________________
પરંતુ અહીં કેટલાક પ્રાસંગિક ઉદાહરણ દ્વારા તથ્ય રજૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રચિંતન કરનારને રાષ્ટ્રની પ્રતિભાનું સ્પષ્ટ દર્શન હોવું જોઈએ.
જેમ વિચાર અને આચાર વ્યક્તિની મહાનતાનો માપદંડ ગણાય છે તેમ એજ મુદ્દાઓથી કોઈ પણ રાષ્ટ્રની પ્રતિભાનું મુલ્યાંકન પણ થતું હોય છે. કોઈ પણ રાષ્ટ્ર કેટલું ઉન્નત છે તે તેના જીવનદર્શનથી સુનિશ્ચિત થાય છે. રાષ્ટ્રની ઓળખ સમાજ જ છે અને સમાજની પહચાન તેના જીવનમુલ્યોથી થાય છે.
ભારતીય રાષ્ટ્રજીવનના સંદર્ભમાં વિશ્વ વિચારક ગાંધીજીએ કહ્યું છે કે સત્યઅહિંસા- અસ્તેય-અપરિગ્રહ અને બ્રહ્મચર્યના પાંચ મૂળભૂત આધાર-સ્તંભ ઉપર જે સંસ્કૃતિ આ દેશમાં વિકસેલી છે જે જીવનદર્શનનું અનુસરણ કરનાર કરોડો લોકોનો જનસમાજ અહીં વિદ્યમાન છે; તે જીવનદર્શન આ રાષ્ટ્રની ઓળખ છે.
પશ્ચિમની વિચારસરણીની જેમ અહીં માત્ર બળ, સત્તા અને અર્થ (પૈસો)ના માપદંડથી વ્યક્તિની મહાનતાનું પારખું થતું નથી. ઉલટું, અહીં તમામ સુખ સુવિધાઓ અને સત્તાથી વંચિત રહેવા છતાંય ઓછામાં ઓછી જરૂરિયાતો સમાજ પાસેથી મેળવી ઉચ્ચતમ જીવનદર્શનના આચરણ પ્રકટ કરનારની આ દેશમાં પૂજા થાય છે.
6
પુજા માટે એવું પણ કહેવાયું છે કે - ક્રુષુિ પુનાસ્થાનં મુળ: નવ लिंगम नचयम्''
અહીં સંગ્રહ અને પરિગ્રહનું આચરણ કરનારને નહીં પણ ત્યાગ અને અપરિગ્રહના આચરણને મોટાઈ ગણવામાં આવી છે. સંગ્રહ વૃત્તિના વિસર્જક બળ તરીકે અહીં દાનની ભાવનાને ધર્મનો (ફરજ) પાયો બનાવવામાં આવ્યો છે. અપરિગ્રહની મનોવૃત્તિ ધર્મના આચરણ તરીકે અહીં વિકસેલી છે.
હત્યા એજ હિંસા છે એવું ઉપરચોટિયું તત્ત્વજ્ઞાન આ દેશની સંસ્કૃતિ સાથે સંબંધિત નથી. અહીં તો પ્રાણીમાત્રના દિલને દુભાવનાર કોઈ પણ ક્રિયાને હિંસા માની અહિંસાનો આચાર પ્રકટ થયેલો છે. અહિંસા એ આદર્શ મહામંત્ર હોવા છતાંય આતાતાયી પરિબળો સાથે પુણ્ય પ્રકોપ પૂર્વક તેમના વિનાશનો વિચાર પણ ધર્મ તરીકે સ્વીકારવામાં આવેલો છે.
વૈયક્તિક સ્વાર્થપૂર્તિના માનસમાંથી ઉદ્ભવતી અનેક સમાજવિરોધી વૃત્તિપ્રવૃત્તિઓમાં (સ્તેય) ચોરીની વૃત્તિ-પ્રવૃત્તિઓને અહીં નિંદ્ય કર્મ તરીકે ઓળખાવી એક અપરાધમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ વૃત્તિ-પ્રવૃત્તિઓને હીન કૃત્યોની યાદીમાં મૂકવામાં આવેલ છે.
સ્તેયને બદલે અસ્તેયને એક ધર્મનું સ્વરૂપ આપી અહીંના જીવનદર્શનમાં તેને નીતિ વિષયક ગુણ ગણવામાં આવેલ છે. નીતિ વિષયક મુલ્યોનો અપરાધ કરનાર અહીં પુજાતો તો નથી જ.
૧૦૨