________________
દેહ ભોગ અને મોક્ષ બંને લક્ષ્યાંકોનો અધિકારી છે. જ્યારે અન્ય યોનિયો ફક્ત ભોગ યોનિયો છે.
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે એટલા માટે સામાજિક પ્રાણી ગણાય છે કે તે સામાજિક સંવિધાનની રૂએ જીવવાનું શિક્ષણ ધરાવે છે. આ શિક્ષણ અનુસાર તે પોતાનો જીવનક્રમ ગોઠવે છે. તે સમાજમાંથી હૂંફ મેળવે છે અને અન્યોનો મલાજો. તે જાળવે છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન અંગેના જ્ઞાનના સંસ્કાર તો સર્વગ્રાહી છે. પરંતુ મનુષ્ય જે સામાજિક જ્ઞાનનો વારસો સ્વીકારેલ છે; તેની લક્ષ્મણ રેખા છોડી તે જો અન્ય પ્રાણિયોની જેમ સ્વેચ્છાચારથી ભોગનો આશ્રય લેવા માંડે તો તેનું સામાજિક મુલ્ય ખતમ થઈ જશે. તેની શૈક્ષણિક ક્ષમતા સમાપ્ત થઈ જતાં તે પશુ શ્રેણીમાં આવી જશે.
- સામાન્ય રીતે સામાન્ય જનમાનસ તત્વબોઘના સાક્ષાત્કાર માટે ક્ષમતા રહિત હોય છે. તત્ત્વબોધને સમજવા તત્વચિંતનની આવશ્યકતા રહે છે. તત્વચિંતન માટે બુદ્ધિની સુક્ષ્મતમ ચેતનાનું સ્કુરણ જરૂરી છે. બુદ્ધિની સુક્ષ્મતમ ચેતનાનું ફુરણ ત્યારે જ સંભવ બને છે; જ્યારે બર્ણિમુખ મન અંતર્મુખ બને છે. આ માટે નિરૂપિત તપ અને સાધનાનું શિક્ષણ જરૂરી બને છે. અષ્ટાંગ યોગ દર્શન એ એક શૈક્ષણિક પ્રક્રિયા છે. તેના દસ યમ અને દસ નિયમોવાળું જીવનદર્શન યોગમાર્ગનું પ્રથમ સોપાન છે. ઉત્તરોત્તર સોપાન સર કરવાથી જીવ સ્વયં શિવમાં સ્વરૂપાન્તર પામે છે. શિવ યોગમાર્ગના આદ્ય પ્રવર્તક છે. .
પૌરાણિક સાહિત્ય કેવળ ધર્મગ્રંથો નથી. તે શ્રેણીમાં તેમને મૂકી શકાય તેમ પણ નથી. કારણ તેમાં ધર્મ સાથે સંકલિત સદાચાર તેમજ સ્વેચ્છાચાર બંને ઐતિહાસિક ઘટનાઓની રજુઆત છે. તેની ઐતિહાસિક સચ્ચાઈનો આ પ્રમાણસિદ્ધ રણકો છે.
પૌરાણિક સાહિત્યને સમજવા ઇતિહાસ અંગેના પાશ્ચાત્ય દૃષ્ટિકોણ ને બાજુ પર રાખી તેના ઐતિહાસિક મુલ્યોની મુલવણી કરવી પડશે. પુરાણકાલિન પરિસ્થિતિયોના સંદર્ભને ધ્યાનમાં લેતાં એ વાત સમજાશે કે પુરાણકારોએ જીવનદર્શનના શિક્ષણ કાજે ઇતિહાસને લક્ષ્ય બનાવ્યો છે. શિક્ષણ અને સંસ્કારને જો લક્ષ્યપૂર્તિનું સાધન સ્વીકારવામાં આવે તો ઇતિહાસમાં પ્રસંગોનું પ્રાધાન્ય જ મહત્ત્વપૂર્ણ લેખાશે. પુરાણોકત ઇતિહાસમાં આ લક્ષ્ય અને શૈલીનું અનુશિલન જોવા મળે છે.
જેમ ધાન્યની ઇચ્છાવાળો બુદ્ધિમાન ફસલમાંના પરાળને છોડી દઈ ધાન્યના ભાગને જ ગ્રહણ કરે છે તેમ જીવનદર્શનના ઘડતર માટેના ઉદ્દેશ્ય પુરત્સર રચાયેલા પૌરાણિક ઇતિહાસના ગ્રંથોમાં પ્રસંગોના નિરૂપણને જ પ્રાધાન્ય મળેલું છે. સમય નિર્ધારણ અને નિરૂપણ માટે પુરાણકાલિન પ્રચલિત યુગ સંકલ્પના આધરિત અધિષ્ઠાનને તેમાં અપનાવેલું છે. ઈસવીસન પૂર્વેના પાશ્ચાત્ય ઐતિહાસિક તથ્યો અંગેની માહિતીઓ માટે પણ આવું ધોરણ અપનાવેલ છે.
ઇતિહાસ લેખન સંબંધે પ્રાચીનતમ કાળથી પ્રચલિત આ ભારતીય પ્રણાલિકા છે.