________________
વાડી કહેવાય છે. નદી તરફના દરવાજે મોક્ષ પીંપળો (વૃકમુલિકતીર્થ) આવેલ છે. બજારના રસ્તે સરસ્વતી માતાનું મંદિર છે. બાજુમાં લિંબાચીયા કુળની દેવીનું સ્થાન છે. આગળ જતાં જમણા હાથ તરફનો રસ્તો એક્લક્ષ ગણપતિ મંદિર તરફ જાય છે. આ સ્થાન વિઘ્ન વિનાયક તીર્થ છે. આ એકલક્ષ ગણપતિની સાધના વિશ્વામિત્ર રૂષિએ કરી બ્રાહ્મણત્વનું પદ મેળવ્યું હતું.
ધર્મચકલેથી જમણા હાથ તરફ વહોરવાડામાં છબીલા હનુમાજીનું પ્રાચીન સ્થાન છે. બાજુમાં ભગ્નાવેષ રૂદ્રમહાલયમાં રૂદ્રદેવ બિરાજે છે. દેસાઈ મહાડ પાસે બહુચરા માતાનું પ્રાચીન સ્થાન છે.
શહેરની મધ્યમાં પ્રાચીમાધવ ગોવિંદ માધવનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીમાધવના પ્રાચીન મંદિરની ઝાંખી કરાવે છે. ઉષાકાળની મંગળા આરતીથી શયન આરતી સુધી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉપસ્થિત રહે છે. ગોવિંદ માધવ શ્રીસ્થલના નગર દેવ છે.
બજા૨થી સ્ટેશનને રસ્તે ચોકમાં ગુરુ ઘુંઘલીમલનું સ્થાન છે. દક્ષિણે પંચમુખી હનુમાન, રણછોડરાય, રાધાકૃષ્ણ અને સત્યનારાયણ દેવના પ્રાચીન મંદિરો છે. નિશાલ ચકેલે શ્રીગોવર્ધનરાયજી બિરાજેલા છે. દક્ષિણ તરફ પટેલલોકના માઢમાં સિદ્ધનાથ મહાદેવ, બહાર ઘારંબા માતા, જોષીઓની ખડકી પાસે બ્રહ્માણીમાતા છે. ગોલવાડમાં બાલાજી છે. પત્થર પોળે વટેશ્વર મહાદેવ અને શ્યામજીમંદિર આવે છે. ખિલાતરવાડે આશાપુરા અને મહોલ્લામાં કનકેશ્વરી બિરાજેલ છે. વહેવરવાડા પાસે જાનરેશ્વર છે. વેદવાડામાં અન્નપૂર્ણા, તુલસીપરામાં સિદ્ધેશ્વરી દેવી તેમજ વહેરાઈ મહાડમાં વારાહી માતા, હર્ષિદા માતા તેમજ સહજાનંદ પ્રભુનું શિખરબંધ દેવળ છે.કાળાભટના નાકે માતા ભદ્રકાળી બિરાજે છે.
પસવાદળ પોળથી ખડાલિયા હનુમાનના રસ્તે પ્રથમ શિકોતેર માતા, મૃત્યુજય મહાદેવ, ગુરુનાં પગલાં અને છેલ્લે ખડાલિયા હનુમાનનું પ્રાચીન મંદિર આવેલું
છે.
નદીથી પાછળના રસ્તે દંડિ સન્યાસી પીઠ, પ્રાચીન રોકડીયા હનુમાન, નિલકંઠેશ્વર મહાદેવ, યાગનાથ મહાદેવ, મંડિબજારના રસ્તે વચ્ચે વારુણી માતા, ખોડિયાર માતા, તુળજાભવાની દેવી, બ્રહ્મપોળમાં કાશીવિશ્વનાથ અને ગોવિંદમાધવ માઢમાં લક્ષ્મીજીનું મંદિર આવેલું છે.
ઉપલી શેરીમાં આશાપુરા, ક્લ્યાણરાય, વિઠ્ઠલેશ્વર, બુધેશ્વર, ફુલવાડી માતા અને લક્ષ્મીપોળમાં લક્ષ્મી નારાયણનું પ્રાચીન મંદિર છે. બાજુમાં શીતલા માતાનું સ્થાન છે.
બ્રાહ્મણ જ્ઞાતિની અંબાવાડીમાં અંબાજી માતાનું ભવ્ય મંદિર, ભવાનીશંકર મહાદેવ અને હનુમાનજીનાં મંદિરો છે. અંબાવાડીની દક્ષિણ પછી તે પાતાલેશ્વર મહાદેવ અને બટુક ભૈરવનાં મંદિરો આવેલાં છે.
૧૩૬