________________
એક વિહંગાવલોકન
કનુભાઈ વી. ઠાકર
પ્રમુખ
સાહિત્યવર્તુલ, સિદ્ધપુર સરસ્વતીની ગરિમા” એ નામે વિવેચનાત્મક ઐતિહાસિક ગ્રંથની હસ્તપ્રત વાંચવાના મળી. પવિત્ર તીર્થભૂમિ સિદ્ધપુર, તેની ભૂતકાલીન યશસ્વી પાવિત્ર્ય તથા માતૃગયો ક્ષેત્ર તરીકે હિન્દુઓમાં હૃદયાંતિ છે આ તેમજ ક્ષેત્રના પૌરાણિક અને સાંપ્રત સ્થાન સ્થિતીઓનું માહાભ્યપૂર્ણ વર્ણનથી તીર્થોના પરિચય કરાવતાં લેખકે આપણને સત્ય અને તથ્યનાં દર્શન કરાવ્યાં છે.
વર્તમાન શહેર સિદ્ધપુરનો સત્યયુગ સમયનો પૌરાણિક ઉલ્લેખ આપતાં લેખકે અત્રેના તપોનિધિ બ્રહ્મર્ષિઓનો પુણ્ય પ્રકાશ ફેલાવ્યો છે. અહીંની પૂજ્ય દેવશંકર બાપાની તપોભૂમિ, રૂદ્રમાળ ગાથા, ગંગા તૂલ્ય સરસ્વતીની ઉત્પત્તિ અને તેનું માહાસ્ય, શ્રીગોવિંદ માઘવરાયની પ્રતિમાસિદ્ધ, માઘવ તીર્થ, વૃકમુલિક તીર્થ, પિંડતારક તીર્થ, મહાલય તીર્થ, અશ્વતીર્થ વાલ્યુબિલેશ્વરતીર્થ, એક હાર, બિન્દુતીર્થ ઇત્યાદિ સ્વર્ગીય સ્થળોનાં દિવ્ય દર્શન આપતો ચિતાર અત્યંત પ્રશસ્ય છે.
વડોદરાના શ્રીમંત ગાયકવાડ મહારાજાના મિત્રના નાતે દવે પ્રાણનાથ મંગળજી અત્રેના ખાનદાન પરિવારના વિદ્વાન વિપ્ર હતા, તેમની કુળગંગાના વારસ શ્રી ગજાનનભાઈ દવેની કલમે અંક્તિ આ વિવેચન ગ્રંથ સાચે જ માહિતી સભર અને વાચ્ય છે. રોચ્ચ છે.
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શુન્યમાં શબ્દ થઈ વેદ ભાસે, આમ આ ગ્રંથસ્થ માહિતી ભવાટવીથી દેવભૂમિનો સબળ સેતુ પ્રત્યક્ષ કરી શકે છે એવી મને પ્રતિતી થઈ છે. આ હસ્તપ્રત સાવધાનીથી વાંચતા હું તદ્રુપ થઈ ગયો હતો.
મને લાગે છે કે લેખકશ્રીએ કઠિન પરિશ્રમ કરી નૈષ્ઠિક પુરૂષાર્થને પ્રત્યક્ષ કરી વાચક વર્ગને પ્રેરક, પોષક અને દીર્ઘજીવી ખ્યાલો પેશ કર્યા છે. ભાષા અસંદિગ્ધ, ઐત્રિક અને પ્રવાહી છે. મનનીય ચિંતન અને સ્મરણીય ગ્રંથની ઉણપ પૂર્ણ કરવા આ ગ્રંથ સક્ષમ છે.
લેખકશ્રીએ પૌરાણિક મહત્ત્વની સાથે સાથે સિદ્ધપુરની સાંપ્રત પરિસ્થિતિનું પણ હૂબહૂ નિરીક્ષણ આપ્યું છે. જે આ ભૂમિના દર્શક તરીકે ભોમિયાનું કર્તવ્ય અદા કરવામાં મદદગાર બનશે.
પુસ્તક સાથે જોડેલ રેખાચિત્રો તેમજ સરસ્વતીના પ્રવાહ માર્ગ અંગેના શબ્દચિત્ર આધારિત નકશાઓ પણ આ પુસ્તકના હાર્દને સમજવા ઉપયોગી બને