________________
કરે છે તેમ નિસ્વાર્થ અભિલાષાઓ વાળા જીવોના પ્રત્યેક કામ પરમાર્થ પ્રેરિત જ હોય છે. જીવ જે જે વિચારોના સંબંધમાં આવે છે તેવો તે બને છે. નિત્ય વેદાંત અને ઉચ્ચ ઇતિહાસોના સંસ્કાર સેવનથી વિષયોથી વૈરાગ્ય પામી જીવ બ્રહ્મ સાથે સંબંધ જોડી શકે છે. વિષયોના વિચારોથી મુક્તિ એજ મોક્ષ છે.
વિષયોના વિચારોમાંથી સર્જાતા વિકારોમાં ફસાયેલો જીવ જન્મ-મ૨ણ બંધનમાં ફસાઈ ચોરાસી લાખ યોનિયોના ચક્કરમાં અટવાયેલો જ સૃષ્ટિમાં ભમ્યા કરે છે.
દેવહુતિ : હે ભગવાન, આપના સત્સંગથી મારું મન શિવ સંકલ્પોની અખૂટ ખાણસમાન બની ગયું છે. મન સંશયોથી શૂન્ય બની સત્યને પામી ચૂક્યું છે. હવે આ દેહ અને તેના વિષયોનું સેવન તૃણ સમાન બની ગયું છે. પરિપૂર્ણ પરિબ્રહ્મના દર્શનથી આ જન્મનો ફેરો સાર્થક બની ગયો છે. અસ્તુ.
આ દેહ હવે વાસનાવિહીન અવસ્થામાં જ વિરામ પામે. આ દેહ અને તેનાથી ઉત્પન્ન સંબંધોનો મોહ હવે ખતમ પામ્યો છે. આ દેહ ભલે માતાનો હોય, પુત્રનો હોય, કે પિતાનો હોય. આ સંબંધો દેહ પૂરતા જ છે. વ્યવહારને લગતા જ છે. વાસ્તવિકમાં તો આ તમામ દેહ પંચમહાભૂતના જ અંશો છે. પંચમહાભૂતમાં જ તે ભળે છે. પંચમહાભૂતના સમન્વયમાંથી જ સર્જાઈ સાંસારિક સંબંધો ઉત્પન્ન કરે છે.
કપિલ : હે માતા, જગદ્અંબા. અન્નપૂર્ણા.
આ દેહ અન્નથી નિર્માણ અન્નમય કોષ છે. આ દેહના પોષણ માટેનું અન્ન તેં જ પુરું પાડ્યું છે. હું ચાલતો, દોડતો, ફરતો અને વિચારતો થયો તે તારી કૃપાનું જ પરિણામ છે. આ પૃથ્વીનું દર્શન તેમજ પરમાત્માનું જ્ઞાન પણ તારા વડે જ મને પ્રાપ્ત થયું છે. આ પૃથ્વી કે પરમાત્માને ઓળખવાનું સામર્થ્ય તારા સ્તનપાન વિના સંભવે જ કેવી રીતે ? તદ્દન અશક્ય વાત છે. અન્ન મેળવવાનું સામર્થ્ય નહોતું ત્યારે તેંજ અન્નનો કોળિયો મારા મોંમાં મૂકેલો છે. મારું સંપૂર્ણ સામર્થ્ય તારા પ્રયાસોને આભારી છે. તારા પરિશ્રમ અને પ્રયત્નોના રૂણ નીચે હું દબાયેલો છું. ઉપકારનો બદલો વાળ્યા વિના હું જો ચાલ્યો જાઉં તો પુનર્જન્મ લઈ રૂણ ચૂકવવું પડે. રૂણ ચૂકવ્યા વિના તો ન ચાલે પણ સાથે કૃતઘ્નતાનો દોષી ઠર્ં. કૃતઘ્નતા એ મહાપાપ છે. હું પાપી પણ બનું અને પાપના ફળો પણ ભોગવું.
તારી પ્રસન્નતામાંજ મારી પ્રસન્નતા છે. તને પ્રસન્ન વદને નિહાળી હું કૃતકૃત્ય બન્યો છું. મારું એક કામ પૂર્ણ થયું. હવે બીજા કામ માટે મને રજા આપ. હવે તું દેવહૂતિ નથી. દેવ-સ્વરૂપ બની છે. મારે હજુ કપિલમાંથી કેશવ બનવાનું બાકી છે. તું જે પરમપદને પામી આત્મસંતોષ માણ્યો છે તે દુર્લભ છે.
આ જ્ઞાન પામ્યા પછી કોઈ માતા નથી. પિતા નથી. પુત્ર નથી. સૌ કોઈ વિરાટ પરમાત્માના અંશના વિવિધ સ્વરૂપ માત્ર છે. તે જ સાચી વિદ્યા છે, જે મુક્ત કરે છે.
" सा विद्या
या विमुच्यते"
Че