________________
વીસ-એકવીસ વર્ષના આ ઉંમર ગાળાને આપણે બ્રહ્મચર્યાશ્રમના માળખામાં સમાવેશ કરેલો છે. જ્ઞાન-વિજ્ઞાનના સંસ્કારોની ક્ષિતિજ વિસ્તારવામાં આ સમયગાળો મહત્વપૂર્ણ કામગીરી બજાવી શકે તેમ છે. પ્રાચીન અને અર્વાચીન સમીકરણોના આધાર સ્તંભ પર એકવીસ વર્ષની વય સુધીના બાળકના શિક્ષણનું માળખું ગોઠવવા જો પુનર્વિચાર કરવામાં આવે તોજ રાષ્ટ્રને ચારિત્ર્યવાન નવયુવકોની ભેટ ધરી શકાય. | દર્શન અને શ્રવણ સંસ્કાર ઉત્પન્ન થવાના માધ્યમ હોવાથી દશ્યશ્રાવ્યના તમામ વૈજ્ઞાનિક ઉપકરણોને એક સાધન તરીકે ઉપયોગ કરવાની તાતી જરૂરિયાત ઉત્પન્ન થઈ છે. વાંચન સામગ્રી અને મનોરંજનના ક્ષેત્રો પણ આ દિશામાં ધ્યાન માંગી લે છે. મોટા ગણાતા મહાનુભાવોના આચરણ પણ વાતાવરણ ઘડવામાં ભાગ ભજવે છે.
હિન્દુ જીવનદર્શનની દષ્ટિને વિકસાવવા ઉપરોક્ત માધ્યમોમાં શક્તિ સંચાર કરવાથી જ સર્વાંગિક ઉન્નતિનું ચિત્ર કંડારી શકાય તેમ છે.
હાલના શૈક્ષણિક અભ્યાસક્રમના માળખાનું જો અધ્યયન કરવામાં આવે તો વેદ-પુરાણ-ઉપનિષદ-રામાયણ અને મહાભારતમાં સમાવાયેલા સંસ્કાર-મુલ્યોનું તેમાં લેશમાત્ર પણ સ્થાન દેખાતું નથી.
સંસ્કાર નિર્માણ માટે સતત સાનુકુળ વાતાવરણ અપેક્ષિત રહે છે. શાળાકીય અને સમાજિક બંને વાતાવરણમાં સામંજસ્ય સિવાય સંસ્કાર નિર્માણનું કાર્ય સંભવિત નથી. આ બંને ક્ષેત્રના વાતાવરણ માટે સામંજસ્ય સ્થાપિત કરનાર એક સંયુક્ત કડીની જરૂર છે. જેમ અલગ અલગ પુષ્પોને દોરાની એક સાંકળમાં પરોવવાથી એક ખુશબોદાર હાર બનાવી શકાય છે તેમ સમાજનું નેતૃત્વ વહન કરનારા તેમજ શાળા મહાશાળાના સુકાનીઓની સમન્વિત કરી સમાજને નવીન દિશા પ્રદાન કરી શકે
' સાધ્ય અને સાધન બન્નેની એકરૂપતા વડે સાધ્ય સિદ્ધ કરી શકાય છે. શિક્ષણ જો સાધ્ય ગણવામાં આવે તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાધ્યને સિદ્ધ કરવાના સાધન છે. સાધનનો વિચાર કર્યા સિવાય સાધ્યની સિદ્ધી દૂર રહે છે.
જેમ એક મૂર્તિકાર અણઘડ પથરાઓમાંથી પણ શ્રેષ્ઠ મૂર્તિના સર્જન માટે તનમનપૂર્વક મચી પડે છે. જેમ એક કુખ્તાર માટીમાંથી વિવિધ રચનાઓમાં કૌશલ્ય દેખાડવા તન-મનને માટીમાં એકાગ્ર ચિત્તે કેન્દ્રિત કરે છે. તેમ તન તેમજ મનના લક્ષ સંઘાન વિના સંસ્કાર નિર્માણ માટે વાંછિત ફલ મેળવી શકાતું નથી.
જન્મજાત સંસ્કાર અને આવરણમાંથી પ્રાપ્ત સંસ્કાર પર પ્રકાશ પાડતું એક ઐતિહાસિક દષ્ટાંત શુક રહસ્ય ઉપનિષદમાં વર્ણવેલું છે. શુકદેવ મહર્ષિ વ્યાસનો પુત્ર હતો. એમ કહેવાય છે કે શુકદેવ જન્મજાત જ્ઞાની હતા. શુક્રાણુઓમાં રહેલા જ્ઞાનના સંસ્કારો શુક્રદેવને ગર્ભાવસ્થામાં જ સોળે કળાએ ખિલેલા હતા. પાંચમાં વર્ષે વ્યાસે શુકદેવને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું કર્મ શરૂ કર્યું. જે-જે વ્યાસ