________________
23. મંત્રોનું જ્ઞાન એ વિદ્યા છે. મર્મનું જ્ઞાન બુદ્ધિમતા સુચવે છે. અને આત્મા સાથેનો તેનો સંબંધ એ સાક્ષાત્કાર છે.
24. શબ્દોને લખી વાંચવા તે સાક્ષરતા છે. શબ્દોના રહસ્યોને ઉકેલવા તે શિક્ષણ છે. અને તેના અર્થો પ્રમાણેનું આચરણ તે સંસ્કાર છે.
25. મન બુદ્ધિથી નહીં પણ સંસ્કારથી વ્યક્ત થાય છે.
26. જે તે વિષયમાં રસપૂર્વક ચિત્તને પરોવવું તેને ધ્યાન કહે છે. સતત અભ્યાસ દ્વારા ધ્યાનમાં દઢ બની શકાય છે. ધ્યાનની સફળતાનો આધાર મનને એકાગ્ર કરવાની શક્તિ પર છે. ધ્યાનના ઉદ્દેશ્યને ધ્યેય કહે છે. ધ્યાનમાં એકાગ્રતાની શક્તિને ધ્યેયનિષ્ઠા કહે છે.
. ભગવાન શબ્દ ભાગ ધાતુ પરથી બનેલો છે. ભગવાનને ઈશ્વર પણ કહે છે. બળ, બુદ્ધિ, પરાક્રમ, સંપત્તિ, પુરુષાર્થ અને સચરિત્ર એ છ શક્તિઓને ‘ભગ’ કહે છે. ઐશ્વર પણ કહે છે.
આ ભગ ધરાવનારને ભગવાનનો અવતાર કહે છે. આ ઐશ્વર્યના માલિકને ઈશ્વર કહે છે.
28. આહાર શરીરનો ખોરાક છે. સ્વાધ્યાય અને સત્સંગ મનનો આહાર છે. સાત્ત્વિક આહારથી શરીરનું બલ, આરોગ્ય અને તેજ વધે છે. જ્યારે સ્વાધ્યાય અને સત્સંગથી મન બુદ્ધિમાન બને છે. 29. મનુષ્ય શરીરથી નહીં પણ સંસ્કારથી દીપે છે. . ૮૦. મલકાઓ અને મૂલવો
- મૌલિક ચિંતન 1. એક સમયે એક બાવાજી એક ઘરના આંગણે આવ્યા. ટહેલ નાંખી. જય સીતારામ. માજી એક ચપટી લોટ આપો. બાવાજી બૂમ પાતા રહ્યા પણ માજી સાંભળે જ નહીં. જયસીતારામની ધૂન ચાલ્યું જ રાખી. છેવટે કંટાળી માજીએ કહ્યું કે મહારાજ આગળ જાઓ આગળ. મહારાજ પણ સાંભળે જ નહીં.
માજી બૂમ પાડી બોલ્યાં કે ““મહારાજ હઠીલા છે” હઠીલા ન થાવ. જાઓ આગળ. મહારાજે કહ્યું કે માજી ભગવાને તમને ઘણું-ઘણું આપ્યું છે. મોટું ઘર છે. મારે તો એક ચપટી લોટ જ જોઈએ છે. તમે શાને હઠીલાં થાઓ છો. નક્કી કરો કે કોણ હઠીળું ? બાવા કે માજી ?
2. એક સમયે બે આંધળા વચ્ચે વાદવિવાદ ચગ્યો. હું સાચો છું તે સાબિત કરવા જોરશોરથી એકબીજાને ભાંડવા લાગ્યા. બંને પોતપોતાનો મત બીજા ઉપર ઠોકી બેસાડવા મથતા હતા. આખરે એકે ખિજાઈને કહ્યું કે “તારું કાળું મ્હોં હું જોવા માગતો નથી.” બીજાએ પણ તૂર્તજ પ્રત્યુત્તર આપ્યો કે “અરે, તું હોજ
(૧૪)