________________
ગાંધીજીની યોગ સાધનાથી પણ તેઓ પરિચિત હતા. તેઓ તેમની પાસે તે વિદ્યા શીખવાની અપેક્ષાએ જોડાયેલા. એક વાર ગાંધીજીએ તેમને બોલાવ્યા. અને જાજરૂ સાફ કરવાનું કામ બતાવ્યું. આ સગૃહસ્થ એકદમ અચંબામાં મૂકાઈ ગયા. તૂર્તજ ગાંધીજીએ તેમને સાથે રાખી જાજરૂ સફાઈનું કામ પોતે પતાવી દીધું. ગાંધીજીના સહવાસથી આ સગૃહસ્થ યોગ-ધ્યાન તેમજ વૃત્તિનિરોધના જ્ઞાનની સાથે-સાથે હલકાં ગણાતાં કાર્યો ગૌરવભેર કરવા ટેવાઈ ગયા. સારી ટેવોના ચમત્કારિત પરિણામોનું આ એક ઉદાહરણ છે. જે કામ હલકાં ગણાવેલાં છે તે કામો સ્વંય કરી બતાવવાની ટેવ ગાંધીજીની ખાસ વિશિષ્ટતા હતી. મિથ્યાભિમાનને છોડી દઈ સાફસૂફીથી લઈ બુદ્ધિ પરાક્રમના સર્વ કામો કરવાની ટેવ મનુષ્યને મહાનતા મેળવવામાં ઉપયોગી છે.
સુંદર ટેવોના માહાભ્ય બાબત એક અન્ય પ્રાચીન ઉદાહરણ પણ મળે છે. એકવાર પાર્વતીજીએ શિવને પૂછ્યું કે જન્મ-મૃત્યુના ચક્રમાંથી છુટવાનો ઉપાય જો જ્ઞાન જ હોય તો પછી યોગના પુરુષાર્થની શી જરૂર ? શંકરે ઉત્તર આપ્યો કે યુદ્ધમાં લડવા અને વિજય મેળવવા તલવાર કામ આપે છે પણ સૈનિકની વીરતા વિના કેવળ તલવાર પકડવાથી શું વળે. વીરતા અને તલવાર બંને વિજય અપાવે છે, તેમ જ્ઞાન અને યોગ (યોગ ક્રિયાત્મક માર્ગ છે) બંને સાધનોથી જ સફળતા મેળવી શકાય છે. બન્નેની દેવી જોઈએ.
અષ્ટાવક્ર મુનિનું દષ્ટાંત એમ સુચવે છે કે તેમનું સ્વરૂપ જ ઘણું કુરૂપ હતું. સુંદરતાનું નામનિશાન તેમનાં શરીરમાં નહોતું. પરંતુ અષ્ટાવક્રે શરીરને સુંદરતાના પ્રસાધનો વડે સજાવવાની ટેવ પાડવાને બદલે જ્ઞાન દષ્ટિ વિકસાવવાની જે ટેવ પાડેલી તે ટેવને કારણે તેઓ જનકરાજા જેવા સંપત્તિવાન રાજાના દરબારમાં પણ આદરપાત્ર બન્યા હતા. અનેક મૂર્ધન્ય વિદ્વાનોમાં પણ તેઓ તેમનાથી ઉત્તમ વ્યક્તિત્વ દર્શાવી તેઓનું પણ પરાસ્ત માનસ સર્યું હતું. શરીરની સુંદરતાના સાક્ષાત્કાર માટે જુદી જુદી ટેવો પાડવાને બદલે જો જ્ઞાનનું પ્રતિબિંબ પાડી શકાય એવા વ્યક્તિત્વ ઘડતરની ટેવ પાડવામાં આવે તો આલોક અને પરલોક બંનેમાં વિજયનો માર્ગ મોકળો કરી શકાય તેમ છે. અષ્ટાવક્રનું ઉદાહરણ મહત્ત્વપૂર્ણ છે.
ભગવાન કૃષ્ણનું ઉદાહરણ તપાસો. કૃષ્ણ શબ્દ કૃષ ધાતુથી બનેલો છે. કૃષ એટલે ખેંચવું. સમસ્ત જગતને જેણે પોતાના તરફ ખેંચ્યું છે. આકર્ષે છે. તે કૃષ્ણ છે. આ મહાનતા કેવી રીતે મળી ? કૃષ્ણ જે ટેવો જીવનમાં વિક્સાવી તે ટેવોએ જ તેમને આ મહાનતાના શિખરે પહોંચાડેલા છે. કૌરવો અને પાંડવો બને જેમને મહાન ગણતા હતા. તે કૃષ્ણ અર્જુનનો રથ હાંકવા જેવા હલકા કાર્યનું સારથીપણું પણ એક ફરજરૂપે બજાવ્યું. યુધિષ્ઠિરના યજ્ઞમાં બ્રાહ્મણોનાં જન્મેલાં પતરાળાં ઉપાડવા જેવું હલકું કામ પણ નિસંકોચપણે કર્યું. પાંડવોના વિષ્ટીકાર પણ બન્યા. દુર્યોધનના ઘેર સવારથી રાત સુધી વિષ્ટીમાં સમય વિતાવ્યો પણ ભૂખ્યા હોવા છતાંય દૂર્યોધનના