મમત્વ અને મમતાનું બંધન પણ કાપી શકાય છે. મોહ-માયા-મમતાના બંધનો કપાતાં પુનર્જન્મનો ભય પણ ટળી મોક્ષનું સાધન સંપાદન થાય છે.
ચિત્ર બિન્દુ સરોવર
૩૫