________________
૫૫. શ્રીસ્થલમાં અલક્ષ્ય ગણપતિ માહાત્મ્ય
શ્રીસ્થલના ઇતિહાસમાં અલક્ષ્ય ગણપતિના દર્શન, અર્ચન તેમજ વ્રતપાલનનો મહિમા ખૂબ વર્ણવ્યો છે. કોઈ પણ દેવની પૂજા-અર્ચના સર્વપ્રથમ ગણપતિની આરાધના કર્યા વિના સફળ થતી નથી. સર્વ દેવોએ ગણપતિને ગણનાયક બનાવ્યા છે. અને પ્રથમ ગણનાયક ગણપતિના પૂજન અર્ચન બાદ જ સર્વ દેવોના યજનપૂજનનો વિધિ સ્વીકારાયો છે.
વિદ્યા પ્રાપ્તિ, સંગ્રામ કે રાજ્યદ્વા૨ે વિજય, સિદ્ધિ પ્રાપ્તિ, વિઘ્નનાશ, લક્ષ્મી કે સરસ્વતીની ઝંખના, સ્પર્ધામાં વિજય, શત્રુ પર વિજય, ટૂંકમાં તમામ કાર્યોમાં સફળતા મેળવવા સૌ ગણપતિનું સ્મરણ વંદન કરે છે. તમામ દેવો તેમજ માતાપિતાના આશીર્વાદથી ગણેશને આ શક્તિઓ પ્રાપ્ત થઈ છે. રિદ્ધિ તેમજ સિદ્ધિ બંનેના દાતા દેવ શ્રીગણેશ છે.
તમામ પ્રકારનાં અનિષ્ટો ટાળવા. ઘેરથી બહાર જવું હોય, ઘરમાં પ્રવેશ કરવો હોય, કોઈપણ કાર્યનો શુભારંભ કરવો હોય, કાર્ય નાનું કે મોટું કોઈ પણ હોય તો પણ તે કરતાં પહેલાં ગણપતિનું સ્મરણ કરી કરવાથી વિઘ્નો ટળે છે તેમજ સફળતા વરે છે. ગણપતિનાં મુખ્ય બાર નામ છે. બાર નામોના સ્મરણવાળું સ્તોત્ર બહુ જ સિદ્ધિદાયક ગણાય છે.
ગણપતિ અજન્મા છે. અજન્મા એટલા માટે છે કે કોઈ પણ યોનિથી તેઓ જન્મ્યા નથી. તેમને અલક્ષ્ય એટલા માટે કહેલા છે કે તેમનું સર્જન કોઈપણ લક્ષ્ય વિના થયેલું છે. સામાન્ય રીતે સર્જન હંમેશા પ્રજોત્પત્તિના લક્ષ્યથી જ થાય છે. પ્રજોત્પત્તિના લક્ષ્યનું લક્ષણ કામોત્પત્તિ છે. ગણપતિનું સર્જન અપવાદરૂપ છે.
પીંપળાના વૃક્ષને પ્લક્ષ વૃક્ષ પણ કહેવાય છે. આ પ્લક્ષ વૃક્ષમાંથી લક્ષ એટલે લાખ સર્જાય છે. પ્લક્ષમાં વિષ્ણુનો વાસ ગણાય છે. માટે વિષ્ણુના તમામ લક્ષણો પીંપળાના રસમાં છે. માટે જ વૃક્ષોમાં પીંપળો મુખ્ય પુજ્ય છે. પીંપળાની લાખમાં પણ એવાજ ગુણો છે.
એક સમયે માતા પાર્વતીજીએ ક્રીડા કરતાં કરતાં રમતમાં લાખમાંથી એક
પૂતળા જેવું રમકડું બનાવ્યું. આ પૂતળાનું શરીર મોટું, પેટ મોટું, હાથ-પગ નાના તેમજ મસ્તક હાથીના જેવું હતું. એક દંત બહાર દેખાતો હતો, પૂતળાને જોતાં જ એવું લાગે કે તેનું મસ્તક હાથીના જેવું તેમજ શરી૨ મનુષ્યની આકૃતિ ધરાવે છે. પાર્વતીજીએ આ પૂતળું તો બનાવ્યું પણ તે તો નિર્જીવ હતું. મનમાં વિચાર આવ્યો કે તે સજીવન હોય તો કેવું. પોતે તો પૂતળું સર્જી શક્યા પરંતુ તેને સજીવન બનાવવાનું સામર્થ્ય તો નહોતું. તેમણે શંકરને કહ્યું કે આ પૂતળું એજ મારો પુત્ર છે. આ પુત્રને સજીવન બનાવો અને જગતમાં તેનો મહિમા વધે એવો પુરુષાર્થ કરો. તમે તો તપમાં જ વ્યસ્ત અને મસ્ત રહો છે. ઘર માંડ્યું પણ ગૃહસ્થાશ્રમનો
૬૦