________________
પ્રકટ પ્રવાહમાં વહે છે. ઘારેશ્વરની સરસ્વતીના દર્શન અને ઘારેશ્વરની પૂજાનું માહાત્મ્ય આસપાસના વિસ્તારોમાં રહેતી પ્રજામાં શ્રદ્ધાસહ જોવા મળે છે. અહીંથી સરસ્વતી ગંગોદ્ ભેદ તીર્થમાં જાય છે.
૧૭. ગંગોદ્ ભેદ
સિદ્ધ મુનિજનોનું નિવાસ કેન્દ્ર છે. પુરાણોક્ત કથન અનુસા૨ સરસ્વતીને મળવા ગંગા અહીં માર્ગમાંથી પ્રકટ થયેલી છે. તેથી ગંગોદ્ ભેદ તીર્થ કહેવાય છે. અહીં ગંગા અને સરસ્વતીના જળમાં સ્નાન કરવાને લોકો અહોભાગ્ય સમજે છે. આ તીર્થનું સેવન ચારે પુરુષાર્થ સિદ્ધ કરનાર ગણાયેલું છે. અહીંથી થોડે દૂર એક માતૃકા તીર્થ આવેલું છે.
૧૮. માતૃકા તીર્થ
ગંગોદ્ ભેદ તીર્થથી પ્રયાણ કરી સરસ્વતી આ તીર્થમાં ઉપસ્થિત થઈ. માતૃકાઓ અહીં તપમાં બેઠેલી હોઈ આ ક્ષેત્રને માતૃકા તીર્થ કહે છે.
એક પ્રાચીન ઇતિહાસ મુજબ મુંડકાસુર સાથેના યુદ્ધમાંથી પલાયન થઈ માતૃકાઓ અહીં તપમાં બેસી ગઈ છે. અંધક નામે એક મહા બલવાન અસુરે શંક૨ પાસે પહોંચી તેમને યુદ્ધ કરવા લલકાર્યા. શંકરે લલકારને સ્વીકારી પ્રથમ વાર (હુમલો) કરવા અંધકને લલકાર્યો. અંધકે શંકર ૫૨ ગદાથી પ્રહાર કરવા હાથ ઉઠાવવાનો જેવો વિચાર કર્યો. તેવો જ શંકરના મુષ્ટિ પ્રહારથી સ્તબ્ધ બની ગયો. ફરી હોશમાં આવી હુમલો કરવા જ્યાં યત્ન કરવા જાય છે ત્યાં તો શંકરે તેની મુરાદને સમજી લઈ ત્રિશુલના પ્રહારથી પરલોક પહોંચાડી દીધો.
અંધકના ખુનમાંથી મુંડકાસુર નામે એક બળવાન અને હજારો અસુર ઉત્પન્ન થયા. જ્યાં જુઓ ત્યાં અસુર જ અસુર ઘૂમવા લાગ્યા. અસુરોના ભયથી ચારેકોર ભયના ભયાનક ઓળા છવાઈ ગયા. દેવો ગભરાઈ ગયા. આ અસુરોના વિનાશ માટે પોતાની શક્તિમાંથી એક એક કૃત્યા ઉત્પન્ન કરવાને શંકરે દેવોને આવાહન કર્યું.
બ્રહ્માએ એક ભયાનક કૃત્યા ઉત્પન્ન કરી. વિષ્ણુએ વૈષ્ણવી, સ્કંદે કૌમારિ, યમે વારાહી, ઇન્દ્રે માહેન્દ્રી, વાયુએ વાયવી, સોમે સૌમ્યા અને શિવે શિવદૂતી નામે મૃત્યા ઉત્પન્ન કરી અંધકારસુરના ખૂનથી ઉભરેલા અસુરોના ભક્ષણ માટે આજ્ઞા કરી. આ ઉત્પન્ન નૃત્યાઓએ અસુરોના ભક્ષણ માટે ભરસક પ્રયાસો તો કર્યા પરંતુ મુંડકાસુરના બળ સામે પરાભવ માની લઈ જીવ બચાવવા યુદ્ધના મેદાન પરથી પલાયન થઈ ગઈ. આ પલાયન માતૃકાઓ અહીં તપખાં બેસી ગઈ.
૧૨