________________
વૃક્ષનો (પીંપળો) જ્યાં સંયોગ રચાતો હોય, જ્યાં સરસ્વતી પૂર્વમાંથી વહન કરતી હોય, તે તીર્થમાં સરસ્વતીના જળમાં કરાયેલું સ્નાન, દાન અને ધર્મકર્મ વિશેષ પુણ્યદાયી ગણાવેલું છે.
દેવોના સંકટ નિવારણ માટે હિમાલયના એક અશ્વત્થ વૃક્ષ પરથી એક વિશાળ નદીના રૂપમાં અવતરિત થઈ બ્રહ્મપુત્રી સરસ્વતી વડવાનલને ગોદમાં લઈ જ્યારે પશ્ચિમ સાગર ભણી પ્રયાણ માટે તૈયાર થઈ ત્યારે આ વિદાયવેળાએ સખીઓએ તેને પ્રાચીના જળમાં મળવાનું વચન આપેલું છે. તેથી અહીં પવિત્ર નદિયોના સંગમ જળમાં સ્નાન કર્યાનો વિશષ લાભ મળે છે.
શ્રીસ્થલમાં પ્રાચી સરસ્વતી છે. સરસ્વતીના જળ સાથે અશ્વત્થ વૃક્ષનો સંયોગ પણ રચાયેલો છે. અહીં વૃકમુલિક તીર્થ મોક્ષ પીંપળા તરીકે પુરાણ પ્રસિદ્ધ સ્થળ છે.
સરસ્વતીના ગુણગાન ગાતા મંત્રો અનેક છે. જેમ કે
रुदावर्ते कुरुक्षेत्रे पुष्करे श्रीस्थले तथा 1 प्रभासे पञ्चमे तीर्थे पञ्चप्राची सरस्वती ॥ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કહે છે. યજુર્વેદમાં કહેવાયું છે, अम्बितमे नदी तमे देवीतमे सरस्वती 1 अप्रशस्त इव स्मसि प्रशिस्तिम्ब नस्कृधि ॥ पच्चनघः सरस्वतीमपियंति सस्त्रोतसः I
सरस्वती तु पञ्चघासो देशे
ઘણા બધા પ્રાચીન ગ્રંથોમાં પણ સરસ્વતીનું માહાત્મ્ય મુક્ત કંઠે ગવાયેલું છે. સરસ્વતીના કિનારે વૈદિક સંસ્કૃતિના વિકાસનો ઇતિહાસ રચાયેલો છે. સિદ્ધપુર નગર પણ પ્રાચીન વૈદિક સંસ્કૃતિના પ્રતિક સમાન એક પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. ગુજરાતમાં વૈદિક સંસ્કૃતિના વિકાસમાં આ નગરનો પ્રાચીન ઇતિહાસ એક અદ્વિતીય ઉદાહરણ તરીકે સુપ્રસિદ્ધ છે.
ભવત્પતિ: ।। (યુજુર્વેદ)
પણ મનમાં સવાલ ઉપસ્થિત થતો હશે કે જે વૈદિક સંસ્કૃતિની સરસ્વતીના મહાન ગુણગાન ગવાએલાં છે તે સરસ્વતી આ સરસ્વતી જ છે ? આ સવાલ ઉત્પન્ન થવાનું કારણ એટલા માટે છે કે હિમાલયથી પ્રભાસક્ષેત્ર સુધીનો અસ્ખલિત ધરતી ૫૨ વહેતો સરસ્વતી પ્રવાહ આજે દેખાતો નથી. સરસ્વતીની ઉત્પત્તિ અંગેનો પુરાણ મત પણ આવા ધરતી પર વહેતા સતત પ્રવાહનો નથી. પરંતુ આ બે કારણોસર
આ સરસ્વતી નથી એવું માનવું તર્ક પૂર્ણ કે વૈજ્ઞાનિક પણ નથી. વૈજ્ઞાનિક મત તો એવું કહે છે કે ધરતી ઉપર વહેતી નદી તે જેમ નદી છે તેમ ભૂગર્ભમાં પ્રસ્ત્રવણ