________________
ધર્મ એ ફક્ત જાણવા માટેનો વિષય નથી. આચરણથી દર્શાવવાનો, સમાજને બતાવવાનો વિષય છે. આદર્શ વ્યવહાર ઉપસ્થિત કરવાનો વિષય છે. એટલે જ કહ્યું છે.
आचारो प्रथमोधर्म
૮૦. ફળશ્રુતિ આ પુસ્તિકાના વાંચનથી મન પર જે વિચારોની છાયા છવાય છે તે હિન્દુ સંસ્કૃતિના સંસ્કારોની છે. આ વિચારો આ રાષ્ટ્રના પ્રાચીનતમ વારસાના પ્રતિનિધિ તરીકે છે. આપણા પૂર્વજોના જીવનની અવધારણાના પરિચાયક છે. આ રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતનાના સ્પંદન સમાન છે. તેના વિના રાષ્ટ્ર એક સ્વત્વહીન શરીર જેવું બની જશે.
જેમ કુટુંબમાં કુટુંબના વડાની ફરજ પોતાની પ્રજાને ભૌતિક સાઘન-સંપત્તિથી સદ્ધર બનાવવાની હોય છે તેમ તેને સંસ્કૃતિના સંસ્કારોથી સુસંસ્કૃત બનાવી સમાજને ચરણે એક શ્રેષ્ઠ કૌટુમ્બિક જીવનની ભેટ ઘરવાની પણ રહે છે. શિક્ષણનો હેતુ જ આ દૃષ્ટિકોણમાં સમાયેલો છે. પર્યાપ્ત શિક્ષણ અને સંસ્કાર વગરનાં સંતાન સમાજના મુખારવિંદને કદરૂપું બનાવશે. આ સંતાન કુટુંબની કુળવાન કુખને કદાચ બટ્ટો પણ લગાડશે. ધન-સંપત્તિની દષ્ટિથી સંતાનને ભિખારી છોડવાં સારાં પણ સંસ્કારના મુદ્દે તેમને મોભાદાર સ્થાને પહોંચાડવાની વાલીની પ્રાથમિક વારસાઈ ફરજ છે. આર્થિક સદ્ધરતાની સાથે સંસ્કારનું આ પાસું જો લક્ષ્ય બહાર રહી જશે તો પોતાનું સ્વપ્ન ધુળમાં મળી જશે. સમાજને શ્રેષ્ઠ અને સુખાકારી બનાવવાની એક કાર્યશૈલી સમાપ્ત થઈ જશે. સમાજ-જીવન સ્વાર્થ અને આકાંક્ષાઓની અથડામણોનું એક યુદ્ધ મેદાન જેવું બની જશે.
આ પુસ્તકમાં પ્રસ્તુત વિચારો અને દષ્ટાંતો હજારો વર્ષ પુરાણા સમાજનું ચિત્ર રજુ કરે છે પણ તે ચિંતનમાં સમાવાયેલ વિચારો આજે પણ સમાજની રગ-રગમાં જોવા મળે છે. તેનું કારણ સાંસ્કૃતિક વારસાની આ પરમ્પરા હજુ અવિરત ચાલુ છે. રામાયણ-મહાભારત-પુરાણો અને ઉપનિષદોના ઐતિહાસિક ગ્રંથોમાં જે તત્ત્વજ્ઞાન અને સામાજિક જીવનમૂલ્યોના સંસ્કાર રજુ થયેલા છે; તેનું પેઢી દર પેઢીએ આદાનપ્રદાન આજદિન ચાલતું રહ્યું છે. આ પ્રક્રિયા જો બંધ પડી જશે તો ભાવિ પ્રજા આ મહામુલો વારસો ખોઈ બેસશે. આ વારસાનું સિંચન અને ક્લન એ આજની પેઢીનું મુકરર કર્તવ્ય છે.
એક શ્રેષ્ઠ સંવિધાન સમ્પન સમાજ માટે આ પ્રાચીન સંસ્કૃતિનું ચિંતન જેટલું પુરાતન સમયમાં પ્રાસંગિક હતું; એટલું જ તેનું ઔચિત્ય આજે પણ સમજાય છે. જેમ પારસમણિના સંગથી લોઢું સોનું બની શકે છે. લોઢાને સોનું બનાવવાની