________________
નકશાઓના અભ્યાસ; માનચિત્રોમાંથી પ્રાપ્ત માહિતિયોના સંદર્ભને અનુલક્ષી તૈયા૨ કરાયું છે. આ રેખાચિત્રમાં દર્શાવેલ ગૌરકુંડ, ત્રિજુગીનાથ અને રૂદ્રપ્રયાગના નામો વર્તમાન માનચિત્રોના છે. પુરાણોમાં જે નામો મળી આવે છે. તેમાં સુગંધતીર્થ, ભૂતીશ્વર અને રુદ્રકોટિ બતાવેલાં છે. માહિતિ અને માહાત્મ્ય સંબંધે, નામોના વિવાદને બાજુ પર મૂકવામાં આવે તો સમાનતા આંખે ઊડી આવે છે. ગૌરિકુંડ પણ એક કૂપ છે. સુગંધતીર્થનો ઉલ્લેખ પણ એક કૂપ (કુવો) તરીકે છે. દિશા સંકેત મુજબ કેદારથી તે દક્ષિણે છે. દિશા બાબત પણ સમાનતા છે.
હાલના નકશાઓમાં જે ત્રિજુગીનાથ તરીકે ઓળખાય છે તે સ્થાન પ્રાચીન દિશા સંકેત મુજબ ગૌરીકુંડવી દક્ષિણ-પશ્ચિમમાં જ છે. પુરાણ ગ્રંથોમાં જણાવેલ ભૂતીશ્વરમાં પણ શિવ પ્રાક્ટય અને ભસ્મનું માહાત્મ્ય હાલના ત્રિજુગીનાથના માહાત્મ્યને મળતું છે.
હાલ નકશામાં જે રૂદ્રપ્રયાણ તરીકે ઓળખાય છે. પુરાણમાં તેનું નામ રૂદ્રકોટિ છે. પુરાણ વર્ણનાનુસાર તે ભૂતીશ્વરથી દક્ષિણે પણ છે. પુરાણના ઉલ્લેખો મુજબ અહીંથી જ સરસ્વતી લુપ્ત થઈ કુરૂક્ષેત્રમાં પ્રકટ થાય છે. પૌરાણિક સાહિત્ય અને શ્રૌતકાળના સાહિત્યમાં પણ પ્રકટ-લુપ્ત સરસ્વતીનાં જ વર્ણનો છે.
રેખાચિત્રમાં દર્શાવેલ ૦ સરસ્વતી એ સરસ્વતીનું ઉદગમ સ્થાન છે. આ સ્થળ બદ્રીનાથથી પશ્ચિમ અને કેદારથી પૂર્વમાં ઉર્ધ્વ હિમાલયમાં આવેલું છે. તેનું પૌરાણિક નામ ઉર્નંગ આશ્રમ છે. પિપ્પલાદની તપોભૂમિ છે. અહીંથી એક અશ્વત્થ વૃક્ષ ઉપરથી સરસ્વતી અવતરિત થઈ પશ્ચિમ સાગર તરફ પ્રયાણ કરે છે.
ઉર્વાંગ આશ્રમથી સરસ્વતી લુપ્ત થઈ કેદાર પર આવે છે. ત્યાંથી ગૌરીકુંડ ત્રિજુગીના અને રૂદ્રપ્રયાગને પોતાના જળથી પબાળતી સરસ્વતી ભૂગર્ભ વાહિની બની કુરૂક્ષેત્રમાં પ્રસ્ફુરિત થાય છે.
પ્રાચી સરસ્વતીનાં પાંચ પ્રમુખ તીર્થ
रूद्रावर्ते कुरूक्षेत्रे पुष्करे श्रीस्थलेतथा ।
પ્રભાસે પશ્ચમે થૈ પદ્મ પ્રાચી સરસ્વતી ।। (ભારતે)
પ્રાચી એટલે પૂર્વ દિશામાંથી આવતી નદી એવો અર્થ થાય છે. નદીયોમાં સરસ્વતી માટે જ પ્રાચી શબ્દ વપરાય છે. એવા પૌરાણિક ઉલ્લેખો મળે છે કે હિમાલયમાંથી તેને વિદાય આપવાના સમયે તેની સખિયો ગંગા વગેરે નદીયોએ સરસ્વતીને તેના પ્રાચીના જળમાં મળવાનું વચન આપેલ છે. આ ઉલ્લેખો પ્રમાણે