________________
આજે શ્રેષ્ઠતાનું મુલ્યાંકન બદલાઈ ગયું છે. ડીગ્રી સંપાદન શ્રેષ્ઠતાનું સ્થાન લઈ રહ્યુ છે. જ્ઞાન સંપાદન નિરસ બની રહ્યું છે. સારા આચરણ કરતાં પૈસાનો વૈભવ અને ઠાઠમાઠની માનસિકતા લોકમાનસમાં ઘર કરી રહી છે. કુશળ કારીગરીઓમાં પ્રવીણતા કેળવવાને બદલે ઊંચા પગારોના પ્રલોભનોમાં નોકરીની માનસિક્તા વ્યાપક બની રહી છે. નોકરીમાં પણ કામના મહત્વને બદલે ધન વધુ મેળવવાની માનસિક્તા વધુ કેળવાઈ રહી છે. યુવાન વર્ગ આ વૃત્તિપ્રવૃત્તિઓનો શિકાર બનતો જાય છે.
આચરણથી વ્યક્તિના મનનું પ્રદર્શન થાય છે. મનુષ્ય વિચાર અને વાણી દ્વારા અભિવ્યક્તિની બેવડી શક્તિઓનું સામર્થ્ય ધરાવતો હોઈ વાણીથી તેની બૌદ્ધિક ક્ષમતા તો પરખાય છે પણ આચરણવિહીન કેવળ બૌદ્ધિક પ્રતિભા તેના વ્યક્તિત્વને ઉજાળી શકતી નથી. આ પ્રકારની બૌદ્ધિક પ્રતિભાને વાણી વિલાસના વિષય તરીકે લોકો ઓળખે છે.
મનોવિજ્ઞાન શાસ્ત્રનું એવું મંતવ્ય છે કે ઉચ્ચતમ વિચારોના સંસ્કાર મન પર છવાયેલા હોવા છતાં વાણી અને વ્યવહારના અંતરનું કારણ મનુષ્યની વિશેષ બૌદ્ધિક શક્તિઓમાં છુપાયેલું છે. મનુષ્યની વિકસિત બૌદ્ધિક પ્રતિભાએ તેને અન્ય પ્રાણી કરતાં જુદો નિર્માણ કર્યો છે. અન્ય પ્રાણીઓ તેમના આંતર મનને છુપાવી વિરોધાભાસી વ્યવહાર કરી શકતા નથી. તેમની સ્થિતિ પ્રમાણે તેમને આવું બૌદ્ધિક પ્રશિક્ષણ મળતું પણ નથી. તેમને જરૂર પણ નથી. જ્યારે મનુષ્યને ગમે તેવો વ્યવહાર કરવા છતાંય સારાપણું પ્રકટ કરવું છે અને શ્રેષ્ઠ દેખાવું છે. આ લક્ષ્ય માટે વાણીવિલાસ મનુષ્યને સહાયક બને છે. વાણી વિલાસમાં વપરાતું જુઠનું તત્ત્વ મનુષ્યની આ માનસિકતાનું પ્રતિબિમ્બ પાડે છે.
મનુષ્ય ઘણીવાર આવા આંતરમનને સંતાડી વાણી દ્વારા વિરોધાભાસી આભાસ ઉત્પન્ન કરી શકે છે. પરંતુ જુઠનો આ પરપોટો જેવો ઉત્પન્ન થાય છે. તેવા સમાપ્ત પણ થઈ જાય છે.
પશુઓમાં પણ મન છે. પરંતુ મનને છુપાવી વિરોધાભાસી રીતે વ્યક્ત કરવાનું કળા કૌશલ્ય નથી. દા.ત. કુતરૂં જ્યારે કરડવાનો વિચાર કરે છે ત્યારે કરડવાનો જ ઉદ્યમ કરે છે. કરડવાનો વિચાર મનમાં છુપાવી રાખી પુંછડી પટપટાવી પ્રસન્નતાની અભિવ્યક્તિ કરવાનું કલાકૌશલ્ય તેનામાં વિકસેલું જ નથી. પ્રસન્નતા અને રોષ બંને પ્રાણીઓ વ્યક્ત કરી શકે છે પણ તેમની માનસિક્તામાં વિરોધાભાસી પણું સર્જી શક્તાં નથી.
મનોવિજ્ઞાન શાસ્ત્રમાં મનુષ્યની આ કલાકૌશલ્ય પ્રાપ્તની શક્તિને દંભ નામ આપવામાં આવે છે. આ દંભની શક્તિથી મનુષ્યની પ્રતિભા પણ પરિવર્તીત દેખાય છે. દાંભિક આડંબર ઝાઝો સમય જળવાતો નથી. '
આ તો દાંભિક આચરણ ઉત્પન્ન કરવાની વાત થઈ પરંતુ તે એક સમાન