________________
સરખી પતરાના છાપરાવાળી પુરાણી ઓરડી આવેલી હતી. એ જ આશ્રમ આ સ્થાનમાં તો ત્યાં પ્રાકૃતિક સૃષ્ટિ સૌન્દર્ય સોળે સોળ કળાએ ખિલી ઉઠેલું હતું. ગુર મહારાજને તો આ ઓરડી સાથે માત્ર સગવડિયો સંબંધ હતો. તેઓ તો પ્રકૃતિના ખોળામાં જ બ્રાહ્મણમુહર્તથી સુર્યાસ્ત પર્વત બ્રહ્મનંદના અમૃતપાનમાં જ નિમગ્ન રહેતા.
પ્રકૃતિ દ્વારા પ્રદત્ત ભરપૂર શોભા અને સૌન્દર્યવાળા આ આશ્રમમાં ખીલી ઊઠેલું સૃષ્ટિ સૌન્દર્ય પ્રકૃતિના સ્રષ્ટા સ્વયં ઈશ્વરનું જ પ્રતિબિમ્બ દર્શાવતું હતું. નૈસર્ગિક સૌન્દર્યના સર્જન તેમજ સ્થિતિનો અધિપતિ જે સ્વયં ઈશ્વર જ છે, તે ઈશ્વરના સાક્ષાત્કાર માટે પણ પ્રાકૃતિક શોભાના સાનિધ્યની જરૂરી રહે છે. બંધ કમરાઓના વાતાવરણમાં ભલે ઈશ્વર દર્શન પ્રાપ્ત કરી શકાતું હશે પણ તે ઈશ્વરના ઐશ્વર્યનું અમૃતપાન તો ન જ થઈ શકે.
આશ્રમમાંથી શ્રી અને સરસ્વતીના મેળમિલાપવાળું પ્રાકૃતિક દશ્ય મનને આનંદ આપનારું હતું. કલકલ વહેતો સરસ્વતીનો પ્રવાહ ધરતી પર જળની સર્વોપરિતાનું દર્શન સૂચવતો હતો. પ્રાકૃતિક મનોહરતાનું વાતાવરણ જે અકથ્ય આનંદને પિરસતું હતું એવું જ આ બંને મહાપુરુષોના સૌમ્ય વ્યવહારનું દષ્ય મન પર ઉચ્ચ સંસ્કારિતાના આદર્શોની છાપ છોડતું હતું.
પીપળાના વૃક્ષની છાયા નીચે ઓરડી બહાર એક જુની પુરાણી પાટ રહેતી હતી. ગુરુ મહારાજે ગુરુજીનો હાથ ઝાલી પાટ પર બેસાડવા પ્રયત્ન કર્યો. આપ બેસો. હું બેસું છું, એમ કહી ગુરુજીએ ગુરુ મહારાજને બેસાડવા આગ્રહ કર્યો. પણ અતિથિ દેવોભવના આદર્શના પુરસ્કર્તા ગુરુ મહારાજ એમ માને ખરા ? દઢ આગ્રહપૂર્વક હાથ ઝાલી શ્રી ગુરુજીને પાટ પર બેસાડીને જ તેઓ જંપ્યા.
ઓરડીમાં જઈ ગુરુ મહારાજ ગંધ-પુષ્પ અને અક્ષત લઈ આવ્યા નહીં-નહીંના ગુરુજીના અંતરનાદ વચ્ચે ગુરુ મહારાજે પોતાનો ક્રમ શરૂ કર્યો. સ્વસ્તિવાચક વેદમંત્રોના આશીર્વચનોની વર્ષાથી વાતાવરણ આલ્હાદક દશ્યમાં ફેરવાઈ ગયું. આ સમસ્ત પ્રક્રિયા સમયે વિવશ બનેલા શ્રીગુરુજી તો આંખો બંધ કરી બેસી જ રહ્યા. વેદમંત્રોના સ્વરગાન સંભળાતાં બંધ થતાં શ્રીગુરુજીએ નેત્રો ખોલ્યાં. સાક્ષાત શંકરની મૂર્તિ સમા સામે ઊભેલ ગુરુમહારાજને જોઈ વંદન કરી શ્રીગુરુજી બોલ્યા. “આ તો ઉલટી ગંગા વહી.” આવા શાંત, એકાત્ત અને નૈસર્ગિક સૌન્દ્રયના સામ્રાજ્યમાં પરમપદની પ્રાપ્તી માટેના આપના પુરુષાર્થ જેવું સદ્ભાગ્ય તો મને મળેલું નથી. મારું નસીબ તો કુંભારના ચાકની જેમ ફરવાને નિર્માયેલું છે.”
એક પળના પણ વિલંબ વિના ગુરુ મહારાજે પ્રત્યુત્તર વાળ્યો કે “આપનું જીવન તો સૂર્ય સમાન છે. આપનું કાર્ય સૂર્યના કાર્ય જેવું છે. આ સંસારના શ્રેયનું સંચાલન સૂર્યના ફરવામાં જ સચવાયેલું છે. સ્થગિત થવામાં નહીં.'
તત્ત્વજ્ઞાન જેટલું પાણીથી સાક્ષાત્કારિત થતું નથી એટલું વ્યવહારના પરિપાલનથી - અનુભવાય છે. વ્યક્તિના શબ્દોની જે છાપ મન પર સંસ્કાર સર્જાવી શકતી નથી
૧૧૬