________________
પ્રાણાપાન સમાયુક્તે: પંચામ્યહંનાં ચતુર્વિધમ્ ॥ 2. આતાપો મારિતોયેન વાતાપિચ નિપાતીત: । સમુદ્ર: શોષિતોયેન સમગત્સ્ય પ્રસીદતુ I 3. અગસ્ત્ય કુમ્ભકર્ણ ય શનિ ચ વડવાનલમ । આહાર પરિપાકાર્થ સ્મરામિ ચ વૃકોદરમ્ ॥ 4. શર્યાતિ ચ સુકન્યાં ચચ્યવનં શુક્રમશ્વિનૌ । ભોજનાન્તે સ્મરેન્નિત્યં તસ્ય ચક્ષુર્નહિયતે ।
કેટલાક ભોજ્ય પ્રયોગો
1. જરા ન આવવા માટે : આમળાં (સૂકાં) પાણીમાં વાટી શરીરે લગાવી થોડી વારે સ્નાન કરવું. નિત્યક્રમથી વાઘકાર્ય (વૃદ્ધપણું) દેખાતું નથી. કેશ ધોળા થતા નથી.
2. શરીરની ક્રાંતિ સારી થવા : આમળાં અને ધોળા તલ બારીક લસોટી (પાણીમાં) શરીરે ચોળવાં - બાદ એક કલાકે સ્નાન કરવું.
3. આમળાં અને આસુંદનું ચૂર્મ સમભાગે લઈ ઘી અને મધ વિષમ પ્રમાણમાં લઈ શિશિર રૂતુમાં ચાટવું. 20 દિવસ. દિવ્ય દેહ પ્રાપ્તિ માટે ઃ આમળાં અને તલનું ચૂર્ણ ઉ૫૨ પ્રમાણે મધ-ઘીમાં પ્રાત:કાળે ખાવું. શરીરનું વૃદ્ધપણું દૂર થશે.
5. વીર્યવૃદ્ધિ માટે : આમળાનો રસ અને ઘી એકત્ર મેળવી આપવું.
6. ધાતુપુષ્ટિ માટે :- આમળાં-ગોખરૂં-ગળોનું રસાયણચૂર્ણ પ્રતિદિન સેવન
કરવું.
विषं विषयवैषम्यं न विषं विषमुच्यते 1
जन्म जन्मातरज्ञाविषया एक जन्म हरविषं ।। (મહોપનિષદ) 1. તુલસી ચ્હા પીઓ :- તુલસી, વરિયાળી, ઇલાયચી, ફુદીનો, સુંઠ, કાળાં મરી, બ્રાહ્મી, તજ, લવીંગનું ચૂર્ણ ઉકાળી દૂધ-સાકર નાંખી પીવો.
૬૪. વ્રતોની વિશિષ્ટતા (વ્રતોનું ઔચિત્ય)
ઇન્દ્રિયોના વિષયોમાં જીવની આસક્તિને સંયમમાં રાખવા માટે વ્રત-પાલનનો મહિમા હિન્દુ જીવનદર્શનમાં સ્વીકારાયેલો છે. આ આસક્તિ એજ બંધન છે. બંધન પુનર્જન્મ કરાવે છે. પુનર્જન્મ ન લેવો હોય તો આ આસક્તિ ભાવને શૂન્ય ડીગ્રીએ લઈ જવા વ્રતોનાં અનુષ્ઠાન ગોઠવાયેલાં છે. અનેક યોનિઓના જીવોને આપણે જોઈએ છે. આ બધાં પ્રારબ્ધ પ્રાપ્ત સુખ-દુ:ખો ભોગવે છે. મોટા ભાગે દુ:ખો જ વેઠવા આ યોનિઓ છે. હવે પુનર્જન્મ કઈ યોનિમાં થાય એ તો આપણા કર્મોને અધીન છે. ઘી આણી ઇચ્છાનો વિષય નથી.
૮૫