________________
રસો તેમજ પર્વતોત્પન્ન જેવા શિલાજિત પદાર્થો પણ જીવંત શુક્રાણુઓ ઉત્પન્ન કરી શરીરના આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ કરવા સહાયભૂત બને છે. શાસ્ત્ર મતાનુસાર સજીવ અને નિર્જીવની માન્યતા આધારહીન છે. અવાસ્તવિક છે.
પ્રાકૃતિક પરિસ્થિતિનો અભ્યાસ કરતાં જણાશે કે માટીમાંથી ઈટનો જન્મ થાય છે. ઈટોમાંથી ભવનનો જન્મ થાય છે. પણ આ ઈટ તેમજ ભવનને પણ ઉત્પત્તિસ્થિતિ અને લયનો સિદ્ધાન્ત લાગુ પડે છે. એક એવો પણ સમય આવે છે કે નિર્માણ થયેલ નવીન ભવન પણ જીર્ણશીર્ણ બની ઘસી પડે છે. નવી ઈટ પણ રોટું બની જઈ આખરે ચૂર-ચૂર થઈ માટીમાં જ વિલિન થઈ જાય છે.
ઈટનો જન્મ સ્વ સાર્થ માટે નહીં પણ પરોપકાર માટે છે. ભવનનો જન્મ પણ બીજાના માટે છે. ભવનમાં વપરાતી કોઈ પણ ચીજ સ્વસ્વાર્થ માટે તેમાં સામેલ નથી. પરોપકાર માટે જ તેઓ જીવે પણ છે અને આયુષ્ય પૂર્ણ થયે પ્રકૃતિની ગોદમાં સમાઈ પણ જાય છે. સૃષ્ટિના તમામ દશ્ય પદાર્થો પરોપકારના હેતુ પુરત્સર સર્જાય પણ છે અને કાર્યમાં પ્રયોજાય પણ છે. યોજાય પણ છે. અરે ખૂદ મનુષ્ય પણ જે પરિશ્રમ અને પુરુષાર્થ ખેડે છે. તેમાંથી પ્રાપ્ત ભોગ્ય પદાર્થોમાં તેના કરતાં અન્યોને ભોગવવાનો ફાળો સિંહફાળો હોય છે.
-વનસ્પતિ, માટી, પર્વત, નદી, સરોવર પશુ-પક્ષીઓ બધાજ પરોપકાર માટે જીવે છે અને પરોપકાર માટે જ મરે પણ છે.
સમસ્ત દશ્ય પદાર્થો માટે અવતાર અને અવસાનનો આ ક્રમ સંસારને સદાય હરિયાળી અને નવજીવનથી ભર્યોભાદર્યો રાખે છે.
આ અવધારણા એક વૈજ્ઞાનિક પરિપાક રૂપે હિન્દુ જીવનદર્શનમાં પ્રસ્થાપિત છે. હિન્દુ જીવનદર્શન સાથે સંકલિત આવી અવધારણાઓના સિદ્ધાંતોનો આત્મા સાક્ષાત્કાર કર્યા સિવાય સમજવી મુશ્કેલ રહે તે સ્વાભાવિક છે.
ખૂદ સરસ્વતીના આ પ્રકરણમાં સ્વયં સરસ્વતી પણ પરોપકારાર્થે અવતીર્ણ જળસ્વરૂપ છે. એક નિર્ધારિત લક્ષપૂર્તિ માટે પૃથ્વી પર અવતરિત થઈ સરસ્વતીએ સ્વયંના પ્રજ્ઞા, મેઘા, સ્મૃતિ, મતિ, બુદ્ધિ અને પરાવાણી જેવા છ એ છ ગુણોનું જળ સ્વરૂપે ભૂમિમાં સિંચન કર્યું છે. સરસ્વતીના અવતારથી ભૂમિ આ ગુણોથી લાભાન્વિત બની છે. માટે જ આ ભૂમિ દેવભૂમિ છે. પશુના સ્તરથી ઉચ્ચતમ દેવસ્તર સુધી વિકાસોન્મુખ બનવાનું આ એક જ ક્ષેત્ર છે. ભારતવર્ષની ભૂમિમાં તો આ રસો પૂર્ણ પલ્લવિત છે જ પરંતુ જીવ તેના પ્રારબ્ધ અને પુરુષાર્થની અવસ્થાના અનુપાતમાંજ રસપાન કરી શકે છે.
૭૦. રાષ્ટ્રચિંતન રાષ્ટ્ર ચિંતન એટલે શું? પ્રશ્ન બહુજ વિશાળ મુદ્દાઓ સાથે સંબંધ ધરાવે છે
૧૦૧