________________
પણ ગુરૂમહારાજ એવા હુલામણા સંબોધનથી ઓળખવામાં આવે છે.
શ્રીસ્થળની જ આ તપોમૂર્તિએ જ્યારથી અરવડેશ્વરના શંકરને શરણે સ્વયંને સમર્પણ કરી નદીના સામા કિનારે વસેલા છે; ત્યારથી શહેર તરફના સરસ્વતીના કિનારાને તેમણે જોયો પણ નથી. એ જ રીતે માતા-પિતાનો એકનો એક લાડલો પુત્ર હોવા છતાંય જ્યારથી શ્રીમાઘવરાવે સમાજ કાર્ય માટે સમર્પિત જીવનવ્રત અંગીકાર કરેલું છે; ત્યારથી ઘરના ઉંબરાના તેમણે દર્શન કરેલાં નથી.
ઈ.સ. 1956ના અરસામાં આ બંને મહાપુરુષો વચ્ચે યોજાયેલ મુલાકાતની આ વાત છે. તે દિવસોમાં સંઘના ઉત્તર ગુજરાતના સ્વયંસેવકોનો એક શિશિર શિબિર સિદ્ધપુર મુકામે રાખેલો હતો. કડકડતી ઠંડીમાં પણ લગબગ સાડા ચારસો સ્વયંસેવકો પૂર્ણ ત્રણ દિવસના આ શિબિરમાં પૂર્ણ સમય માટે ઉપસ્થિત હતા. શ્રીગુરુજી પણ પૂર્ણ બે દિવસ માર્ગદર્શન માટે સિદ્ધપુરમાં રોકાયા હતા.
શ્રી ગુરુજીના આ રોકાણ દરમ્યાન અહીંના આ મૂર્ધન્ય તપસ્વી ગુરુ મહારાજ સાથે ગુરુજીની એક મુલાકાત ગોઠવાઈ હતી. તે સમયની એક યોજના મુજબ શ્રી ગુરુજીના કાર્યક્રમોની આઘોપાત્ત નોંધ તૈયાર કરવાનું કામ મને સોંપાયેલું હતું. તેથી આ મુલાકાત સમયે હું પણ હાજર હતો.
બરાબર સવારના સાતને ટકોરે જીપમાં શ્રીગુરુજી સાથે અમે સૌ તે સ્થાને જવા રવાના થયા. જીપમાં સાથે મા શ્રી અનંતરાય કાળે તેમજ શ્રી અમૃતલાલ મારફતીયા પણ હતા.
પરોઢિયે બ્રાહ્મમુહર્તમાં ઉઠી આશ્રમમાં સ્નાન-વિ. પતાવી સરસ્વતી સ્નાન અને કિનારે જ ધ્યાન માટે આસન લગાવવાનો ગુરુ મહારાજનો નિત્ય ક્રમ હતો. નાળીયાના માર્ગેથી જીપ સીધી જ અરવડેશ્વર મંદિરના ઝાંપે જઈ રોકાઈ જીપમાંથી ઉતરતાં જ સામે નદીના પ્રવાહમાં શ્રી ગુરુ મહારાજના દર્શન થયાં. શ્રી ગુરુમહારાજને નિહાળતાં જ વનરાજની ચાલે શ્રી ગુરુજી નદીના પટમાં ઉતરી પડ્યા.
સિંહની જેમ છલાંગ ભરતા આવી રહેલા શ્રી ગુરુજીને જોઈ ત્યાં હાજર બ્રાહ્મણોએ ગુરુમહારાજનું ધ્યાન દોર્યું. દષ્ટિ ફેરવતાં જ ક્ષણભરમાં બંનેના નેત્રોનું પરસ્પર મિલન થયું. અતિથિ દેવોભવ જેનો જીવનમંત્ર છે એવા ગુરુ મહારાજે શ્રીગુરુજીને જોતાં જ દંડવત અભિવાદન માટે જ્યાં ધરતી પર દેહ લંબાવવાની લાક્ષણિક મુદ્રા પ્રારંભ કરી એટલામાં જ દુત ગતિએ શ્રી ગુરુજીએ તેમને ઝાલી લઈ તેમના ચરણ સ્પર્શ કરી અભિવાદન કર્યું.
કેવું અદભુત આત્મ સમર્પણ અને વંદનના સંસ્કારનું પ્રેરક દશ્ય “અહમ્ નહીં પણ અહમ્ ના સમર્પણનું સૌજન્ય સૂચક દશ્ય” અહીં દંડવત પ્રણામ છે, પરંતુ તેના સ્વીકારનો અહમ્ નહીં; પણ અર્પણનો વિનમ્ર પ્રયાસ દેખાય છે.
નદીના પટમાંથી બંને મહાપુરુષોની પાછળ પાછળ અમે સૌ આશ્રમની દિશા તરફ ચાલ્યા. જ્યાં લીલાછમ વૃક્ષો અને ઘટાટોપ અશ્વત્થ વૃક્ષની છાયામાં એક નાની