________________
તેમ છે. શ્રીસ્થલ સરસ્વતી દર્શનનું રેખાચિત્ર તો સિદ્ધપુરના સરસ્વતી કિનારા અંગેની વિસ્તૃત માહિતી સાથેનું ચિત્ર સમજાવે છે.
રેખાચિત્રો અંગેની લેખકની કલમ આગવી મૌલિક સુઝબૂઝનું પ્રતિબિંબ પાડે છે.
પવિત્ર સરસ્વતીના તીર્થ તેમજ શ્રીસ્થલની પ્રાચીન ભવ્યતા અને મહાનતા માટે આ ગ્રંથની માહિતી આપણને ભાવવિભોર બનાવે છે. મહામોલું માર્ગદર્શન આપે છે. ટૂંકમાં તન-મન અને ધનથી તૈયાર થયેલા આ ગ્રંથના કર્તા શ્રી ગજાનનભાઈ દવેને હાર્દિક ધન્યવાદ.
કનુભાઈ વી. ઠાકર વારાહીનો માઢ
એમ. એ. બી. એ. એલ. એલ. બી. સિદ્ધપુર
સિનિ. એચ. એચ. એસ. તા. 1-2-97
પ્રમુખ સાહિત્ય સ્કુલ, સિદ્ધપુર