________________
જન્મ સુખો અને દુ:ખો બંનેના ભોગ કરાવે છે. જન્મ-મરણના આ સંસાર ચક્રમાંથી નિવૃત્તિ એજ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્તિના સાધન તરીકે વ્રતપાલન બહુજ ઉપયોગી છે. આ વ્રતપાલન મનુષ્ય યોનિના દેહથી જ શક્ય છે.
‘‘પુર્ણમો માનુષો વેહ''- મનુષ્ય દેહ દુર્લભ છે.
મૃત્યુ સમયેની અતૃપ્ત વાસનાઓ જ પુનર્જન્મનું કારણ છે. વાસનાક્ષયનું ગણિત વ્રતપાલનમાં સચવાયેલું છે. એ તો સૌ કોઈ જાણે છે કે દેહના તમામ અવયવોનું સંચાલન જીવ કરે છે. જીવ હાથને હુકમ કરે છે તો હાથ કામે લાગે છે. પગને હુકમ કરે તો પગ ચાલવા લાગે છે.
ઘોડો અને ઊંટ આપણી સવારી માટેના પ્રાણી છે. ફક્ત તેના ઉપર બેસી જવા માત્રથી આ પ્રાણીઓ જે-તે સ્થાને જવા આપણા વાહનનું કામ ક૨શે તેમ માની લેવું ડહાપણ નથી. મનુષ્યે ડહાપણનો ઉપયોગ કરી ઘોડાને લગામ અને ઊંટના નાકમાં નકેલ પહેરાવી છે. આ લગામ અને નકેલની દોરી જો મનુષ્યના હાથમાં ન હોય તો તે પ્રાણીઓ ચાલશે-દોડશે ખરાં પણ તે તેમના મન મુજબ. મનુષ્ય જે ધારેલું છે તે જ માર્ગને તેઓ અનુસરશે એવું નહીં બને. લગામ અને નકેલ આ પ્રાણીઓને સ્વનિર્ધારિત લક્ષ્ય લઈ જવા એક સાધન છે. આ સાધન વિના લક્ષ્ય પ્રાપ્તિમાં તેઓ સહાયક બનતા નથી.
મનુષ્યનો દેહ પણ એક સાધન છે. જીવને ઇન્દ્રિયોના વિષય ભોગો સાથે સીધો સંબંધ છે. ભોગ વિના જીવન શક્ય જ નથી. હિન્દુ જીવનદર્શન ભોગનું વિરોધી નથી. તે ભોગને દેહ તેમજ જીવના સાચા કલ્યાણને માર્ગે દોરી જવાનું જ્ઞાન પ્રદાન કરે છે. આ જ્ઞાન એજ મોક્ષજ્ઞાન છે.
અત્યધિક નિરંકુશ ભોગવાદ મનુષ્યને યમને માર્ગે ખેંચી જાય છે. આ યમના સ્થાનનાં દર્શન અને તેના કાયદાઓના ફલાસ્વાદથી બચવા યમને સંયમના માર્ગની જરૂર છે. સંયમપૂર્વકનો ઉપભોગ તારે છે. સંયમપૂર્વકનો ઉપભોગ માણવા માટે ત્યાગ-વૈરાગ્યની જરૂર રહે છે. માટે જ કહેવાયું છે કે ‘‘ત્યરેન મૂાિથા'' ત્યાગ પણ કર અને ભોગ પણ કર.
શાસ્ત્ર વચન અનુસાર ભોગને તો સ્વરૂદયમાં વિરાજમાન ઈશ્વરની પૂજા બતાવેલી છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય મહારાજે માનસપૂજાના ક્રમમાં ગાયેલું છે કે પૂના તે વિષયોપમોળ વના''
પૂજા માટે વિષયોપભોગની રચના છે. પરંતુ આ ત્યારે જ પૂજા બને જ્યારે શાસ્ત્રસમંત ઉપભોગની વાત સ્વીકારવામાં આવે. શાસ્ત્રસંમત ઉપભોગ મોક્ષ-સાધન છે જ્યારે પશુવૃત્તિવત ઉપભોગ બંધનનું સાધન છે.
આ દ્રષ્ટિએ હિન્દુ જીવનદર્શનમાં વ્રતો અને તેના પાલનનો માર્ગ કંડરાયેલો છે.
૮૬