________________
કરતા જલસ્રોતો પણ નદી તરીકે ભૂગર્ભમાં સદાય વહેતાં જ રહે છે. આ જલસ્રોતો ભૂગર્ભમાં વહેતા વહેતા કોઈ કોઈવાર કુવા-વાવ-જલસ્રોત તેમજ સરોવરોમાં ભૂગર્ભમાંથી પ્રફુરિત થઈ તેમાં પ્રકટ થતાં જ હોય છે. કોઈ પણ જલસ્રોત ભૂગર્ભમાંથી જ્યારે ધરતીની સપાટી પર દેખાવ દે છે ત્યારે તેનું નામાભિધાન થાય
પ્રાચીન પુરાણગ્રંથોનો મત પણ આ વાતનું સમર્થન કરે છે. તેથી પુરાણોમાં ઉલ્લેખિત સરસ્વતી અંગેના ખ્યાલોને એટલા માટે અવાજિબ ન માની શકાય કે તે સરસ્વતીના પ્રવાહો ધરતી પર અસ્મલિત વહેતા નથી.
અનેક બૌદ્ધિક વિચારકો શંકાઓ કરે છે કે હિમાલયમાંથી લુપ્ત સરસ્વતી કુરુક્ષેત્રમાં કેવી રીતે આવી ? કુરુક્ષેત્રમાંથી લુપ્ત તે રાજપુતાનામાં કેવી રીતે આવી ? રાજપુતાનામાંથી લુપ્ત સરસ્વતી મસપ્રદેશમાં કેવી રીતે આવી, અને મરપ્રદેશમાંથઈ તે અર્બુદારણ્યમાં કેવી રીતે આવી ? અબ્દારણ્યમાંથી તે ગુજરાતના અંબિકા વનમાં કેવી રીતે આવી ? અમ્બિકા વનમાંથી સિદ્ધપુર થઈ વહેતી સરસ્વતી કચ્છના રણમાં લુપ્ત થઈ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી વહેતી પ્રભાસમાં કેવી રીતે પ્રકટ થઈ ?
હાલની ભૂસ્તરીય રચના અને ભુગોળને ધ્યાનમાં લેતાં આવા પ્રશ્નો મનમાં ઉદ્દભવે તે સ્વાભાવિક છે. પરંતુ જે તે કાળની પૂર્વ ભૂસ્તરીય રચનાની ભૂગોળનો અભ્યાસ કરવાથી તર્કપૂર્ણ સમાધાન મળી રહે તેમ છે. ભૂગોળ સાથે ઇતિહાસ પણ જોડાય છે. બન્નેના સંકલિત અધ્યયનથી પૌરાણિક નિષ્કર્ષ સમજી શકાય છે.
રાજસ્થાનની ધરતી પર ભૂગર્ભ જળસ્રોતોના વૈજ્ઞાનિક સંશોધનોથી ભૂગર્ભમાં સંગ્રહિત સરસ્વતીના વિશાળ જળભંડારોની હકિકતો હમણાં જ પ્રકાશમાં આવી છે. આ હકીકતો સ્વયં સ્પષ્ટ કરે છે કે કુરુક્ષેત્રમાંથી લુપ્ત સરસ્વતી પ્રવાહો રાજપૂતાનાની ધરતીમાં સન્નિહિત છે. પુરાણોમાં રૂદ્રાવર્ત, કુરુક્ષેત્ર, પુષ્કર અને શ્રીસ્થલ તેમજ પ્રભાસ આ પાંચ તીર્થો સરસ્વતીના પ્રમુખ તીર્થો તરીકે વર્ણાયેલાં છે. તે માટે ઘણા મંત્રો છે.
શ્રીસ્થલ વૈદિક સંસ્કૃતિનું એક અતિપ્રાચીન કેન્દ્ર છે અને અહીંની સરસ્વતી વૈદિક સરસ્વતીના પ્રવાહ માર્ગનો એક અંતર્ગત હિસ્સો છે.
બિન્દુસરોવર શ્રીસ્થલ જેમ વૈદિક સંસ્કૃતિના તેમજ પ્રાચી સરસ્વતીના કેન્દ્ર તરીકે પુરાણોમાં સુપ્રસિદ્ધ છે તેમ કર્દમના તપ અને તપથી પ્રસન્ન ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુથી બનેલ બિન્દુસરોવર માટે પણ પુરાણોમાં સુવિખ્યાત છે. હા એક બિન્દુસરોવરનું વર્ણન હિમાલયમાં હોવાનું કેટલાક પ્રાચીન ગ્રંથોમાં જણાવેલું છે પરંતુ તેની સાથે કર્દમદેવહુતિ-કપિલ અને વિષ્ણુનો ઇતિહાસ સંકળાયેલો હોવાના કોઈ ઉલ્લેખ નથી. આ