________________
શ્રીર વિજ્ઞાન ખુદ પ્રકાશ પાડે છે કે તેનું જમણું અંગ ઉત્પાદકશક્તિ અને ડાબું અંગ પોષણ શક્તિનાં કાર્યો સંભાળે છે. શરીરને પોષણ શક્તિ આપનાર ડાબા અંગમાં હૃદય આવેલું છે. અને આ હૃદયકમળમાં પોષણના નિયંતા દેવ વિષ્ણુ બિરાજમાન છે. શરીરના નિભાવ માટેની ઊર્જા-ઉષ્મા તેઓ ત્યાંથી નખથી ચોટી સુધી પ્રસારે છે. શરીરના જમણા અંગોના કાર્યો દ્વારા ઉત્પાદન થતી ઉત્પાદક શક્તિની છેલ્લામાં છેલ્લી ઉર્જાધાતુ વીર્ય છે. આ સર્જક શક્તિ છે. એક શ૨ી૨માંથી બીજું ઉત્પન્ન કરવાની સર્જકક્ષમતા આ ધાતુ ધરાવે છે અને શિવે તેને જમણા અંગમાંથી ઉત્પન્ન કરી ડાબા અંગમાંથી ઉત્પન્ન કરેલ વિષ્ણુની નાભિમાં સ્થાન આપ્યું છે. વીર્યનું સંચય સ્થાન નાભિપ્રદેશ છે. નાભિનું આ અમૃત સર્જન ક્ષમતા ધરાવે છે.
શરીરની પોષણ અને ઉત્પાદક શક્તિઓ ભલે જમણા-ડાબા અંગોનું કાર્ય હોય પરંતુ સમગ્ર શરીરનું નિયંત્રણ તો અંતરિક્ષમાં રહેલા શિવ દ્વારા જ થાય છે. અંતરિક્ષ એટલે મસ્તક. સૌથી ઉપરનું સ્થાન. સૌથી ઉ૫૨ની શક્તિને જીવ કહેવામાં આવે છે. આ જીવ સમગ્ર શરીરનું નિયંત્રણ કરે છે. શરીરના વિભિન્ન અંગોને કાર્યો કરવા પ્રેરે છે. આ અંગે ઉપનિષદમાં મંત્ર આવે છે કે,
"
વેદો ફેવાલય પ્રો: સીવ: જેવત શિવ: ।'' त्यजेदअज्ञाननिर्माल्यं सोहमभावेन पूजयेत ॥
આનો અર્થ સ્પષ્ટ છે કે દેહ એ જ દેવાલય છે. તેમાં જીવ એજ શિવ કહેવાય છે. વ્યાપ્ત અજ્ઞાનને નિર્માલ્ય ગણી કાઢી નાંખી હું એ જ શિવ છું તેવા ભાવથી શિવની પૂજા કરવી. આ અજ્ઞાન એટલે મોહ-માયા અને મમતાના તામસગુણો ૨જો ગુણ અને તમોગુણ. ભેદદૃષ્ટિ.
સૃષ્ટિ રચનાના સિદ્ધાંતની દૃષ્ટિએ ઉત્પન્ન અને પોષણ કરનાર શક્તિઓ મંગળ છે; અને સંહારક શક્તિ અમંગળ છે તેવો ખ્યાલ ખોટો છે. રચનાના આ રહસ્યને સમજવાથી સંહારનું પ્રયોજન વિનાશ માટે નહીં પણ વિકાસલક્ષી છે તે સુત્ર સમજાશે. શિવ તો કલ્યાણસૂચક છે. કલ્યાણ કરનાર શક્તિ કદી અમંગલ હોઈ શકે જ કેવી રીતે ?
કેવળ સર્જન અને પોષણશક્તિ કલ્યાણકારી સિદ્ધ થઈ શકે નહીં જ્યાં સુધી તેમાં સંહારનું તત્ત્વ ભળે નહીં. સમગ્ર જીવસૃષ્ટિ જેમાં વૃક્ષ-વનસ્પતિ સૃષ્ટિનો પણ સમાવેશ છે; આ તર્કની પુષ્ટિ કરે છે. અરે, નિર્જીવ દેખતી જડસૃષ્ટિ પણ આ નિયમને જ અનુસરે છે. હિમાલયમાં જો બરફના થરો જામતા જ હોય. પીગળીને તેનો સંહાર જ ન થતો હોય તો પ્રતિવર્ષ હિમાલય અને તેના શિખરો માત્ર ઉંચાઈ જ વધારતા રહે.આ ઉંચાઈ ક્યાં જઈને અટકે તે ખ્યાલ કલ્પનાતીત બની રહેશે.
વૃક્ષના નવયૌવન અને નવસર્જનની શક્તિ તેની સંહારક શક્તિની યોજના સાથે જ જોડાયેલ છે. એક વાર ઉત્પન્ન થયેલાં એના એજ પાંદડા, પુષ્પો અને ફળો
co