________________
સમજાવતા હતા તેને શુકદેવ જાણતો હતો.
યજ્ઞોપવિત સંસ્કારમાં જીવનને એક યજ્ઞકાર્ય સમજી તેને સાનુકૂળ આચારવિચારોની સમજ બાળકમાં ઉત્પન્ન કરવા પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. તેનું બીજું નામ ઉપનયન સંસ્કાર છે. નયનનો અર્થ આંખ થાય છે. મને આંખ દ્વારા જોવાનું સમજવાનું કામ કરી શકે છે. આંખ દ્વારા જોવાની શક્તિથી જ સ્પષ્ટ અને સત્ય ચિત્ર મનમાં અંકાય છે. માટે આ સંસ્કારને ઉપનયન નામ આપેલું છે. જ્ઞાનના આ ઉપનયનથી જીવન જીવવાનું સત્યદર્શન બાળકને પ્રદાન કરવાનો હેતુ સચવાયેલો છે. ' ઉપનયન સંસ્કારમાં અંતિમ એક સંસ્કાર બ્રહ્મવિદ્યાના ઉપદેશનો છે. તમામ અન્ય સંસ્કારો પૂરા થયા પછી બ્રહ્મવિદ્યાના સંસ્કાર પ્રદાન કરવા માટે વ્યાસ બાળકને લઈ સદાશિવ પાસે પહોંચ્યા. વ્યાસે શંકરને કહ્યું કે આ મારા બાળકને ઉપનયન સંસ્કારનું કાર્ય ચાલે છે અને હવે તેને બ્રહ્મવિદ્યા સંસ્કાર આપવાનો ક્રમ આવ્યો છે. આ મારા બાળકને આપથી જ આ સંસ્કાર મળે એવી મારી ઇચ્છા છે.
શંકરે કહ્યું કે આ બાળક આ સંસ્કાર મારાથી ગ્રહણ કરશે તો તૂર્તજ સંસારનો ત્યાગ કરી દેશે. વ્યાસે કહ્યું ભલે જે બનવાનું હોય તે બને પણ આ સંસ્કાર તેને આપથી જ મળવા ઈએ.
વ્યાસ પુત્ર શંકરને સોંપી ચાલ્યા ગયા. શુકદેવ શંકરના સાનિધ્યમાં રહી બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટે જિજ્ઞાસુ મન બનાવી જે-જે સમજ શિખતા ગયા તેતે બધી જ તેમના અંતઃકરણમાં સન્નિહિત હતી. એકની એક જ વાત મનમાં દઢપણે પ્રસ્થાપિત થવાથી શુકદેવના અંતર્ચક્ષુ ખુલી ગયાં. સંસ્કારનું સાર તત્ત્વ અંત:કરણમાં જડાઈ ગયું. શંકર પાસેથી શુકદેવ સીધા જ તપ માટે વન ગમન કરી ગયા. Hos. શ્રી ગુરુ મહારાજ અને શ્રી ગુરૂજીઃ એક સ્મરણીય મુલાકાત
રા. સ્વ. સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માઘવરાવને લોકો જેમ શ્રી ગુરૂજી એવા નામે સંબોધે છે તેમ શ્રીસ્થલમોના અરવડેશ્વર તીર્થના ઋષિવર શ્રી દેવશંકરને