________________
છે ? પતિ કંઈ કહે તે પહેલાં જ વિચારોની સલવામણ છોડી દઈ કાળજા પર પત્થર મૂકો ભારે વિલાપ ના સ્વરોએ દમની બોલી. ‘‘સર્પદંશથી બાળકનું મોત થયું છે. વહાલસોયા શિશુના મોતના સમાચાર સાંભળતાં જ પતિના કાળજાની ધડકન વધી ગઈ. બંને પતિ પત્ની ભારે શોકના આઘાતથી સૂધ બૂધ ખોઈ બેઠ્યાં. વિલાપ ના સ્વરોથી ઘ૨ ગુંજી ઉઠ્યું પડોસીયો ભેગા થઈ ગયા. દિલાસાના સ્વરોથી હવે પછીનું કામ પૂર્ણ કરવા સમજાવવા લાગ્યા. બંને દંપતિએ આઘાતને જીરવી શબનો વિધિવત નિકાલ કરી સ્નાન કરી તૈયાર થયાં. લોકાચારની વિધિ પતી ગઈ. દિવસો ૫૨ દિવસ જેમ વીતતા ગયા તેમ બંને સ્વસ્થ ચિત્ત થવા લાગ્યાં. આ આઘાત સમે તેવો તો ન હતો જ. પરંતુ દિલ પર પત્થર મૂકી ભૂલ્યા સિવાય અન્ય વિકલ્પ પણ શો ?
કહેવાય છે કે શોકનું શમન સમય કરે છે. દિલ ઉપર ના વજ્રાઘાતનું ઔષધ સમય જ છે. શુદ્ધ ચિંતન પણ શોકને દૂર કરે છે. આ બંને સમજદાર અને શુદ્ધ ચિંતનથી ટેવાયેલા હતાં. જન્મ-મરણ, સંબંધ અને રૂણાનુબંધના જ્ઞાનથી તેઓ સંસ્કારિત હતાં. કર્મ બંધનના તત્ત્વજ્ઞાનથી તેમના મન ભરપૂર સિંચાયેલાં હતાં. રૂણાનુબંધથી સંબંધો સર્જાય છે અને સમાપ્ત પણ થાય છે એવી પ્રતીતીથી જ શોક અને દુ:ખ પણ સમાપ્ત થાય છે અને પુન: પ્રસન્નતા મેળવાય છે. પ્રામાણિક પ્રયાસોથી પ્રસન્નચિત્ત પ્રકૃતિ એ જ પરમાત્માનું સ્વરૂપ છે.
એક દિવસ રાત્રે દમનીને પતિસુખ ભોગવવાનું યાદ આવ્યું. પતિના અતિ નિકટ સંપર્કમાં જતાં દમનીએ જોયું તો તેના એક અંગમાંથી દુર્ગંધની વાસ આવી. આ અંગમાંથી પરું આવતું હતું અને તેમાં સડો માલુમ પડ્યો.
દમની પતિના આ દુ:ખનું કારણ સમજી ગઈ. સવાર થયે ગામથી થોડે દૂર વહેતી નદીમાં જઈ અંગની દુર્ગંધ અને પરૂને સાફ ધોઈ સ્નાન કરી આવવા તેણે પતિને સૂચવ્યું. દમનીની સુચનાનુસાર પતિ આ નદીમાં જઈ સ્નાનથી શુદ્ધ થઈ સંધ્યાવંદન કરી મધ્યાન્હે ઘરે પાછો ફર્યો. થોડાક દિવસો સુધી પતિના જીવનનો આ એક ક્રમ બની ગયો.
પતિના દ૨૨ોજના’આ ક્રમથી દમની પ્રસન્ન બની. એક દિવસ ફરી દમનીએ જ્યારે પતિસુખ માટે પ્રયાસ કર્યો તો પતિનું શરી૨ પવિત્ર કાંતિમાન અને રોગમુક્ત માલુમ પડ્યું. દમનીને આ ચમત્કારથી આશ્ચર્ય થયું. આ ચમત્કારનું મૂળ શોધતાં તેને માલુમ પડ્યું કે આ નદી તે કોઈ વહેળો નહીં પણ સરસ્વતીનો જળપ્રવાહ હતો. સરસ્વતીના જળમાં નિત્ય સ્નાનથી આ જળ રોગમુક્ત પણ કરી શકે છે. એવું પ્રતીત થતાં તેને સમજાયું કે પાપકર્મના ફ્ળથી પ્રાપ્ત રોગનાં દુ:ખો દૂર કરવાનું સામર્થ્ય પણ સરસ્વતી જળમાં છે.
૧૫