________________
સામર્થ્યનાં અનેકોને પારખાં થયેલાં છે. સિદ્ધરાજે બ્રહ્મભારતીનું પારખું લેવા હલાહલ ઝેરનો પ્યાલો નજરાણામાં પીવડાવી એજ નજરાણું બીજા દિવસે પરત મેળવવા પ્રાર્થના કરતાં આ યોગીએ જમણા હાથનો અંગુઠો ચીરી એજ ઝેર મિશ્રિત લોહી રાજાને પરત સુપરત કરેલું. હલાહલ ઝેરને પણ પચાવી જનાર આ યોગી ત્યારથી ઝેરી બાવાના નામે ઓળખાવા લાગ્યા.
બ્રહ્મભારતીના શિષ્ય ભીમભારતી પણ એટલા જ સમર્થ યોગી પુરૂષ હતા. આ દશનામી ગોસ્વામીઓને મઠ બાંધવા અને નિભાવ માટે સિદ્ધરાજે સહાયતા કરેલી છે. આ મઠમાં દશનામી સમ્પ્રદાયનું અન્નક્ષેત્ર પણ છે.
કેવળપુરીની સિદ્ધિઓથી અંજાઈ અહલ્યાબાઈ હોલકરે તેમની સ્મૃતિમાં નદીના પૂર્વ કિનારે કિલ્લેબંધી ઘાટ બનાવેલ છે. જે કેવળપુરીની થળી નામે ઓળખાય છે. . આ ત્રણે સિદ્ધોએ જીવંત સમાધિ લીધેલી છે અને તેમનાં સમાધિ સ્થાનો જે-તે સ્થાનમાં મૌજુદ છે.
ગુર દુઘલીમલા મંડી બજારના ચોકમાં ગુરુ દુધલીમલ નામે ગુરૂ ગોરખનાથ શિષ્ય સમુદાયના એક સિદ્ધ યોગીનું પ્રાચીન સ્થાન આવેલું છે. ઉત્તરમાંથી અહીં આવી અહીં જ વસી
આ ભૂમિને પોતાની તપોભૂમિ બનાવનાર આ યોગીએ અહીં જ દેહોત્સર્ગ કરી નિગરજનો પર યાદગાર સ્મૃતિ બનાવી છે. આજે પણ તેમની સ્મૃતિમાં સમસ્ત નગરજનોના કલ્યાણ માટે થતા હોમ-હવન પ્રતિવર્ષ તેમની સ્મૃતિના સાનિધ્યમાં જ યોજાય છે.
-
*
*
અસાઇત ઠાકર. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં શ્રીસ્થલના જ એક બ્રાહ્મણ પુરૂષે સમસ્ત ગુજરાતની રંગભૂમિના ક્ષેત્રે એક આદ્ય નાટ્યલેખક, અભિનેતા, સંગીતકાર, ઉત્તમ કથાકાર, તેમજ ક્રાન્તિકારી નરરત્નની ભૂમિકા અદા કરી સિદ્ધપુરના ગૌરવને ગુજરાતભરમાં સન્માનિત કર્યું છે. શ્રી અચાયત રાજારામ ઠાકરના નામે ઓળખાતા આ પુરુષની પ્રવૃત્તિઓએ ગુજરાતભરમાં સાહિત્યકલા ક્ષેત્રે તેમની સ્મૃતિ ખડી કરી છે. ગુજરાતમાં અસાયત ઠાકર નાટ્ય સભાની પ્રવૃત્તિયો વિકાસમાન છે.
ઉંઝામાં પટેલ કોમના તેઓ ગોર હતા. એવો ઇતિહાસ મળે છે. કે મુસલમાન બાદશાહના સૂબાનાએ ઉંઝા નજીક પડાવ નાંખેલો તે સમયે એક પટેલની દીકરી ગંગાને સૂબાના સૈનિકો છાવણીમાં ઉઠાવી ગયેલા. આ પટેલે દીકરીને બચાવવા અસામત ગોરને આ વાત કરી અસાયત ઠાકર સીધા જ સુબાના મુકામે સુબાને મળવા પહોંચી ગયા. તેમણે પોતાની મૃત્યુ-સંગીત કલાથી સૂબાને ખુશ-ખુશ કરી દીધો.