________________
તદુપરાંત મુળરાજે સિદ્ધપુર, શિહોર અને ટોળકીયા તરીકે ઓળખાતા બ્રાહ્મણ * પરિવારોને કુલ મળી બસો અઠાવન ગ્રામદાન પણ કરેલાં છે. આ બ્રાહ્મણ પરિવારોના વંશજો આજે પણ પોતાના ગામોમાં ધર્મપ્રચારનો ડંકો સંભાળી દાન-દક્ષિણા મેળવી રહ્યા છે.
રુદ્રમહાલય શ્રીસ્થલના પ્રાચીન મહાલય તીર્થની અનુભૂતિને અનુલક્ષી ગુર્જર નરેશ મહારાજાધિરાજ મુળરાજે સિદ્ધપુરની ભૂમિ પર અગીયાર શિવલિંગો ધરાવતા જુદાજુદા અગીયાર ભવ્ય મંદિરોનો વિશાળ સંકુલ એવો રૂદ્રમહાલય પ્રાસાદ બારમી સદીમાં બંધાવેલ છે. જેમાં વિશાળ સભામંડપો, યજ્ઞશાળાઓ, ધ્યાનખંડો અને હિન્દુ વાસ્તુશિલ્પમાં સમાવેશ તમામ દેવદેવીઓનાં મંદિરોનો સમાવેશ હતો. આ પ્રસંગે ભવ્ય રૂદ્રમહાયાગનું આયોજન પણ થયું હતું. ઉત્તરમાંથી ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણ પરિવારોને રથ, ઘોડા, હાથી અને પાલખીઓ મોકલી સન્માન તેડી લાવી સંતોષપૂર્વક અહીં વસાવવામાં આવ્યા હતા. આ બ્રાહ્મણ પરિવારોમાં બસો સામવેદી, પાંચસો પાંચ યજુર્વેદી તેમજ ત્રણસો બત્રીષ્મ ઋગ્વદના સસ્વર જ્ઞાતા વિદ્વાન ગાયકો હતા. દેશના વિવિધ ભાએમાંથી વિદ્વાનો, સંતો, રાજા-મહારાજારણો અને સમાજનો સર્વસામાન્ય વિશાળ જનસમુદાય પત્થરોમાં રાષ્ટ્રીય કલાકૃતિઓની નમૂનેદાર કોતરણીથી સુશોભિત એવા આ ભવ્ય રૂદ્રમહાલયને નિરખવા સિદ્ધપુરમાં ઉમટી પડ્યો હતો.
કમનસીબે રૂદ્રમહાલયની ભવ્યતાની આ યશોગાથા યવન આક્રમક અલાઉદ્દીન ખિલજીને કાને અથડાતાં તેનું ધમધ અસહિષ્ણુ માનસ ઝેરથી ખદબદી ઉડ્યું. અનેક કલાકૃતિઓના પ્રતિક સમાન મંદિરોની રાષ્ટ્રીય ધરોહર (સંપત્તિ)ને તોડી પાડનાર આ આક્રમકે લગભગ તેરમી સદીમાં તોપના ગોળાઓના ધણધણાટ સાથે ભવ્ય પ્રાસાદને તોડી પડાવ્યો હતો.
તેની ધમધ અસહિષ્ણુતાની ચાડી ખાતા વિવિધ અવશેષો આજે સિદ્ધપુરની ધરતી પર મળી આવે છે. દેશમાં પ્રાણપ્રશ્ન જેવા કોમી વિખવાદનું મૂળ આવા ધર્માધ અંસહિષ્ણુતાના માનસવાળા પરકીય આક્રમકોની કુબુદ્ધિને ફાળે જાય છે. પુરાતત્ત્વ વિશેષજ્ઞોનું સ્પષ્ટ મંતવ્ય છે કે આ આક્રમણને જોરદાર રીતે પડકારી ખાળી શકાયું હોત તો સિદ્ધપુરનો આ રૂદ્રમહાલય વિશ્વના પુરાતત્ત્વ સંશોધકો માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યો હોત.
તેજપૂંજ વ્યક્તિત્વ દર્શન લગભગ બારમી સદીના સિદ્ધોના ઇતિહાસનો રંગ પણ આકર્ષક છે. નદીના પૂર્વ કિનારે જંગલમાં વસતા બ્રહ્મભારતી, ભીમભારતી અને કેવળપુરીની યોગવિદ્યાના