________________
પંડિત નરહરિ શાસ્ત્રી વેદાચાર્ય રાષ્ટ્રસમ્માનિત પંડિત પદવીઘર, કાવ્યપુરાણ વેદ મીમાંસા તીર્થ, સંસ્કાર સદન, તરવાડી માઢ,
સિદ્ધપુર (ઉ.ગુ.) 384151 मंगलं दिसतु नः सरस्वती
संमति पत्रम વૈદિક કાળથી પ્રારંભિત પુણ્યસલિલા સરસ્વતી નદી દેશની પ્રમુખ નદિઓમાં શ્રેષ્ઠ મનાયેલી છે. શ્રોતકાળમાં કાર્ડ બ્રાહ્મણ તેમજ જૈમિનીય બ્રાહ્મણ ગ્રંથોમાં તેના લુપ્ત અને પ્રાદુર્ભાવના સ્થાનો માટે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
જ્યાંથી તે પ્રકટ થાય છે તે સ્થળને પ્લેક્ષ પ્રસવણ કહે છે. જ્યાં લુપ્ત થાય છે તેને વિનશન તીર્થ કહે છે. માતા સરસ્વતીનું વર્ણન વેદ પુરાણ અને બ્રાહ્મણ ગ્રંથોમાં અનેક સ્થાનો પર મળે છે. ઋગ્વદમાં : મલ્પિત્તમે નવી મે તેવી તમે સરસ્વતી |
अप्रसिस्ताइवस्मासि प्रशस्तिब नस्कृधि । યજુર્વેદમાં : પન્વના: સરસ્વતીમપિયંતિ સ્ત્રોત: |
सरस्वती तू पच्चघासोदेशे भवत्सरितः ॥ ઉત્પત્તિ માહાભ્ય અંગે નિર્દોષ છે કે :
દધિચી - સુભદ્રાપુત્ર પિપ્લાદે જ્યારે માતાને પોતાના પિતા અંગે પુછેલું ત્યારે દેવકાર્ય માટે દધિચીના દેહોત્સર્ગનો પ્રસંગ સાંભળતાજ પિપ્લાદે દેવોના નાશ માટે તપ કરી વડવાનલ ઉત્પન્ન કરેલો. આ વડવાનલે વિષ્ણુની સલાહને અનુલક્ષી દેવામાં સર્વપ્રથમ દેવ જળદેવને ભક્ષ બનાવવા સાગર સુધી પહોંચવાના થાન તરીકે કુમારિકાની પસંદગી કરી.
આ કુમારિકા એજ બ્રહ્મપુત્રી સરસ્વતી.
વડવાનલ દ્વારા થતા દાહ શમન માટે ભૂમિમાં અંતર્ધાન અને પુન: પ્રાદુર્ભાવ તે રીતે સમુદ્ર સુધી પહોંચવાની વિષ્ણુની સલાહ મુજબ બ્રહ્મપુત્રી કુમારિકા સરસ્વતી હિમાલયના ઉર્વગ આશ્રમના અશ્વત્થ વૃક્ષથી એક વિશાળ નદીના રૂપમાં અવતરિત થઈ.
પ્લક્ષવૃક્ષના કારણે સરસ્વતી પ્લેક્ષ પ્રસવણ કહેવાઈ.
આ પ્રસંગે દેવો સહિત ઉપસ્થિત વિષ્ણુએ એક શાંતકુંભમાં વડવાનલને પધરાવી સરસ્વતીની ગોદમાં તેને અર્પણ કર્યો.