________________
સાધના માટે ઇચ્છુક સાધકોને કુટીર-વ્યવસ્થાનું આયોજન પણ ધ્યાનાકર્ષક પ્રવૃત્તિ બની છે.
20. શ્રીરામજી મંદિરના પ્રયાસોથી યુવકો દ્વારા સેવાનુલક્ષી ચાલી રહેલી પ્રવૃત્તિઓ પણ શહેરના ગૌરવને વિકસાવવામાં મહત્ત્વનું યોગદાન કરી રહી છે. 21. શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડવા માટે નગરપાલિકા દ્વારા પણ પ્રાથમિક શાળાઓનું સંચાલન થઈ રહ્યું છે.
22. શ્રીસ્થલ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનું સંચાલન પણ શિક્ષાર્થીઓમાં અંગ્રેજી ભાષા સાથેનું જ્ઞાન ઉપલબ્ધ કરાવવા પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યું છે.
23. શ્રીબ્રહ્માન્ડેશ્વર, શ્રીવાલકેશ્વર તેમજ શ્રીહિંગળાજ માતાના નદીના પૂર્વ વિભાગના સ્થાનોને વિકસાવવા પણ સહિયારા પ્રયાસથી અનેક યુવકો કાર્યશીલ છે. 24. રક્તદાન તેમજ ચક્ષુદાનના ક્ષેત્રે કામ કરી રહેલા સંઘટનોની સેવા ભાવના પણ શહેરમાં અનેકવિધ પ્રવૃત્તિયો ચલાવે છે.
25. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પરિવાર દ્વારા ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ પણ નગરના ઉત્કર્ષ માટે સરાહનીય ભૂમિકા ભજવે છે.
26. બિન્દુસરોવર રોડ ઉપર વૃક્ષ ઉછેર માટે સતત કાર્યશીલ સ્વર્ગે. નાનાલાલ ભટની સેવાઓથી આ માર્ગ રમણીય બનેલો છે.
૮૩. નગરનાં દર્શનીય દેવસ્થાનો
નદીના પશ્ચિમ કિનારે માધુઘાટ તેમ જ સામેજ બ્રહ્માન્ડેશ્વર મહાદેવનું પ્રાચીન બાણ આવેલું છે. સમીપમાં વાલબિલ્વેશ્વર મહાદેવ બિરાજેલા છે. બ્રહ્માન્ડેશ્વરથી ઉત્તર-પશ્ચિમમાં બે માઈલ દૂર અરવડેશ્વર તીર્થ આવેલું છે. પાકો રસ્તો છે. શ્રી દેવશંક૨ ગુરુ મહારાજની તે તપોભૂમિ છે. બાજુમાં જ સાધકો માટે કુટીરની વ્યવસ્થા ધરાવતી તુલસીદેવ તપોભૂમિની જગ્યા આવેલી છે. અરવડેશ્વરમાં પણ સાધક રહી શકે તેવી વ્યવસ્થા છે. ત્યાંથી નદીના ઉત્તર તટે ચમ્પકેશ્વર મહાદેવનું તીર્થ સ્થાન છે.
બ્રહ્માન્ડેશ્વરની ઉત્તરે નદી કાંઠે શ્રીહિંગળાજ માતાનું સ્થાન છે. શ્રી મોતીરામ ગુરુની તપોભૂમિ છે. નિરવ અને મનોહર જગ્યા છે.
બ્રહ્માડેશ્વરથી દક્ષિણ તરફ નદીમાંથી જ એક રસ્તો શ્રીસહસ્રકલા માતાના સ્થાને જાય છે.
પ્રાચીન શક્તિપીઠ છે. વચ્ચે કેવળપરીની થળીમાં કાળભૈરવનું સ્થાન છે. નગર તરફના પશ્ચિમ કિનારે સતિનાં દેરાં, ભૂતનાથ મહાદેવ, માધુઘાટ ઉ૫૨ હાટકેશ્વર મહાદેવ તેમજ સિદ્ધનાથ મહાદેવનાં પુરાણા સ્થાનો છે. બાવાજીની વાડીના નામે ઓળખાતા સ્થાનમાં સિદ્ધનાથ મહાદેવનું ભવ્ય મંદિર છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર વડોદરા રાજ્ય તરફથી બાબાજી નામના એક પ્રધાને કરેલો હોઈ બાબાજીની
૧૩૫૫