________________
( વિભાગ-૧ )
તીર્થસ્થાનો
૧. ઉર્વગ આશ્રમ હિમાલયમાં આવેલું સરસ્વતી નદીનું આ ઉદ્ગમ સ્થાન છે. પિપ્પલાદની તપોભૂમિ છે. એક અશ્વત્થ વૃક્ષ ઉપરથી આ ભૂમિ પર બ્રહ્મપુત્રી સરસ્વતીનું જળ રૂપે અવતરણ થયેલું છે. પવિત્રમાં પવિત્ર ભૂમિ હિમાલય. વૃક્ષોમાં પવિત્ર વૃક્ષ અશ્વત્થ અને નદીયોમાં શ્રેષ્ઠ પ્રાચીન નદી સરસ્વતી. આ ત્રણેનું સંગમ સ્થળ એટલે ઉર્વગ આશ્રમ.
દેવોના સંકટ નિવારણના શુભ હેતુ પૂર્વક આ સ્થાનમાં અવતરિત સરસ્વતીને પશ્ચિમ સાગર ભણી પ્રસ્થાન કરવાના સમયે વિષ્ણુ સહિત સર્વ દેવો અહીં ઉપસ્થિત થયેલા છે. મંગળ વાજિંત્રોના આનંદ સાથે શ્રીવિષ્ણુએ એક શાન્તકુંભમાં વડવાનલને મૂકી આ શાન્તકુંભ પશ્ચિમસાગરમાં પધરાવવાને સરસવતીની ગોદમાં અર્પણ કર્યો. આ મંગલ પર્વ પ્રસંગે ઉપસ્થિત સર્વ દેવસમુદાય તેમજ સખિ નદીયોની શુભ કામનાઓ સાથે સરસ્વતીએ આ ભૂમિ ઉપરથી અંતર્ધાન થઈ કેદાર શિખર પર પ્રકટ થઈ.
૨. કેદારશિખર હિમાલયનું આ એક ઉચ્ચ શિખર છે. શિવનું નિવાસ સ્થાન છે. આ શિખરે પરમેશ્વર અને પ્રકૃતિ એકરૂપ બની જઈ સોળે કળાઓ સાથે સુરમ્ય વાતાવરણ સર્જ છે. તેના દર્શનથી સ્વર્ગનું દર્શન પણ ફીકું લાગે એવું મહાદેવજીનું આ મનોહર સ્થાન છે. હિમાલયને પૃથ્વી પરનું એક અવર્ણનીય સ્વર્ગ ગણેલું છે. કેદારેશ્વરના નિવાસથી આ શિખરે પવિત્ર માહાભ્ય પ્રાપ્ત કરેલું છે. શંભુના સ્નાન માટે સરસ્વતી અહીં પ્રકટ થઈ શિખરની પવિત્રતાને વિશેષ તીર્થસ્થાન બનાવી દીધું છે. અહીં કેદારેશ્વરનું દર્શન તેમજ સરસ્વતીમાં સ્નાન આલોક અને પરલોકમાં ભોગ તેમજ મોક્ષ આપનાર ગણાયેલ છે.
કેદાર શિખર પર ધ્યાનસ્થ શિવ, શિવની જટામાંથીગંગાસ્રોત, શિવના ભાલ પર ચન્દ્ર, શુભ્ર હિમકણોનું આવરણ, સૂર્ય અને ચન્દ્રના અલૌકિક પ્રકાશનું દર્શન