________________
જય પરાજય કિર્તી યશકી, છોડ કર સબ કામનાયે. રાતદિન નિશ્ચલ અટલ, ચૂપચાપ ગઢકા ભાર ઢોતા. શોક મેં રોતા નહીં ઔર હર્ષ મેં હસતા નહીં જો રાષ્ટ્ર કી દૃઢ નીંવ કા પાષાણ બનના હૈ હમેં તો ॥1॥ (અપૂર્ણ)
મ. અનંતરાવજીના કંઠે ગવાયેલ આ ગીતે સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા. સંઘની શાખામાં રમતો સાથે ભાવપ્રેરક ગીતોનું પણ અદ્વિતીય સ્થાન છે. તાલબદ્ધ સંગીત ગાન નાદ બ્રહ્મની શક્તિ ઉત્પન્ન કરે છે. આ મુદ્દાને પરિલક્ષિત વેદ-પુરાણ રચનાઓ થયેલી છે. વેદ અને પુરાણોના સસ્વર મંત્રોચ્ચા૨ મનુષ્યના અંત:કરણને જગાવે છે. ડોલાવે છે.
જેટલી અસર ગદ્ય ઉપજાવી શકતું નથી તેથી વિશેષ છાપ પદગાનથી છે. પડે છે. ભારતીય સંસ્કૃતિનું લગભગ પૂર્ણ સાહિત્ય પદ્યરચનામાં ગવાયેલું છે. પદ્ય રચનાના મંત્રો ગાઈ ગાઈ કંઠસ્થ કરી શકાય છે. ગદ્ય સાહિત્ય આ લક્ષ પૂર્ણ કરી શકે તમ નથી.
પદ્યમય સંગિતની સ્વરશક્તિ પ્રાણીઓને પણ ડોલાવે છે.
રા.સ્વ. સંઘ પ્રાચીન સંસ્કૃતિના આ વારસાને ગીતોના માધ્યમથી ઉતારવા સંસ્કાર પ્રેરે છે. સંગીતના માધ્યમથી સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ સંઘમાં સ્વીકારાયેલી છે. બસ આ એક જ પરિચયે પૂ. ગુરુદેવના અંત:કરણમાં સ્થાન જમાવી દીધું. જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી પ્રતિ વર્ષ ગુરુ દક્ષિણારૂપે સવા રૂપિયો મોકલવાનું તેઓ ચૂક્યા નથી. પ્રત્યક્ષદર્શી ગજાનન દવે.
૧૧૯