________________
નથી હોતી. પરંતુ વિવેકાનંદે સમાજલક્ષી ટેવ પાડી સમાજને પણ તે જ્ઞાનનો સાક્ષાત્કાર કરાવવા પુરુષાર્થ કરેલો છે. જેના પરિણામે સમસ્ત વિશ્વમાં ભારતીય યોગવિદ્યાએ અદ્ભુત કામણ કરેલું છે. અનેક પ્રખ્યાત વિભૂતિઓએ તે જ્ઞાનને ચરિતાર્થ કરેલું છે.
મહારાણા પ્રતાપ તેમજ માનસિંહ બંને સમકાલિન સમાન સમર્થ પુરુષો હતા. બંનેમાં અજેય બળ હતું. પરંતુ સિદ્ધાંતના ભોગે પણ વૈભવલક્ષી જીવન સ્વીકારવાની ટેવને કારણે માનસિંહે અક્બરની શરણાગતિ સ્વીકારી દેશભક્ત સ્વાભિમાની
શક્તિઓના પરાજયમાં જ પોતાનું બળ ખર્યું હતું. જ્યારે મહારાણા પ્રતાપની ધનસંપત્તિને ઠોકર મારી રાષ્ટ્રીય સ્વમાનને વળગી રહેવાની અણનમ ટેવે મહારાણાને ભિખારી ભલે બનાવ્યા હશે; પરંતુ રાષ્ટ્રના એક અણનમ યોદ્ધાનું મહાન ગૌ૨વ પ્રાપ્ત કરાવેલું છે. માનસિંહની ટેવે તેને સંપત્તિના ઉપભોગનો સ્વામી ભલે બનાવ્યો હશે પરંતુ રાષ્ટ્રીય સમ્માનના ઇતિહાસને પાને સદા કાળ માટે તેતે આદર્શહીન નૃપતિ તરીકે ચિતરાએલ છે.
ગમે તે ભોગે સંપત્તિઓ પ્રાપ્ત કરી જીવન જીવવાની ટેવવાળા અમીચંદોના નામો ઇતિહાસમાં કાળા અક્ષરોથી લખાયા છે ત્યારે ન્યાયોપાર્જિત ધનને પણ રાષ્ટ્રોત્થાનના યજ્ઞમાં સમર્પિત કરનાર ભામાશાને લોકો વંદે છે.
અમાપ બળ હોવા છતાં યૌન વિલાસમાં મસ્ત રહેવાની ટેવને કારણે પૃથ્વીરાજનો ઇતિહાસ સ્હેજ ઝંખવાયો છે પરંતુ યૌન સુખોને ઠોકર મારનાર શિવાજીનો ઇતિહાસ અમર પદને વરેલો છે. સુંદ૨માં સુંદર યુવતિને પણ હાથ લગાડયા સિવાય તેના સ્થાને સમ્માનભેર પહોંચાડનાર શિવાજીને લોકો શિવજીનો અવતાર માને છે. બળ, સંપત્તિ કે શક્તિના સાર્વભોમત્વની પૂજા આ દેશમાં થતી નથી. અહીં તો સદ્ગુણોની ટેવ પૂજાય છે.
સંકલ્પો કરવાની મનની ટેવ પણ એક મહત્ત્વપૂર્ણ ટેવ ગણાય છે. આ માટે પ્રાચીન ઇતિહાસમાંથી એક અનુકરણીય દ્રષ્ટાંત મળી આવે છે. મહાન રાજર્ષિ ખટવાંગે દેવોને યુદ્ધમાં ભારે મદદ કરેલી અને તેમાં દેવોનો વિજય થયેલો. દેવોએ ખટવાંગને વરદાન મેળવવા કહ્યું. ખટવાંગે દેવોને પૂછ્યું કે આવા વરદાનને ભોગવવા આ જગતમાંના મારા આયુષ્યનો કેટલો કાળ બાકી છે ? દેવોએ કહ્યું કે માત્ર એક મુહૂર્ત જ બાકી છે. તૂર્ત જ ખટવાંગે કહ્યું આ એક જ મુહૂર્તમાં મને બ્રહ્માનંદ પ્રાપ્તિનો આનંદ મળે તેવું વરદાન મને આપો. જોયો. ખટવાંગનો સંકલ્પ. બધા જ આનંદોમાં બ્રહ્માનંદની પ્રાપ્તિનું શ્રેષ્ઠ વરદાન તેણે મેળવી લીધું.
મહાત્મા ગાંધીજીની આત્મકથાનો અભ્યાસ કરો તો જણાશે કે ગાંધીજીની ટેવોએ જ તેમને મહાન બનાવ્યા છે. ગાંધીજી શારીરિક શ્રમના હલકાં મનાતાં કાર્યો અને બુદ્ધિના ગૌરવભર્યા કામો વચ્ચે કોઈ પણ પ્રકારની ભેદ દ્રષ્ટિ રાખતા નહોતા. એકવાર તેમના આશ્રમમાં એક બુદ્ધિમાન સજ્જન આવેલા. તેઓ તેમાં જોડાયા.
૬૬