________________
H
-
ક
લેખક પરિચય
શ્રી ગજાનન દવે સિદ્ધપુર ઓ. સ. બા. જ્ઞાતિના એક શ્રેષ્ઠ પરિવારમાં જન્મ લેવાનું જે સૌભાગ્ય લેખકને પ્રાપ્ત થયું છે તેનું તેઓ ગૌરવ અનુભવે છે. ઉપનિષદોમાં કહેવાં આવ્યું
“કુર્તમ માનુષી તત્રાપિ નરવદે |
ब्राह्मणयं च महाविष्णो वेदान्तश्रवणादिकम् ॥ અર્થાત્ મનુષ્ય દેહ દુલર્ભ છે. તેમાં પણ પુરૂષ, તેમાંય બ્રાહ્મણ. તેમજ વેદાન્ત શ્રવણયુક્ત એવો બ્રાહ્મણ વિષ્ણુ સ્વરૂપ ગણાય છે.
શ્રીમંત ગાયકવાડ પણ જેમને કાકા કહીને બોલાવતા એવા દવેજી તરીકે પ્રસિદ્ધ શ્રીમંત અને બ્રહ્મસમાજના પ્રથમ અવિવેશનમાં વરાયેલા પ્રમુખ ભુદરભાઈ પ્રાણનાથ દવે પ્રાણનાથ મંગળજીના સુપુત્ર છે. પ્રાણનાથ મંગળજી દવેએ જે આર્થિક જાહોજલાલી તેમજ કૌટુંબિક કુલીનતાને ભૂતકાળમાં શોભાવી છે તે પરિવારમાં ચોથી પેઢીએ આ લેખકનો જન્મ થયેલો છે.
વિશેષ પદવી અભ્યાસના પદેથી વિભૂષિત ન હોવા છતાંય દૈનંદિન સ્વાધ્યાય, વાંચનનો નિયમિત શોખ અને ચિંતનની મુળભૂત અભિરૂચીના કારણે લેખકના વ્યક્તિત્વનું સર્જન થયેલું છે સંતો કુટુંબીજનો તેમજ સમાજના મૂર્ધન્ય વ્યક્તિઓના સમયે-સમયે પ્રાપ્ત સંસ્કારો તેમજ આશીર્વાદથી લેખકના જીવનનું વૈચારિક ભાથું તૈયાર થયેલું છે. અનેક પ્રકારથી મળેલ જ્ઞાનમાં અનુભવિત જ્ઞાન શ્રેષ્ઠ મનાયેલું છે. કહેવત છે કે જે ન જાણે કવિ એ જાણે અનુભવી . વ્યક્તિના ઘડતરમાં સત્સંગ અને સદ્ વ્યવહારનું મહત્વપૂર્ણ સ્થાન છે.
એક દષ્ટાંત છે કે માર્કડેય મુનિને પ્રારબ્ધથી અલ્પાયુષ્ય મળ્યું હતું. પરંતુ તેમના કૌટુમ્બિક સંસ્કારના વ્યવહાર માર્કણ્ડપને શતાયુ જીવન બક્યું હતું માર્કન્ડેયને એવા વ્યવહારની ટેવ કાયમ થયેલી હતી કે આગંતુક સંતોને જોતાં જ તેઓ તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. સાષ્ટાંગ દંડવત પ્રણામનો પ્રભાવ એટલો બધો છે કે શત્રુ પણ ઘેંસ જેવો નરમ બની જાય છે. સપુરૂષોના મનની સદ્દભાવનાની