________________
૬૮. સૃષ્ટિની એશ્વરીય શક્તિઓ આ બ્રહ્માંડમાં જે સૃષ્ટિનું દર્શન આપણે કરી રહ્યા છીએ તેના સંચાલનમાં ત્રણ મૂળભૂત શક્તિઓ નજર સામે તરી આવે છે. આ ત્રણ શક્તિઓના અધિષ્ઠાતા તરીકે ત્રણ દેવોની ઉપાસનાનું માહાભ્ય હિન્દુ જીવનદર્શનમાં વિકસેલું છે. આ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા ગણાય છે. વિષ્ણુ પાલનકર્તા અને સંહારક શક્તિના દેવ તરીકે રૂદ્રની ગણના થાય છે.
સૃષ્ટિ રચનાના દૃષ્ટાંતમાં એવું વર્ણન આવે છે કે જ્યારે આ સૃષ્ટિ જેવું કશું જ અસ્તિત્વમાં નહોતું ત્યારે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે એકમાત્ર દેવ સામ્બ સદાશિવ પરિબળ રૂપે વિદ્યમાન હતા. સૃષ્ટિ રચનાના હેતુથી શિવે સર્વપ્રથમ પોતાના વામ અંગમાંથી એક દિવ્ય ચૈતન્ય પુરુષ નિર્માણ કર્યો. આ વિષ્ણુ નામથી વિખ્યાત છે. તત્પશ્ચાત આ હેતુપૂર્તિ માટે શિવે પોતાના જમણા અંગમાંથી જેને પ્રકટ કરી આ વિષ્ણુના નાભિ કમળમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ તે પુરુષ બ્રહ્મા નામથી પ્રસિદ્ધ બનેલા છે. તદુપરાંત પોતાના હૃદયમાંથી જે એક અન્ય શક્તિ પરુષ નિર્માણ કર્યો તે રૂદ્રદેવના નામે પ્રસિદ્ધ છે. આ બધા દેવો ગણો કે શક્તિઓ એકમાત્ર શિવનાજ અંગભૂત તત્ત્વો છે. અને વિવિધ શક્તિઓના કારણે વિવિધ નામોથી ઓળખાઈ પૂજાય છે. બ્રહ્માના વિવિધ તપથી વિવિધ સૃષ્ટિઓ નિર્માણ થઈ વિરાટ વિશ્વ તરીકે ઓળખાય છે.
આ ત્રણે દેવો પોતપોતાનું કાર્ય લાખો વર્ષથી સતત અવિરત પણે કર્યું જાય છે. જેના પરિણામે આ સૃષ્ટિતંત્ર પોતાનું ચૈતન્ય તત્ત્વ કાળ અબાધિત રીતે સાચવી રાખે છે. પ્રત્યેક સૃષ્ટિના જીવો કે પદાર્થોના કદ-સ્વરૂપ કે સ્થાનો બદલાયા કરે છે પરંતુ ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારના ક્રમે ચાલતા આ સૃષ્ટિતંત્રની કાર્યશૈલીમાં કોઈ ખાસ અંતર કે ગતિરોધ ઉત્પન્ન થતો નથી.
આ વિશ્વમાં જડ ગણાતી સ્થાવર સૃષ્ટિને પણ નિર્જીવ કેવી રીતે કહી શકાય ? આ સ્થાવર સૃષ્ટિઓ સર્જાય પણ છે. સ્થિતિબદ્ધ પણ રહે છે. અને સંહારની શક્તિનો શિકાર પણ બનતી હોય છે. ત્રણ ભાગ જળ અને માત્ર એક ભાગ માટીથી સર્જાયેલી આ પૃથ્વીને કેવળ પ્રલયકાળના ઉદાહરણ સિવાય જળ ગળી ગયું હોય એવો ઇતિહાસ મળતો નથી. આ સર્વ ઉત્પન્ન સૃષ્ટિઓ એકબીજાના વિધ્વંસક તરીકે નહીં પણ પુરકબળના સિદ્ધાંતને આધારે કામ કરતી જવામાં આવે છે. પરિવર્તનોની દૃષ્ટિએ
જ્યાં જળ ત્યાં સ્થલ અને સ્થલના સ્થાને જળભંડારો પણ થયા કરે છે. પર્વતો અને પહાડો બને પણ છે અને તૂટે પણ છે. ધરતી શરીર પરના અબ્દની જેમ ઉપસી પણ આવે છે અને ખાઈ જેવા વિશાળ ખાડાઓ રૂપે પોતાના વિવિધ સ્વરૂપો પ્રકટ પણ કરે છે. જ્યાં ઘનઘોર વનસૃષ્ટિઓ સર્જાયેલી હોય છે ત્યાં ટાલ જેવા સફાચટ મેદાનો પણ બનતા રહે છે. નદીઓ જન્મે છે. વહે છે. દિશાઓ પણ બદલે છે