________________
સરસ્વતીના પ્રાચીના જળોમાં આ નદિયોના સંગમજળનું વિશેષ માહાત્મ્ય સચવાયેલું છે. આ સ્થાનોમાં સરસ્વતીના જળમાં કરાયેલું સ્નાન ત્રિવેણી સંગમ સ્નાનનું ફળ આપે છે.
૦ રૂદ્રકોટિ અર્થાત્ રૂદ્રપ્રયાણ સરસ્વતી નદીનો હિમાલયમાંનો છેલ્લો મુકામ છે. આ રાજ્ય-ઉત્તરપ્રદેશના વિસ્તાર છે. દક્ષ યજ્ઞ ભંગનું સ્થાન છે.
૦ કુરૂક્ષેત્ર પ્રાચી સરસ્વતીનું આ બીજું તીર્થક્ષેત્ર છે. કુરૂ નામના એક બ્રાહ્મણને ભગવાન વિષ્ણુએ દર્શન આપી વિષ્ણુપદની પ્રાપ્તી કરાવેલી છે. તેથી તે બ્રાહ્મણના નામ ઉપરથી આ ભૂમિને કુરૂક્ષેત્ર કહેવામાં આવે છે. કુરૂક્ષેત્રમાં સરસ્વતી સરોવ૨માં પ્રસ્ફુરિત થાય છે. સૂર્ય ગ્રહણ સમયે અહીંની સરસ્વતીમાં સ્નાનનું વિશેષ માહાત્મ્ય છે. પ્રતિ વર્ષ લાખો યાત્રાળુઓ સ્નાનાર્થે અહીં આવે છે. મહાભારતના ઉલ્લેખ મુજબ તેનું ઐતિહાસિક મહત્ત્વ સુપ્રસિદ્ધ છે.
૦ પુષ્કરારણ્ય
કુરૂક્ષેત્રમાંથી પતિયાળાના રણમાં લુપ્ત થયેલી સરસ્વતી ભૂગર્ભ વાહિની બની પુષ્કરારણ્યમાં પ્રવેશ કરે છે. પુષ્કરનો અર્થ નાના સરોવર થાય છે. આ અરણ્ય પુષ્કરિનોનું છે. તેમાં પુષ્કર તરીકે ઓળખાતું પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પ્રાચીન મહત્ત્વ ધરાવે છે. અહિંસ સ્વતી ત્રણ કુંડોમાં પ્રસ્ફુરિત છે. વિશાળ, મધ્યમ અને નાના એવા ત્રણ કુંડોમાં સ્નાનનું માહાત્મ્ય છે. સૃષ્ટિ કર્તા બ્રહ્માજીનું અહીં માહાત્મ્ય છે. તેથી પિતૃતર્પણનું અખિલ ભારતીય કેન્દ્ર છે.
૦ શ્રીસ્થલ
પુષ્કરારણ્યમાંથી આગળ વધી સરસ્વતી અર્બુદારણ્યમાં આવે છે અર્બુદારણ્યમાંથી સરસ્વતી પ્રાચીન તીર્થક્ષેત્ર શ્રીસ્થલમાં વહન કરે છે. અંબિકા વનના ભૂગર્ભ સ્રોતોમાંથી હાલ ગુજરાતમાં તે પ્રવેશ કરે છે. પરંતુ માર્કડેયના પ્રાચીન ઇતિહાસ મુજબ અર્બુદારણ્યથી શ્રીસ્થલ સુધીનો તેનો વિશાળ પ્રવાહ ભૂતલની સપાટી પર વહેતો હતો એવું પ્રતિપાદિત થાય છે. (જુઓ વૃકમુવિક તીર્થ-ઇતિહાસ) આ ઇતિહાસ સરસ્વતીના સળંગ મહાપ્રવાહનું ચિત્ર દર્શાવ છે. આજે પણ સિદ્ધપુરમાં સરસ્વતીનો વિશાળ મહાકાય પ્રવાહ પર તેની પ્રાચીન ભવ્યતાની સાક્ષી આપે છે.
સૃષ્ટિના આદિ ઋષિ કર્દમની આ તપોભૂમિ છે. કપિલ મહામુનિની જન્મભૂમિ