________________
૦૫. સંસ્કાર-આજનું એક ઉપેક્ષિત પહેલુ કોઈપણ વ્યક્તિના વ્યવહારથી તેના મનના વિચારો વ્યક્ત થતા હોય છે. એટલા માટે માત્ર વિચારો નહીં પણ આચરણ એ જીવનની પારાશીશી ગણાય છે. કહેવાય છે કે મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે. આ કહેવતનો અર્થ એટલો છે કે મનુષ્ય ઘણા ઘણા ક્ષેત્રોમાં વિચાર કરવા તેમજ તદનુસાર આચરણ ગોઠવવાનું અન્ય પ્રાણીઓથી નોખું સામર્થ્ય ધરાવે છે. વ્યક્તિના મનમાં જે-જે વિચારો ઉદભવે છે; તેમાના જે તેની પ્રવૃત્તિનો આધાર બને છે; તે વિચારો તેના લક્ષ્યની પ્રતીતી કરાવે છે.
મનુષ્ય જેમ એક વિચારશીલ પ્રાણી છે તેમ તે તેના વિચારોને સુયોગ્ય ઢબે વાણીથી પણ અભિવ્યક્ત કરવાનું ભાષા સામર્થ્ય પણ ધરાવે છે. કોઈપણ મનુષ્યને તેના મનની પરિસ્થિતિને વાણી દ્વારા વ્યક્ત કરવાની અદ્દભૂત શક્તિ તેને જન્મજાતપણે અને આસપાસના વાતાવરણમાંથી સ્વાભાવિક રીતે મળતી રહે છે. નિશાળના પગથિયે પગ પણ ન મૂકનાર એવા વ્યક્તિને આ અભિવ્યક્તિનું શિક્ષણ, તેને વાતાવરણરૂપી શાળામાંથી પ્રાપ્ત થઈ રહે છે. બારાખડીના અક્ષરોમાંથી પહેલો અક્ષર એક પણ ન લખી જાણનાર બોલવામાં તો બધા જ અક્ષરોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે. વાણી અને વિચારોની કેળવણી માટે સામાજિક વાતાવરણ પણ વિશાળ શાળા સમાન છે. અરે, એટલું જ નહીં પણ શાળા અને મહાશાળાના બંધ કમરાના શૈક્ષણિક વાતાવરણની અપેક્ષાએ વ્યક્તિ આ સામાજિક વાતાવરણની મહાશાળામાંથી ઘણું-ઘણું શિખે છે. ઘણું-ઘણું જ્ઞાન મેળવે છે. અક્ષર જ્ઞાન ન મેળવનાર વ્યક્તિ પોતાની દૃષ્ટિથી વાચન કરી શકતો નથી પરંતુ દર્શનના માધ્યમથી તેનું મન ઘણુંઘણું જ્ઞાન માનસ પટલ પર અંક્તિ કરી શકે છે. દર્શનના શક્તિનો મહિમા હિન્દુજીવન દર્શનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શું જોવું, શું ન જોવું તેના ઉપર તો આચારના શાસ્ત્રો રચાયેલા છે.
એવી જ એક બીજી જ્ઞાન મેળવવાની શક્તિ શ્રવણશક્તિ છે. ભારતના ગામડાઓ અને શહેરોમાં વસતા કરોડો હિન્દુઓની જો સર્વે કરવામાં આવે તો કક્કો પણ ન શિખેલા લોકો પણ જ્ઞાનના ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવ્યાના અધિકારી દેખાશે. તેનું કારણ શું? કારણ સ્પષ્ટ છે કે દર્શન અને શ્રવણના માધ્યમ દ્વારા જ્ઞાનના સંસ્કારો પ્રાપ્ત કરાવવાની એક શૈક્ષણિક સામાજિક સુવ્યવસ્થા અહીં પરમ્પરાગત અસ્તિત્વમાં
હિન્દુ સમાજના સામાજિક વાતાવરણમાં એવી એક શૈક્ષણિક સુવ્યવસ્થા ઉપલબ્ધ છે. જે સુવિધાથી લખ્યા-વાંચ્યા સિવાય પણ જ્ઞાનની ક્ષિતીજ વિસ્તરી શકે છે. અહીં સંસ્કૃતિનો ઇતિહાસ ગામડે બેઠાબેઠાં શ્રવણના માધ્યમથી તદ્દન નિમ્ર સ્તરના માનવીઓ સુધી પહોંચાડવાનું કાર્ય અહીંના પૌરાણિક વર્ગે કથાઓના માધ્યમથી
(૧૦૭