________________
ક્યાં જોઈ શકે છે.” એ શક્તિ તારામાં હોત તો તું તારું ખુદનું હો પણ જોઈ શકત.
વાસ્તવિકતા એ છે કે વાદવિવાદમાં એક બીજાના ભાવોને સમજવા બંને સમર્થ હોય તો લડાઈનો વારો ન આવે.
3. એક પ્રખર સાધુ પોતાના શિષ્યોને સમજાવી રહ્યા હતા. “આ સંસાર નાશવંત છે. તેના સઘળા પદાર્થો પણ નાશવંત છે. આવા નાશવંત પદાર્થોના વિષયમાં આસક્તિ કેળવવી તે મનુષ્યની નબળાઈ છે. આપણે જે કંઈ ખાઈએ છીએ તે ગળામાં ઉતરતાં જ તે શું છે, તેનો સ્વાદ કેવો છે, તેની કંઈ જ ખબર કોઈને પડતી નથી. ગળામાં ઉતર્યા પછી તો તે નાશવંત બને છે. દૂધપાક દૂધપાક રહેતો નથી. સૂકો રોટલો સૂકો રોટલો રહેતો નથી.
દૂધપાક હોય કે રોટલો તેનું સત્વ તો સરખું જ બને છે. થોડું જ બને છે. મળ અધિક વહી જાય છે. મર્યા પછી રાખ પણ બધાની એક સરખી હોય છે. દૂધ કે મેવા આરોગનારની રાખ કંઈ જુદી હોતી નથી. ફક્ત આ બધું મનની માયા છે. મનનો સંસાર છે.”
કેટલાક શિષ્યો આ અમુલ્ય ઉપદેશ સાંભળી એકબીજાના કાન કરડતા હતા કે મહારાજ આ શું બોલે છે ! ભિક્ષા માટે તો કહેવરાવે છે કે આ રાંધજો પેલું રાંધજો.
ત્રીજાએ કહ્યું કે સંસારમાં મોટા ભાગે પરોપદેશે પંડિત્યમ જ હોય છે.
4. એક વખતે બે સન્યાસીઓ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. માર્ગમાં એક નદી હતી. એક સ્ત્રી નદી પાર કરવા ઉતરતાં ઉંડા જળમાં તે તણાવા લાગી. એક સન્યાસીએ તે જોતાં જ નદીમાં કૂદકો મારી તે સ્ત્રીને પકડી બચાવી કિનારે છોડી દીધી.
સ્ત્રીને કિનારે છોડી તેઓ માર્ગ પર આગળ વધ્યા. ઘણું અંતર કાપ્યા પછી બીજા ગામનો સીમાડો દેખાયો. ગામના સીમાડે એક વૃક્ષ નીચે બંને આરામ માટે બેઠયા. બાજુના સન્યાસીએ બીજાને કહ્યું કે સ્ત્રીનો સ્પર્શ કરી તેં એક અધમ કામ કર્યું છે. સન્યાસીથી સ્ત્રીઓનો સ્પર્શ થાય જ નહીં.
પેલાએ હસતાં હસતાં કહ્યું કે મેં તો તેનો સ્પર્શ નદીના પાણીથી તે કિનારા સુધી જ કર્યો છે. તું તે સ્ત્રીને અહીં સુધી તારી સાથે લાવ્યો છે. સ્પર્શ શરીર કરતું નથી પણ હકીક્તમાં તો મન જ કરતું હોય છે.
કોઈ પણ નિષિદ્ધ કર્મોનો ખરેખર સ્પર્શ મનથી જ થતો હોય છે નિંદ્ય છે. બાપ-બેટીને પણ સ્પર્શે છે પણ સ્પર્શનો ભાવ કોઈ કામલોલુપ મનનો નથી હોતો. કોઈપણ કર્મ કઈ વૃત્તિથી કરવામાં આવે છે તે પ્રમાણે તે પ્રવૃત્તિ તેનું ફળ આપે છે.
આ સંદર્ભમાં ઇતિહાસનો એક પ્રસંગ વિચારવા જેવો છે. એક સમયે એક ગોપીએ શ્રીકૃષ્ણને વ્રજમાં પૂછ્યું કે બ્રાહ્મણ જમાડવો હોય તો કોને જમાડવો? શ્રીકૃષ્ણ